તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વચ્ચે ક્રિકેટ ફેન્સનો રેકોર્ડ:ઇન્ડિયા vs ઇંગ્લેન્ડની પહેલી T-20 જોવા 67 હજાર દર્શક પહોંચ્યા, લોકડાઉન પછી વર્લ્ડ ક્રિકેટમાં આવું પહેલીવાર થયું

અમદાવાદ3 મહિનો પહેલા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ T-20માં 67 હજાર ફેન્સ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા.

ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી પહેલી T-20માં 67 હજાર ફેન્સ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. આ કોરોના વચ્ચે લોકડાઉન પછી રમવામાં આવેલી ક્રિકેટ મેચમાં રેકોર્ડ છે. સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1.32 લાખ છે.

શ્રેણી પહેલાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશને 100% ફેન્સના એન્ટ્રીની વાત કરી હતી. આ નિર્ણયને મેચ પહેલાં જ રદ કરવામાં આવ્યો હતો, સાથે જ 50% ફેન્સને એન્ટ્રીની મંજૂરી આપવામાં આવી હતી. એસોસિયેશનનાં સૂત્રોનું માનીએ તો ટિકિટ્સ પણ લગભગ 50% જેટલી જ વેચાઈ હતી.

ઓછી કિંમતની ટિકિટ્સની વધુ ડિમાન્ડ રહી
ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ઓછી કિંમતની ટિકિટ્સની વધુ ડિમાન્ડ રહી. આ ટિકિટની કિંમત 500થી લઈને 1 હજાર સુધીની હતી. આ ટિકિટ્સ સૌથી વધુ વેચાઈ હતી.

ગયા વર્ષે જ ક્રિકેટ ફેન્સને સ્ટેડિયમમાં એન્ટ્રી મળી હતી
લોકડાઉન પછી સ્ટેડિયમમાં ફેન્સની વાપસી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વુમન્સ ટીમ વચ્ચેની મેચથી થઈ હતી. આ વનડે શ્રેણી ગયા વર્ષે સપ્ટેમ્બર અંતમાં બ્રિસ્બેનમાં રમાઈ હતી. મેન્સ ક્રિકેટમાં પ્રથમ મેચ નવેમ્બરના અંતમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. બંને મેચમાં લિમિટેડ ફેન્સને એન્ટ્રી મળી હતી.

મેચ પહેલાં સ્ટેડિયમમાં એન્ટ્રી માટે ફેન્સની ભીડ.
મેચ પહેલાં સ્ટેડિયમમાં એન્ટ્રી માટે ફેન્સની ભીડ.

પ્રથમ T-20 ઇંગ્લેન્ડ 8 વિકેટે જીત્યું
5 T-20 શ્રેણીની પહેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. મેચમાં ભારતે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં 7 વિકેટે 124 રન કર્યા. જવાબમાં ઇંગ્લેન્ડે 15.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો. 23 રન આપીને 3 વિકેટ ઝડપનાર જોફરા આર્ચરને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો. બીજી મેચ આવતીકાલે રમાશે. શ્રેણીની બધી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે.

માત્ર 50% ટિકિટો જ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમોથી વેચાશેઃ ધનરાજ નથવાણી
GCAના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ કહ્યું હતું કે માત્ર 50% ટિકિટો જ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમોથી વેચાણ માટે ઉપલબ્ધ કરાઈ છે. કોરોના મહામારીને પગલે આખા સ્ટેડિયમને સેનિટાઈઝ પણ કરાયું છે. સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવેલા તમામ દર્શકો ગાઈડલાઈન્સનું પાલન કરે એ વાતની પણ ખાસ નોંધ લેવાશે.

અન્ય સમાચારો પણ છે...