તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેન્નઈમાં બીજી ટેસ્ટ:બીજા દિવસે રોહિતના વ્યક્તિગત સ્કોર કરતા ઓછામાં ઓલઆઉટ થઈ ઇંગ્લિશ ટીમ, ભારતની લીડ 1 વિકેટે 249 રન

ચેન્નઇ14 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ચેન્નઈમાં રમાઈ રહી છે. બીજા દિવસે ઇન્ડિયન ટીમ પ્રથમ દાવમાં 329 રનમાં ઓલઆઉટ થઈ. રોહિત શર્માએ 161 રનની ઇનિંગ્સ રમી હતી. જવાબમાં ઇંગ્લિશ ટીમ રોહિત જેટલા રન પણ નહોતી કરી શકી અને 134 રનમાં ઓલઆઉટ થઈ હતી. બીજા દિવસના અંતે ભારતે 1 વિકેટે 54 રન બનાવ્યા. ટીમ ઇન્ડિયાની લીડ 249 રનની થઈ ગઈ છે. રોહિત શર્મા 25 અને ચેતેશ્વર પૂજારા 7 રને અણનમ છે. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

ઈંગ્લેન્ડના 7 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ
ઈંગ્લેન્ડ માટે બેન ફોક્સે સૌથી વધુ 42 અને ઓલી પોપે 22 રન કર્યા. કેપ્ટન જો રૂટ સહિત 7 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા. ટીમ ઈન્ડિયા માટે રવિચંદ્રન અશ્વિને 5 અને ડેબ્યૂ ટેસ્ટ રમી રહેલા અક્ષર પટેલે 2 વિકેટ લીધી. ઈશાંત શર્માને પણ 2, જ્યારે મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી.

ઈંગ્લેન્ડની ટીમે શૂન્ય રને પહેલી વિકેટ ગુમાવી
ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પહેલી જ ઓવરમાં શૂન્ય રને પહેલી વિકેટ ગુમાવી હતી. ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ ઓપનર રેરી બર્ન્સને LBW આઉટ કર્યો. જે બાદ સતત થોડાં થોડાં અંતરાલે ટીમની વિકેટ પડતી રહી. 52 રને ઈંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી. 106 રન થતાં થતાં 8 ખેલાડી આઉટ થઈ ગયા હતા.

અશ્વિને 5 વિકેટ લીધી
ભારતીય સ્પિનર ​રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડની ટીમને પીચ પર સેટ થવા દીધા જ ન હતા. તેને 5 વિકેટ લઈને મિડલ ઓર્ડર ધ્વસ્ત કરી દીધો. અશ્વિને ડોમ સિબલી(16) અને ડેન લોરેંસ(9) બેન સ્ટોક્સ (18), ઓલી સ્ટોન (1) અને સ્ટુઅટ બોર્ડ (0) રને આઉટ કર્યા.

ડેબ્યૂ ટેસ્ટમાં અક્ષરે રુટની વિકેટ ઝડપી
પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત નબળી રહી. પ્રથમ ઓવરમાં જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ફાસ્ટર ઇશાંત શર્માએ ઓપનર રોરી બર્ન્સને LBW કર્યો. ઇંગ્લિશ બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યો નહીં. ડેબ્યૂ ટેસ્ટ રમી રહેલ અક્ષર પટેલે જો રુટને આઉટ કર્યો. રુટ 6 રન જ બનાવી શક્યો.

ઈજાગ્રસ્ત પૂજારા ફીલ્ડિંગ કરવા મેદાનમાં ન ઉતર્યો
ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારા ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ દરમિયાન ફીલ્ડિંગ માટે ઉતર્યો ન હતો. રિઝર્વ ખેલાડી મયંક અગ્રવાલે તેની જગ્યાએ મેદાનમાં ઉતર્યો હતો. મેચના પહેલા દિવસે બેટિંગ કરતી વખતે પૂજારાને હાથમાં ઈજા થઈ હતી. પ્રથમ ઇનિંગ્સમાં તેણે 58 બોલમાં 21 રન બનાવ્યા હતા.

ઇન્ડિયાએ બીજા દિવસે છેલ્લી 4 વિકેટ ગુમાવ્યા બાદ 29 રન બનાવ્યા હતા

બીજા દિવસે ટીમ ઇન્ડિયાએ 6 વિકેટ પર 300 રનથી આગળ રમવાની શરૂઆત કરી હતી. ટીમ માત્ર 29 રન જ બનાવી શકી હતી. દિવસની બીજી ઓવરમાં ટીમે 2 વિકેટ ગુમાવી. મોઇન અલીએ અક્ષર પટેલ અને ઇશાંત શર્માને પેવેલિયન મોકલ્યો હતો. ત્યારબાદ 96મી ઓવરમાં ઓલી સ્ટોને કુલદીપ યાદવને અને મોહમ્મદ સિરાજને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને રોકી હતી.

સિરીઝમાં ગજબનો સંયોગ
સિરીઝની પ્રથમ 2 ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા સાથે એક ગજબનો સંયોગ થયો છે. ટીમે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 95.5 ઓવર રમીને 337 રન બનાવ્યા હતા. હવે બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ટીમે 95.5 ઓવર રમીને 329 રન બનાવ્યા હતા. બંને મેચ ચેન્નાઈમાં જ થઈ હતી.

પ્રથમ વખત સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોવા માટે પહોંચી હતી નાની ફેન.
પ્રથમ વખત સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોવા માટે પહોંચી હતી નાની ફેન.

મેચ જોવા માટે એક નાની ફેન પણ પહોંચી હતી. તેણે એક પ્લે-કાર્ડ બતાવતાં કહ્યું કે આ તેના જીવનની પહેલી ટેસ્ટ છે. તે મેચ જોવા માટે પ્રથમ વખત સ્ટેડિયમ આવી છે. ચેન્નઇમાં મેચનું આયોજન કરવા બદલ તેમણે BCCI (ભારતીય ક્રિકેટ બોર્ડ) અને TNCA (તામિલનાડુ બોર્ડ)નો આભાર માન્યો હતો. ખરેખર, કોરોના વચ્ચે લોકડાઉન પછી પ્રથમ વખત દેશમાં ક્રિકેટ સ્ટેડિયમમાં 50% ચાહકોને એન્ટ્રી આપવામાં આવી છે.
મોઈન અલી 4 વિકેટ લીધી
ટીમ ઇન્ડિયા તરફથી રોહિત શર્માએ અત્યાર સુધીમાં 161 અને અજિંક્ય રહાણેએ 67 રનની ઈનિંગ્સ રમી છે. ઋષભ પંત 77 બોલમાં 58 રન બનાવીને અણનમ રહ્યો. ઇંગ્લેન્ડના મોઇન અલીએ 4 અને ઓલી સ્ટોને 3 વિકેટ લીધી હતી. જેક લીચને 2, જ્યારે જો રુટને 1 વિકેટ મળી.

પંતની સતત ચોથી ટેસ્ટમાં ફિફ્ટી
ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે સતત ચોથી ટેસ્ટમાં ફિફ્ટી ફટકારી છે. તેણે શ્રેણીની પહેલી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં 91 રનની ઇનિંગ્સ રમી હતી. આ પહેલા તેણે બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા સામે 89 અને સિડનીમાં 97 રન બનાવ્યા હતા.

પ્રથમ ઈનિંગ્સમાં 3 મોટા રેકોર્ડ બનાવ્યા

 • ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ ઈનિંગ્સમાં એક પણ વધારાનો રન બનાવ્યો ન હતો. આ ટેસ્ટ ઇતિહાસની ઇનિંગ્સનો સૌથી વધુ સ્કોર (329 રન) છે, જેમાં કોઈપણ એક્સ્ટ્રા રન નથી. આ રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે થઈ ગયો. આ પહેલા પાકિસ્તાને 1955માં લાહોર ટેસ્ટમાં 238 રન બનાવ્યા હતા, જેમાં ટીમ ઈન્ડિયાએ કોઈ વધારાનો રન આપ્યો ન હતો.
 • ભારતીય જમીન પર ત્રીજી વખત બંને ટીમોએ પ્રથમ ઇનિંગ્સમાં શૂન્ય પર પ્રથમ વિકેટ ગુમાવી છે. આ પહેલા 1988માં વેસ્ટ ઇન્ડીઝ સામે અને 1987માં પાકિસ્તાન સામે આવું થયું હતું.
 • ઇશાંત શર્મા ટેસ્ટ કારકિર્દીની શરૂઆતની 100 ટેસ્ટમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થનાર બીજો ખેલાડી બની ગયો છે. આ દરમિયાન તે 32 વાર ખાતું ખોલી શક્યો નથી. આ મામલામાં ન્યૂઝીલેન્ડનો ક્રિસ માર્ટિન ટોપ પર છે. તે 36 વખત શૂન્ય આઉટ થયો હતો. જ્યારે કર્ટની વોલ્શ 29, ગ્લેન મેકગ્રા 28, મુથૈયા મુરલીધરન 26 અને શેન વોર્ન 25 વખત શૂન્ય પર આઉટ થયો છે.

ગિલ ખાતું ખોલ્યા વિના આઉટ
શુભમન ગિલ શૂન્ય રને ઓલી સ્ટોનની બોલિંગમાં LBW થયો હતો. ભારતે શૂન્ય રને પ્રથમ વિકેટ ગુમાવી હતી, જોકે તે પછી રોહિત અને પૂજારાએ બાજી સંભાળી.

કોહલી 11મી વખત શૂન્ય પર આઉટ થયો
કોહલી કુલ 11મી વખત શૂન્ય પર આઉટ થયો હતો. તે ભારતમાં પ્રથમ વખત સતત 2 ઇનિંગ્સમાં ક્લીન બોલ્ડ થયો હતો. સ્ટોક્સે પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં કોહલીને 72 રનમાં બોલ્ડ થયો હતો. કોહલીએ ભારતમાં 63 ઇનિંગ્સ રમી છે. આમાં તે કુલ 4 વખત બોલ્ડ થયો છે.

રોહિત-રહાણે વચ્ચે 162 રનની ભાગીદારી
ટીમ ઇન્ડિયાએ 86 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રોહિત અને અજિંક્ય રહાણેએ ઇનિંગ સંભાળી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 162 રનની ભાગીદારી થઇ હતી. આ દરમિયાન રહાણેએ તેની કારકીર્દીની 23મી ફિફ્ટી બનાવી હતી.

ચેન્નાઈમાં રોહિતની પહેલી સદી
રોહિતે પણ ટેસ્ટ કારકિર્દીની 7મી સદી ફટકારી હતી. તેની છેલ્લી 9 મેચોમાં આ તેની ચોથી સદી હતી. રોહિતે ઓક્ટોબર, 2019માં દક્ષિણ આફ્રિકાની સામે છેલ્લી સદી રાંચીમાં ફટકારી હતી. રોહિતે કારકીર્દિની સાતેય સદી ભારતમાં જ બનાવી છે. ચેન્નઇમાં આ તેની પ્રથમ સદી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો