તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs England Oval Test LIVE Score Update; Shardul Thakur Virat Kohli | IND Vs ENG 4th Test Day 2 Latest News And Update

IND v/s ENG ટેસ્ટ 'DAY-2 સ્ટમ્પ્સ':બીજી ઈનિંગમાં ઈન્ડિયન ટીમનો સ્કોર 43/0, હજુ પણ 56 રનથી પાછળ; ઇંગ્લેન્ડની ટીમ 290 રનમાં ઓલઆઉટ

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની ચોથી મેચ લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાઈ રહી છે. DAY-2 સ્ટમ્પ્સ સુધી બીજી ઈનિંગમાં ઈન્ડિયન ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 43 રન કર્યા છે. અત્યારે રોહિત શર્મા અને કે.એલ.રાહુલ ક્રીઝ પર છે. જોકે ઈન્ડિયા હજુ 56 રનથી પાછળ છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો.....

ચોથી ટેસ્ટ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયા માત્ર 191 રન જ કરી શકી હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 290 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ચાલુ મેચમાં જસપ્રીત બુમરાહને પગની માંસપેશીઓ ખેંચાઈ ગઈ હતી.
ચાલુ મેચમાં જસપ્રીત બુમરાહને પગની માંસપેશીઓ ખેંચાઈ ગઈ હતી.

ઉમેશ યાદવે 150 વિકેટ પૂરી કરી
લગભગ 6 મહિના પછી પ્લેઇંગ-11માં સ્થાન મેળવ્યા બાદ ઉમેશ યાદવે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 150 વિકેટ પૂરી કરી લીધી છે. ઉમેશે આ ઉપલબ્ધિ 49મી મેચમાં મેળવી હતી. ટીમ ઈન્ડિયા માટે 150 વિકેટ લેનાર ઉમેશ યાદવ 16મો બોલર બની ગયો છે.

પહેલું સત્ર બંને ટીમ માટે મહત્ત્વપૂર્ણ રહેશે
ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે બંને ટીમ માટે પહેલું સેશન મહત્ત્વપૂર્ણ રહેશે. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમે DAY-1ના ત્રીજા સેશનમાં આક્રમક બોલિંગ કરીને કેપ્ટન રૂટ સહિત 3 વિકેટ લીધી હતી, જેને કારણે જો ટીમ ઈન્ડિયા પહેલા સેશનમાં પોઝિટિવ અને આક્રમક માઇન્ડ સેટ સાથે બોલિંગ કરશે તો ઇંગ્લિશ ટીમ પર વધારે દબાણ બનાવી શકશે. જોકે ઈન્ડિયન ટીમે પહેલી ઈનિંગમાં કંઈ ખાસ લક્ષ્ય ઇંગ્લેન્ડ સામે રાખ્યું નથી, પરંતુ એમ છતાં બુમરાહ અને યાદવ જેમ બને તેમ ઓછા રન આપી વિકેટ લેવા મેદાન પર ઊતરશે.

ઈન્ડિયન બેટ્સમેન્સે નિરાશ કર્યા
આની પહેલાં ઈન્ડિયન ટીમના ખેલાડી ફરી એકવાર ઇંગ્લિન્ડના સ્વિંગ બોલર્સ સામે ઘૂંટણિયે પડી ગયા હતા. રોહિત શર્મા (11 રન), કે.એલ.રાહુલ (17 રન), ચેતેશ્વર પૂજારા (4 રન), અજિંક્ય રહાણે (14 રન) અને રિષભ પંત (9 રન) ઓછા સ્કોરમાં પેવેલિયન ભેગા થયા હતા. એવામાં વિરાટ કોહલી અને શાર્દૂલ ઠાકુરની ફિફ્ટીએ ટીમ ઈન્ડિયાને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડના ક્રિસ વોક્સે 4, ઓલી રોબિન્સને 3 અને જેમ્સ એન્ડરસન અને ક્રેગ ઓવર્ટને 1-1 વિકેટ લીધી હતી.

પહેલો દિવસ, બંને ટીમની સેશન સમરી

સેશનઓવરરનવિકેટ
પહેલું સેશન25543
બીજું સેશન26683
ત્રીજું સેશન27.31227

જસપ્રીત બુમરાહ પાસે અનોખી સદી નોંધાવવાની તક
ઈન્ડિયન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પાસે પોતાની ટેસ્ટ કારકિર્દી દરમિયાન વિકેટ્સની સદી નોંધાવવાની તક રહેલી છે. તેણે અત્યારસુધી ટેસ્ટમાં કુલ 99 વિકેટ્સ લીધી છે. જો તે ચોથી મેચમાં 1 વિકેટ લેશે તો પોતાની કારકિર્દીની અનોખી વિકેટ્સની સદી નોંધાવશે.

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની ચોથી મેચ લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાઈ રહી છે, જ્યાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયા માત્ર 191 રન જ કરી શકી હતી, જેના જવાબમાં ઇંગ્લેન્ડે DAY-1 સ્ટમ્પ્સ સુધી 3 વિકેટના નુકસાને 53 રન કર્યા છે. જોકે ઇંગ્લિશ ટીમ હજુ પણ ઈન્ડિયાથી 138 રન પાછળ છે.

વેધર રિપોર્ટ
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટના પહેલા 3 દિવસ લંડનમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. જોકે એક્યુવેધરના રિપોર્ટ પ્રમાણે, ચોથા અને પાંચમા દિવસે અહીં ભારેથી હળવા વરસાદ પડવાની સંભાવના છે.

પિચ રિપોર્ટ
ઓવલની પિચ સામન્યરૂપે બેટિંગ માટે અનુકૂળ હોય છે. એવામાં ફાસ્ટ બોલર્સ માટે પણ આ પિચમાં છેલ્લા દિવસ સુધી થોડી ઘણી સ્વિંગ અને પેસ જોવા મળશે, જ્યારે સ્પિનર્સ ત્રીજા દિવસથી આ મેચમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

બંને ટીમની પ્લેઇંગ-11

  • ઈન્ડિયાઃ રોહિત શર્મા, કે.એલ.રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
  • ઇંગ્લેન્ડઃ રોરી બર્ન્સ, હસીબ હમીદ, ડેવિડ મલાન, ઓલી પોપ, જો રૂટ (કેપ્ટન), જોની બેયરસ્ટો (વિકેટકીપર), મોઇન અલી, ક્રિસ વોક્સ, ઓલી રોબિન્સન, ક્રેગ ઓવર્ટન, જેમ્સ એન્ડરસન.

મેચની જાણકારી, કેનિંગ્ટન ઓવલ ક્રિકેટ સ્ટેડિયમ; લંડન

ટોસઇંગ્લેન્ડ, પહેલા બોલિંગ પસંદ કરી હતી
સિરીઝઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ
સત્ર2021
મેચ નંબરટેસ્ટ નંબર. 2433
ગ્રાઉન્ડ ટાઇમ3.30 ગેમ શરૂ થશેલંચ- 5:30 - 5:40 PMટી બ્રેક- 7:40 - 8:00 PM(સમયમાં ફેરફાર થઈ શકે છે)
મેચ2,3,4,5,6 સપ્ટેમ્બર 2021
અમ્પાયર્સએલેક્સ વ્હોફરિચર્ડ ઇલિંગવર્થ
ટીવી અમ્પાયરમાઇકલ ગફ
રિઝર્વ અમ્પાયરમાઇક બર્ન્સ
મેચ રેફરીક્રિસ બ્રોડ
DAY-25 દિવસીય ટેસ્ટ મેચ
અન્ય સમાચારો પણ છે...