તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs England Test Series : Indian Squad Will Get Second Shot Of Covid 19 Vaccine This Week | India Tour Of England

ટીમ ઈન્ડિયાનો ઇંગ્લેન્ડ પ્રવાસ:ભારતીય ખેલાડીઓ સિરીઝ પહેલાં કોરોનાના પડકારનો સામનો કરશે, આ સપ્તાહે વેક્સિનનો બીજો ડોઝ લઈ શકે છે

લંડન25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ 9 જુલાઈ સુધીમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઈ શકે છે. - Divya Bhaskar
ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ 9 જુલાઈ સુધીમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લઈ શકે છે.
  • જો ECB અમને કાર્યક્રમમાં ફેરફાર કરવાનું કહેશે અથવા નવા પ્રોટોકોલ આપશે તો અમે એનું પાલન કરીશું- BCCI

ઇંગ્લેન્ડ ટૂર પહેલાં ઈન્ડિયન ટીમ સતર્ક. ટીમે કોરોના મહામારીના પડકારનો સામનો કરવા તૈયારીઓ કરી છે. તમામ ખેલાડી આ સપ્તાહે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેશે. ESPN CRICINFOના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ઈન્ડિયન ટીમના ખેલાડીઓ 9 જુલાઈ સુધી ડોઝ લેશે.

BCCIએ ઈંગ્લેન્ડના કેટલાક ખેલાડી પોઝિટિવ આવ્યા પછી આ નિર્ણય લીધો છે. મંગળવારે ઈંગ્લિશ ટીમના 3 ખેલાડી સહિત 7 સ્ટાફ સંક્રમિત મળી આવ્યા છે. ત્યારપછી પાકિસ્તાન સામે લિમિટેડ ઓવરની સિરીઝ માટે તેમને આખી ટીમ બદલવાનો નિર્ણય લીધો હતો.

ઈન્ડિયન ટીમના ખેલાડીઓ સ્થિતિથી જાણકાર
BCCIએ કહ્યું કે ઈન્ડિયન ટીમ મેનેજમેન્ટ કોરોના અંગે ઈંગ્લિશ ટીમમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તેનાથી જાણકાર છે. જો ECB અમને કાર્યક્રમમાં ફેરફાર કરવાનું કહેશે અથવા નવા પ્રોટોકોલ આપશે તો અમે તેનું પાલન કરીશું. અત્યારે તો ટાઇમ ટેબલમાં ફેરફાર કરાશે નહીં.

WTC ફાઇનલ પછી રોહિત શર્મા અને અજિંક્ય રહાણે ઈંગ્લેન્ડમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે.
WTC ફાઇનલ પછી રોહિત શર્મા અને અજિંક્ય રહાણે ઈંગ્લેન્ડમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે.

ઈંગ્લેન્ડ ટૂરના પ્લાનમાં કોઇ ફેરફાર નહીં
BCCIએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે એ અંગે અત્યારની ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના પ્લાનમાં ફેરફાર કરાશે નહીં. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પછી ઈન્ડિયન ખેલાડી 20 દિવસની રજા પર છે અને તેમની રજા પહેલા જે શિડ્યૂલ હતું તેને ફોલો કરવાનું રહેશે.

જસપ્રીત બુમરાહ અને પત્ની સંજના ઈંગ્લેન્ડમાં સમય વિતાવી રહ્યા છે.
જસપ્રીત બુમરાહ અને પત્ની સંજના ઈંગ્લેન્ડમાં સમય વિતાવી રહ્યા છે.

લંડન અથવા આસ-પાસના વિસ્તારમાં ઈન્ડિયન ખેલાડી
બોર્ડ અધિકારીએ કહ્યું કે ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડી અત્યારે લંડન અથવા એની આસ-પાસના વિસ્તારમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. કેટલાક ખેલાડી ઈંગ્લેન્ડના અલગ-અલગ વિસ્તારમાં રજાની મજા માણી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીએ કોવિશીલ્ડ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. હવે તેઓ બીજો ડોઝ લેશે.

ઈન્ડિયન ખેલાડીઓ 14 જુલાઈએ લંડનમાં ભેગા થશે
ઈંગ્લેન્ડમાં ઈન્ડિયન ટીમના ખેલાડીઓ 14 જુલાઈએ લંડનમાં એકત્રિત થશે. અહીંથી તે 2 સપ્તાહ માટે ડરહમ જશે. ત્યાં ભારતને ટ્રેનિંગ સિવાય સેલેક્ટ કાઉન્ટી-11 સામે પ્રેક્ટિસ મેચ રમવાની છે. લંડનમાં ભેગા આવ્યા પછી ફરીથી દરેક ખેલાડીના કોરોના ટેસ્ટ થશે. ત્યારપછી તેઓ ફરીથી બાયોબબલમાં સામેલ થઈ જશે.

એશ્લે જાઇલ્સે ચિંતા વ્યક્ત કરી
ઈંગ્લેન્ડ ટીમના ડિરેક્ટર એશ્લે જાઇલ્સે પણ કોરોનાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે BCCI સાથે આ અંગે કામ કરી રહ્યા છીએ. અમને આશા છે કે જેમ જેમ ઈંગ્લિશ સમર આગળ વધશે તેમ અમે પ્રતિબંધોને હટાવવામાં સફળ થઈશું. એના માટે જરૂરી છે કે તમામ ખેલાડી વેક્સિનની બંને ડોઝ લે.

4 ઓગસ્ટથી 5 ટેસ્ટની સિરીઝ શરૂ થશે
ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 5 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. પહેલી મેચ 4 ઓગસ્ટે નૉટિંઘમમાં શરૂ થશે. ભારતને આની પહેલા ઈંગ્લેન્ડમાં સતત 3 ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે.