BCCIના હલાલ મીટ માગવા પર બબાલ:કાનપુર ટેસ્ટ પહેલાં પ્લેયર્સનો ડાયટ ચાર્ટ વાઇરલ, લખ્યું- દરેક મીટ આઇટમ હલાલ હોવી જોઈએ

5 દિવસ પહેલા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ફેન્સના નિશાના પર છે. એનું કારણ કાનપુરમાં ખેલાડીઓનો ડાયટ ચાર્ટ છે. BCCI પ્રમોટ્સ હલાલ (#BCCI Promotes Halal) મંગળવારે સવારે ટ્વિટર પર ટ્રેન્ડ થયું. કાનપુર ટેસ્ટ માટે બંને ટીમ કાનપુર પહોંચી ગઈ છે અને તમામ ખેલાડીઓ હોટલ લેન્ડમાર્ક ટાવરમાં બાયો-બબલમાં રહેશે.

મેનુમાં હલાલ મીટ સામેલ હોવાની જાણ થતાં જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. આ અંગે બોર્ડ પર સવાલો ઊઠી રહ્યા છે. ટ્વિટર પર 21 હજારથી વધુ લોકો હલાલ મીટ પીરસવા મુદ્દે BCCI પર સવાલ ઉઠાવી રહ્યા છે.

જમવાનું મેનુ સામે આવ્યા બાદ વિવાદ વકર્યો
એક મીડિયા અહેવાલ મુજબ, બોર્ડે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે ફૂડ મેનુ જાહેર કર્યું છે. આખો દિવસ કાઉન્ટર, સ્ટેડિયમમાં મિની બ્રેકફાસ્ટ, લંચ, ચા ટાઈમ નાસ્તો અને રાત્રે ડિનર. આ મેનુમાંથી પોર્ક અને બીફને બાકાત રાખવામાં આવ્યાં છે. હલાલ માંસ નોન-વેજિટેરિયન ભોજનમાં સામેલ છે.

ભારતીય ફેન્સ ગુસ્સામાં
ચાહકોએ BCCIના આ પગલા પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે જ્યારે ભારતીય ટીમના મોટા ભાગના ખેલાડીઓ હિંદુ છે અને તેમના ધર્મ અનુસાર 'હલાલ' માંસ ખાવા પર સખત પ્રતિબંધ છે, તો પછી BCCI અથવા ભારતીય ટીમ મેનેજમેન્ટ તેમને તેમની વિરુદ્ધ જવા માટે કેવી રીતે દબાણ કરી શકે.

BCCI આજે સવારથી ટ્વિટર પર ટ્રેન્ડિંગ છે
Promotes Halal અંગે, UPCA ના એપેક્સ કમિટીના અધિકારી અહેમદ અલી ખાને કહ્યું - આ બધો ફાલતુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને જે લોકો આ ટ્રેન્ડ ચલાવી રહ્યા છે તેઓ BCCIને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. BCCI અને UPCA એવી સંસ્થાઓ છે, જે ક્યારેય કોઈની સાથે ભેદભાવ કરતી નથી.

અન્ય સમાચારો પણ છે...