તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

WTC ફાઈનલ સાઉથહેમ્પટનમાં જ કેમ?:ઈંગ્લેન્ડે અત્યાર સુધી 16 ફાઈનલ માંથી 13 લોર્ડ્સમાં કરાવ્યા, એજિઝ બાઉલમાં પ્રથમ મહાસંગ્રામ

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં સાઉથહેમ્પટનનું 'ધ એજિસ બાઉલ' દુનિયાનું સૌથી સુરક્ષિત બાયો સિક્યોર સ્થળ બની ગયું છે

ભારત અને ન્યૂઝીલેન્ડની ફાઈનલ મેચ 18 થી 22 જૂનના રોજ યોજાશે. આ મહાસંગ્રામ સાઉથહેમ્પટનના ધ એજિસ બાઉલમાં રમાશે. સામાન્ય રીતે ઈંગ્લેન્ડમાં ફાઈનલ મેચ લોર્ડ્સમાં યોજાય છે. ઈંગ્લેન્ડે અત્યાર સુધી મલ્ટિનેશનલ ક્રિકેટ ટૂર્નામેન્ટની 16 ફાઈનલ મેચ હોસ્ટ કરી છે. જેમાંથી 13 લોર્ડ્સમાં આયોજિત કરવામાં આવી હતી. 2 ફાઈનલ ઓવલમાં અને 1 ફાઈનલ એડ્જબેસ્ટનમાં યોજાઈ છે. લોર્ડ્સ અને ઓવલ બંને ગ્રાઉન્ડ લંડનમાં છે. એટલે કે સાઉથહેમ્પટનમાં આ પ્રથમ મલ્ટીનેશનલ મેચ યોજાશે. આ સિદ્ધી પ્રાપ્ત કરનાર ઈંગ્લેન્ડનું ત્રીજુ શહેર બનશે અને ધ એજિસ બાઉલ ચોથું સ્ટેડિયમ.

તેવામાં એક સવાલ ઉભો થાય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચનું આયોજન લંડન અથવા બર્મિંઘમમાં ન યોજીને અન્ય શહેરમાં કેમ આયોજિત કરવામાં આવ્યું છે? આ સવાલનો જવાબ જાણવા માટે આપણે એ 4 પોઈન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ, જેના કારણે ICCએ આ નિર્ણય લીધો છે.

1. દુનિયાનું સૌથી પ્રથમ બાયો સિક્યોર વેન્યૂ
કોરોના મહામારીને પરિણામે સમગ્ર રમત જગતમાં વિવિધ ફેરફારો સામે આવ્યા છે. અત્યારે એવા સ્ટેડિયમની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જ્યાં કોરોના મહામારીની પહોંચ ઘણી ઓછી હોય, ત્યાં તમામ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, મેચ ઓફિશિયલ્સ, બ્રોડકાસ્ટિંગ ક્રૂને પણ સંક્રમણથી બચાવીને રાખવામાં આવે છે. તેવામાં બાયો સિક્યોર વેન્યૂનો કોન્સેપ્ટ સામે આવ્યો છે.

સાઉથહેમ્પટનનું ધ એજિસ બાઉલ દુનિયાનું સૌથી સુરક્ષિત બાયો સિક્યોર સ્થળ બની ગયું છે. વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ 8 જુલાઈ 2020ના રોજ અહીંયા બાયો સિક્યોર ક્રિકેટ વેન્યૂ બનાવવામાં આવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ 8 જુલાઈ 2020થી અહીંયા બોયો સિક્યોર વાતાવરણ વચ્ચે ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં સુધી અહીંયા કુલ 9 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે.

2. ઓન સાઈટ એકોમોડેશન
ધ એજિસ બાઉલ દુનિયાના એવા ગણતરીમાં આવતા સ્ટેડિયમમાંનું એક છે જેના નજીકના વિસ્તારમાં 5 સ્ટાર હોટલ છે. જેથી અહીંયા ટીમોને સુરક્ષિત વાતાવરણમાં રહેવા માટે સરળતા રહે છે. તેવામાં હોટલથી ગ્રાઉન્ડ સુધી ખેલાડીઓને આવ-જાવ કરવું પણ સરળ રહે છે.

3. ન્યૂટ્રલ કંડિશન
આ ICC ટૂર્નામેન્ટનું ફાઈનલ છે. ICCએ એવા પ્રયત્નો હાથ ધર્યા હતા કે ફાઈનલ મેચમાં બંને ટીમોને સમાન કંડિશનનો સામનો કરવો પડે. કોઈ એક ટીમને એડવાન્ટેજ ન મળે એવી વ્યવસ્થા કરવાના પ્લાનિંગ હતા. ઈંગ્લેન્ડના ઉત્તર ભાગમાં જે શહેરો છે એના સ્ટેડિયમમાં મે-જૂન મહિનામાં માત્ર સ્વિંગ બોલર્સને સહાયતા મળે છે. તો બીજી બાજુ સાઉથની વાત કરીએ તો ત્યાં આ મહિનાઓમાં સ્વિંગની સાથે સ્પિન બોલર્સને પણ સહાયતા મળે છે. (ખાસ કરીને ચોથા-પાંચમાં દિવસે)

4. BCCIનું પ્રેશર!
આ એક એવો પોઈન્ટ છે, જેની ઓફિશિયલ પુષ્ટિ ન કરી શકાય. ઘણા ક્રિકેટ જગતના નિષ્ણાતોનું માનવું છે કે BCCI નહોતું ઈચ્છતું કે મેચમાં સ્વિંગ બોલરને વધુ સહાયતા મળે. ભારતીય બોર્ડે ICC અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હશે અને ત્યારપછી વેન્યૂને લોર્ડ્સથી સાઉથહેમ્પટનમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું.

ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમે 4 માંથી 3 ફાઈનલ જીતી
ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં અત્યાર સુધી કુલ 4 મેચ રમી છે, જેમાંથી 3માં જીત પ્રાપ્ત કરી છે તો એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે ઈંગ્લેન્ડમાં પ્રથમ ફાઈનલ 1983માં વર્લ્ડ કપ રમ્યો હતો. ત્યારે ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પ્રથમ વેળા વર્લ્ડ કપ પોતાને નામ કર્યો હતો.

ત્યારપછી 2002માં લોર્ડ્સમાં જ ભારતે ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ભારતે ત્રીજી ફાઈનલ મેચ બર્મિંઘમમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમી હતી, આ ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ હતી, જેમાં ભારતે જીત પ્રાપ્ત કરી હતી. ઈંગ્લેન્ડમાં ભારતને 2017ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પાકિસ્તાન વિરૂદ્ધ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ ઓવલમાં યોજાઈ હતી.

આ તમામ આંકડાઓને ધ્યાનમાં રાખીએ તો લોર્ડ્સ (લંડન) અને એડ્જબેસ્ટન (બર્મિંઘમ) ટીમ ઈન્ડિયા માટે લકી સાબિત થયા છે. પરંતુ આ તમામ મેચ વનડે ફોર્મેટમાં યોજાઈ હતી. હવે ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ યોજાશે. ICCના હિસાબે અત્યારે તેઓને એકતરફી મેચ ન યોજાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું હતું અને મેચ 5 દિવસ ચાલે એવી પણ માનસિકતા હતી. જેથી બ્રોડકાસ્ટર્સને કમાણી કરવાની તક મળે.

અન્ય સમાચારો પણ છે...