તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs England Test Series Jofra Archer And Chris Woakes Not Included In The Team Announced For The First Two Matches Against India

ઈંગ્લેન્ડની ટીમ જાહેર:ભારત સામેની પહેલી 2 મેચ માટે જાહેર ટીમમાં આર્ચર અને વોક્સને આરામ; સ્ટોક્સ પણ ફિટ થયા બાદ પરત ફરશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • WTC-2ની સાઇકલમાં દરેક ટીમને એક સમાન 12 પોઇન્ટ અપાશે

ઇંગ્લેન્ડે ઈન્ડિયા સામે 4 ઓગસ્ટથી શરૂ થનારી 5 ટેસ્ટ મેચની સિરીઝની પહેલી 2 મેચ માટે 17 મેમ્બરની ટીમ જાહેર કરી દીધી છે. ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ ઈજાગ્રસ્ત હોવાથી આ ટીમમાં સામેલ નથી.

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં બેન સ્ટોક્સ નહતો રમ્યો
ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં કમબેક કર્યું છે. તે ન્યૂઝીલેન્ડ સામે જૂનમાં રમાનારી 2 ટેસ્ટ મેચની સિરીઝમાં નહતો રમી શક્યો. તે સમયે સ્ટોક્સ ઈજાગ્રસ્ત હતો, જોકે પાકિસ્તાન સામેની વનડે સિરીઝ પહેલા ઇંગ્લેન્ડની મેઇન ટીમને કોરોનાને કારણે ક્વોરન્ટીન કરાઈ હતી.

તે સમયે પાકિસ્તાની ટીમ સામે ઇંગ્લેન્ડે પણ તેમની બીજી ટીમ ઉતારી હતી એમ કહીએ તો પણ ચાલે. આ ટીમની કેપ્ટનશિપ બેન સ્ટોક્સને સોંપવામાં આવી હતી. એણે પોતાની કેપ્ટનશિપ દરમિયાન ટીમને 3-0થી જીત અપાવી હતી.

જોફ્રા આર્ચર અને ક્રિસ વોક્સ હજુ ફિટ નથી
જોફ્રા આર્ચર અને ક્રિસ વોક્સ હજુ ફિટ નથી

બટલર, બેયરસ્ટો અને કરનનું કમબેક
સ્ટોક્સ સિવાય વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર, જોની બેયરસ્ટો અને સેમ કરને પણ ટીમમાં વાપસી કરી છે. આ તમામ ખેલાડીને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ દરમિયાન આરામ અપાયો હતો. ન્યૂઝીલેન્ડ સામે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સાત વિકેટ લેનાર ફાસ્ટ બોલર ઓલી રોબિન્સનને તક અપાઈ હતી.

WTC-2ની પણ સાઇકલ શરૂ થશે
ઈન્ડિયા-ઇંગ્લેન્ડ સિરીઝની સાથે જ ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સાઇકલ શરૂ થશે. બંને ટીમો વચ્ચે પહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની મેચ ઈન્ડિયામાં રમાઈ હતી. જેને વિરાટ સેનાએ 3-1થી જીતી લીધી હતી. આ ટર્મની સાઇકલમાં દરેક ટીમને એક સમાન 12 પોઇન્ટ અપાશે.

ઈન્ડિયન ટીમ જૂનની શરૂઆતથી જ ઇંગ્લેન્ડમાં છે. ત્યાં ટીમે 18થી 23 જૂન સુધી ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમી હતી. જેમાં ન્યૂઝીલેન્ડે ઈન્ડિયાને હરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...