ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ ક્રાઈસ્ટચર્ચના હેગલે ઓવલમાં રમાઈ હતી. પણ ત્રીજી વન-ડે પણ ન્યૂઝીલેન્ડની ઇનિંગની 18 ઓવર સઉધીની જ રમત શક્ય બની હતી. આ પછી વરસાદ શરૂ થયો હતો. જેના કારણે ત્રીજી વન-ડે મેચને રદ્દ કરવાનો નિર્ણય અંપાયર્સે લીધો હતો. પહેલી વન-ડે મેચમાં 7 વિકેટે શાનદાર જીત મેળવતા ન્યૂઝીલેન્ડે 1-0થી સિરીઝ પોતાના નામે કરી લીધી હતી.
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 220 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાના બોલર્સે સારી શરૂઆત કરી હતી. જોકે કિવી ટીમના બન્ને ઓપનર્સે ઇનિંગને સંભાળી હતી, અને મકક્મતાથી સામનો કરીને શાનદાર બેટિંગ કરી હતી. ફિન એલને શાનદાર ફિફ્ટી મારી હતી. તે ઉમરાન મલિકની બોલિંગમાં આઉટ થયો હતો. ફિન એલન અને ડેવોન કોનવે વચ્ચે 97 રનની પાર્ટનરશિપ થઈ હતી. હાલ વરસાદના કારણે મેચને રોકવી પડી હતી. કિવી ટીમને સ્કોર 18 ઓવરમાં 104/1 રહ્યો હતો.
અગાઉ ટીમ ઈન્ડિયા 47.3 ઓવરમાં 219 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડને 220 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાનો આમ તો ધબડકો થયો હતો. શ્રેયસ અય્યર અને વોશિંગ્ટન સુંદરે ટેઇલેન્ડર્સ સાથે મળીને ભારતના સ્કોરને 219 રન સુધી પહોંચાડ્યું હતું. વોશિંગ્ટન સુંદરે 64 બોલમાં 51 રન બનાવ્યા હતા. તો શ્રેયસ અય્યરે 59 બોલમાં 49 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી એડમ મિલ્ને અને ડેરિલ મિચેલે 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે ટિમ સાઉધીએ 2 અને ચિમેલ સેન્ટનર અને લોકી ફર્ગ્યુસનને 1-1 વિકેટ મળી હતી.
કિવી ટીમ 2019થી ઘરઆંગણે એકપણ સિરીઝ હારી નથી
ન્યૂઝીલેન્ડની ટીમ છેલ્લા કેટલાક સમયથી ઘરઆંગણે વન-ડે ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. કિવી ટીમે 2019 પછી ઘરઆંગણે એક પણ વન-ડે સિરીઝ ગુમાવી નથી. 2019માં તેઓએ ભારતે 4-1થી હરાવ્યું હતું. ત્યારથી ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને બે વાર અને ભારત અને નેધરલેન્ડ્સને એક-એક વાર 3-0ના માર્જિનથી હરાવ્યું છે. હવે આ વખતે પણ ભારત સામેની 3 મેચની વન-ડે સિરીઝ 1-0થી જીતી લીધી હતી.
પંત ફરી એકવાર નિષ્ફળ
રિષભ પંત ફરી ફ્લોપ થયા છે. તેઓ 16 બોલમાં 10 રન બનાવીને આઉટ થયા હતા. તેઓ ફિલિપ્સના હાથે ડીપ સ્ક્વેર લેગ પર ડેરિલ મિચેલના હાથે કેચ આઉટ થયો હતો. પંતનું આવુ જ ફોર્મ ચાલતું રહ્યું તો તેમને વાઇટ બોલ (T20 ઈન્ટરનેશનલ અન ODI)માંથી પડતા મુકી શકાય છે.
ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે કિવી ટીમે માઇકલ બ્રેસવેલની જગ્યાએ ફરી એડમ મિલ્નેને પ્લેઇંગ-11માં સ્થાન આપ્યું છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ન્યૂઝીલેન્ડ: ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરિલ મિચેલ, ટૉમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર, એડમ મિલ્ને, મૈટ હેનરી, ટિમ સાઉધી અને લોકી ફર્ગ્યુસન.
ભારત: શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ.
હાઈ સ્કોરિંગ પિચ હોવાની શક્યતા
આ મેદાન પર અત્યારસુધી 15 વન-ડે રમાઈ ચૂકી છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 300થી વધુ રન બનાવ્યા છે. 250 થી 300 વચ્ચે ત્રણ વખત સ્કોર થયો છે. આવું માત્ર ત્રણ વખત બન્યું છે જ્યારે પ્રથમ બેટિંગ કરનારી ટીમ 200 રન પણ બનાવી શકી નહોતી.
ટૉસની કોઈ ખાસ અસર નહીં
અહીં રમાયેલી 15 મેચના પરિણામોમાં ટોસની ખાસ ભૂમિકા રહી નથી. પહેલી બેટિંગ કરનાર ટીમ 8 વખત જીતી છે. તો, 7 વખત ચેઝ કરનાર ટીમ જીતી છે. ટીમ ઈન્ડિયાએ અત્યારસુધી આ મેદાન પર કોઈ મેચ રમી નથી. બીજી બાજુ, ન્યૂઝીલેન્ડે અહીં 6માંથી 5 મેચ જીતી છે. યજમાન ટીમ માત્ર 1 વન-ડે મેચ હારી છે.
2011 સુધી, ક્રાઇસ્ટચર્ચના એમઆઈ સ્ટેડિયમમાં ઈન્ટરનેશનલ મેચ રમાતી હતી. ત્યાં ભારતે 4 વન-ડે મેચ રમી છે જેમાં તેઓ 1 મેચ જીતી છે અને 3 મેચ હારી છે. આ મેદાન પર 21 વન-ડેમાં ન્યૂઝીલેન્ડે 11 જીત્યા છે અને 10માં હારનો સામનો કરવો પડ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.