કાનપુર ટેસ્ટ અગાઉ પિચમાં ફેરફાર:ખરાબ પ્રેક્ટિસ પિચોથી ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાનો ડર, બંને ટીમો નાખુશ; ફરિયાદ બાદ સુધારવામાં આવી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

25 નવેમ્બર રમનારી ટેસ્ટ મેચ માટે ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ટીમો કાનપુર પહોંચી ગઈ છે, પરંતુ ટેસ્ટ શરુ થયા પહેલા જ ગ્રીન સ્ટેડિયમ પોતાની પિચોને લઈને સવાલોમાં આવ્યું છે. સોમવારે ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન અજિંક્ય રહાણેએ પિચને લઈને નાખુશી જાહેર કરી હતી. હવે ન્યૂઝીલેન્ડની ટીમના કોચ ગેરી સ્ટીડે પણ નારાજગી જાહેર કરી.

પ્રેક્ટિસ માટે બનાવામાં આવેલી પિચો ઉબડ ખાબડ હતી અને તેનાથી ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાનું જોખમ હતું. બંને ટીમોની નારાજગી બાદ હવે પ્રેક્ટિસ મેચોમાં સુધારો કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડના પ્રેકટિસ સેશન પહેલા મંગળવારે પિચ ક્યૂરેટર પ્રેક્ટિસ પિચોને સુધારતા નજરે આવ્યાં. જાણો, પિચને લઈને ગ્રીનપાર્ક કેમ સવાલોમાં

સૌથી પહેલા રાહુલ-અજિંક્ય નારાજ થયા
ટીમ ઈન્ડિયાના કેપ્ટન અજિંક્ય રહાણે અને કોચ રાહુલ દ્રવિડ સોમવારે કાનપુરમાં બાયો બબલ તોડીને ગ્રીન પાર્ક સ્ટેડિયમ પહોંચ્યા હતાં. બંને સાંજે આશરે 4.30 વાગ્યે ત્યા પહોંચ્યા. તેમણે મેદાન અને પિચનુ ઝીણવટતા પૂર્વક નિરિક્ષણ કર્યું.

ક્યૂરેટર એલ.પ્રશાંત રાવ સાથે મુલાકાત કરીને વિકેટના નેચર વિશે વાત કરી. તેઓ ડ્રેસિંગ રુમમાં આશરે 15 મિનિટ સુધી રોકાયા. કોચે અભ્યાસ પિચોનું નિરિક્ષણ કરીને તેમા સુધારો કરવાનું કહ્યું. તેઓ પ્રેકટિસ પિચોના સ્તરને જોઈને થોડા નાખુશ હતા.

ફરી ન્યૂઝીલેન્ડના કોચ નાખુશ દેખાયા
મંગળવારે સવારે 9:40 વાગે કીવી ટીમ સ્ટેડિયમ પહોંચી. રનિંગ અને સ્ટ્રેચિંગ કર્યા બાદ નેટ્સ પર ગઈ હતી.

કીવી કોચ ગેરી સ્ટીડ પ્રેક્ટિસ પિચોનું નિરીક્ષણ કરવા પહોંચ્યા. આ દરમિયાન તેઓ પિચોથી નાખુશ નજરે આવ્યાં. તેમણે વિકેટ પર બોલ ઉછાળી જોયો અને સ્ટંપની પોઝીશનને જોઈને નારાજગી વ્યક્ત કરી.

ત્યાર બાદ ક્યૂરેટર પિચ સુધારતા જોવા મળ્યા
ગ્રીન પાર્કના ક્યૂરેટર શિવકુમાર અને BCCIના ન્યૂટ્રલ પિચ ક્યૂરેટર એલ પ્રશાંત રાવને પિચને લઈને ફરિયાદ કરવામાં આવી. મંગળવારે બંને પિચ ક્યૂરેટર પ્રેક્ટિસ પિચોમાં સુધારો કરતા દેખાયા. ન્યૂઝીલેન્ડની ટીમે પિચ સુધાર્યા બાદ આકરી પ્રેક્ટિસ કરી.

મેઈન પિચ પર ફોકસ હતું, પ્રેકટિસ પિચો પર નહીં
શિવકુમારે જ દરેક પિચો તૈયાર કરી હતી. પ્રશાંત રાવ 14 નવેમ્બરે કાનપુર આવી ચૂક્યા હતા, પરંતુ તેમણે પ્રેક્ટિસ પિચો તરફ ધ્યાન ન આપ્યું. બંને ક્યૂરેટર માત્ર મુખ્ય વિકેટો પર જ ફોકસ કરીને તેને લેવલ કરવામાં રહ્યા. BCCI અને UPCA બંને ક્યૂરેટરનું ધ્યાન પ્રેક્ટિસ પિચો પર નહોતું. પ્રેક્ટિસ પિચો પર ક્ષતીઓ હતી. ગ્રીન પાર્ક હોસ્ટેલ અને કાનપુર ટીમના ખેલાડીઓએ પણ પિચોને લઈને ફરિયાદ કરી હતી, પરંતુ તેના પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું.

અન્ય સમાચારો પણ છે...