T20 વર્લ્ડ કપ-2022ની બીજી સેમી-ફાઇનલ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એડિલેડમાં રમાઈ રહી ગઈ હતી. જેમાં ઇંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 10 વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે ફાઈનલ રવિવારે 13 નવેમ્બરે પાકિસ્તાન-ઇંગ્લેન્ડ વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.
ટીમ ઈન્ડિયાએ આપેલા 169 રનના ટાર્ગેટને ઇંગ્લેન્ડના ઓપનર્સે પાર પાડી લીધો હતો. ઇંગ્લેન્ડના બન્ને ઓપનર્સે ટીમ ઈન્ડિયાના બોલર્સની ધોલાઈ કરી હતી. તેઓએ આ ટાર્ગેટ 16 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. એલેક્સે હેલ્સે 47 બોલમાં 86 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 182.98ની સ્ટ્રાઈક રેટથી 4 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. તો જોસ બટલરે 49 બોલમાં 163.27ની સ્ટ્રાઈક રેટથી અને 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 80 રન ફટકાર્યા હતા.
અગાઉ ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ હાર્દિક પંડ્યાએ 33 બોલમાં જ 63 રન ફટકાર્યા હતા. તો વિરાટ કોહલીએ 40 બોલમાં 50 રન ફટકાર્યા હતા. આ બન્ને પ્લેયર્સે ટીમની ઇનિંગને સંભાળીને ટીમના સ્કોરને 168 રન સુધી પહોંચાડ્યો હતો. હાર્દિકે કમાલનું ફિનિશિંગ કર્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને 3 વિકેટ, જ્યારે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને 1-1 વિકેટ મળી હતી.
વિરાટ કોહલી ફાઈટ આપનાર એકમાત્ર પ્લેયર
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર T20 વર્લ્ડ કપમાં ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પણ અંતે તેમના આ રન ટીમને ફાયદાકારક રહ્યા નહોતા. આવું ત્રીજી વખત થયું છે, કે તેઓ ટૂર્નામેન્ટના હાઈસ્કોરર રહ્યા હોય, અને ટીમ પછી હારી ગઈ હોય.
આમ વિરાટ કોહલી ઉપર ટીમ નિર્ભર રહે છે, પરંતુ દર વખતે ટીમને નોકઆઉટ્સમાં હાર મળે છે.
બટલર અને હેલ્સે 10ની રનરેટથી રન બનાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો
ઇંગ્લેન્ડની જીતમાં તેમની ઓપનિંગ જોડીનો કમાલ છે. તેઓએ પાવરપ્લેમાં જ 63 રન ફટકારી દીધા હતા. તો 64 બોલમાં જ 104 રન બનાવી લીધા હતા. ટીમ ઈન્ડિયાએ આપેલા 169 રનના ટાર્ગેટને તેઓએ 10ની રનરેટથી ચેઝ કરી લીધો હતો. તેઓએ તેમની ઇનિંગ દરમિયાન 10ની રનરેટને નીચે જવા દીધી નહોતી.
હાર્ડ હિટર પંડ્યાનું પાવરફૂલ ફિનિશિંગ
ટીમ ઈન્ડિયા હાર્ડ હિટર હાર્દિક પંડ્યાએ શરૂઆત ધીમી કરી હતી. પરંતુ પાછળથી તેમણે જોરદાર ફિનિશિંગ કર્યું હતું. તેમણે 190.91ની સ્ટ્રાઈક રેટથી 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 33 બોલમાં 63 રન ફટકાર્યા હતા. તેમણે અને વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાના ઇનિંગને સંભાળી હતી. અને બન્ને વચ્ચે મહત્ત્વની પાર્ટનરશિપ થઈ હતી.
વિરાટ કોહલી T20 ઈન્ટરનેશનલમાં 4000 રન પૂરા કરનાર પહેલા પ્લેયર
ક્રિકેટના કિંગ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તેઓ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 4000 રન પૂરા કરનાર પહેલા પ્લેયર બની ગયા છે.
કેએલ રાહુલ ફરી નિષ્ફળ
ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલ ફરી પોતાના જુના ફોર્મમાં આવી ગયા હોય, તેમ આઉટ થયા હતા. તેઓ મોટી મેચમાં રમી નથી શકતા. કેએલ રાહુલ આજે પણ પ્રેશરવાળી મેચમાં 5 બોલમાં 5 રન કરીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
એડિલેડમાં જે ટીમ ટૉસ જીતી છે, તે ટીમ મેચ હારી છે
એડિલેડમાં એક ખૂબ જ રોચક રેકોર્ડ છે. આ મેદાનમાં T20 ઈન્ટરનેશનલમાં જે ટીમ ટૉસ જીતી છે, તે ટીમ આજ સુધી મેચ જીતી શકી નથી. એટલે કે આ મેદાનમાં અત્યાર સુધીમાં 11 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાં જે ટીમે ટૉસ જીત્યો છે, તે બધી જ ટીમ હારી છે. એટલે આજે સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડની ટીમે ટૉસ જીત્યો છે. ત્યારે જોઈએ કે આ રેકોર્ડ કાયમ રહે છે, કે પછી તૂટી જાય છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિંચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.
ઇંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), એલેક્સ હેલ્સ, ફિલ્ટ સોલ્ટ, બેન સ્ટોક્સ, હૈરી બ્રૂક્સ, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટન, સૈમ કરન, ક્રિસ વોક્સ, ક્રિસ જોર્ડન અને આદિલ રાસિદ.
ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે માર્ક વુડ અને ડેવિડ મલાન ઈજાગ્રસ્ત હોવાથી તેમની જગ્યાએ ક્રિસ જોર્ડન અને ફિલ સોલ્ટને લેવામાં આવ્યા હતા.
આ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની સફર
તારીખ | VS | વેન્યૂ | રિઝલ્ટ |
22 ઓક્ટોબર | અફઘાનિસ્તાન | પર્થ | 5 વિકેટથી જીત્યું |
26 ઓક્ટોબર | આયર્લેન્ડ | મેલબોર્ન | 5 રનથી હાર્યું |
28 ઓક્ટોબર | ઓસ્ટ્રેલિયા | મેલબોર્ન | નો રિઝલ્ટ |
01 નવેમ્બર | ન્યૂઝીલેન્ડ | બ્રિસ્બેન | 20 રનથી જીત્યું |
05 નવેમ્બર | શ્રીલંકા | સિડની | 4 વિકેટથી જીત્યું |
આ વર્લ્ડ કપમાં ભારતની સફર
તારીખ | VS | વેન્યૂ | રિઝલ્ટ |
23 ઓક્ટોબર | પાકિસ્તાન | મેલબોર્ન | 4 વિકેટથી જીત્યું |
27 ઓક્ટોબર | નેધરલેન્ડ્સ | સિડની | 56 રનથી જીત્યું |
30 ઓક્ટોબર | સાઉથ આફ્રિકા | પર્થ | 5 વિકેટથી હાર્યું |
02 નવેમ્બર | બાંગ્લાદેશ | એડિલેડ | 5 રનથી જીત્યું |
06 નવેમ્બર | ઝિમ્બાબ્વે | મેલબોર્ન | 71 રનથી જીત્યું |
બન્ને ટીમની ફૂલ સ્ક્વોડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.