તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Sports
 • Cricket
 • India Vs England Oval Test LIVE Score Update; Rohit Sharma KL Rahul Virat Kohli | IND Vs ENG 4th Test Day 2 Latest News And Update

IND v/s ENG ટેસ્ટ 'DAY-3 સ્ટમ્પ્સ':ઈન્ડિયન ટીમનો સ્કોર 270/3, રોહિત-પુજારા વચ્ચે 153 રનની પાર્ટનરશિપ; 171 રનની લીડ

19 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની ચોથી મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાઈ રહી છે. જેના ત્રીજા દિવસે ઈન્ડિયન ટીમે 3 વિકેટના નુકસાને 270 રન કર્યા છે. અત્યારે રવીન્દ્ર જાડેજા 9* રન અને વિરાટ કોહલી 22* રન કરી ક્રીઝ પર છે. તેવામાં બીજી ઈનિંગમાં ઈન્ડિયન ટીમ હવે ઇંગ્લેન્ડથી 171 રનથી આગળ છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીંયા ક્લિક કરો.....

રોહિતે સિક્સ મારી સદી નોંધાવી, 127 રને પેવેલિયન ભેગો
રોહિતને ઓલી રોબિન્સને પેવેલિયન ભેગો કર્યો, તેણે 127 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. જેમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ હતો. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ સિક્સ મારીને પોતાની સદી પૂરી કરી હતી.

પુજારાએ પોતાની ટેસ્ટ કારકિર્દીની 31મી અર્ધસદી ફટકારી હતી. આની પહેલા રોહિત શર્માએ છગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી. આ રોહિત શર્માની વિદેશમાં પ્રથમ ટેસ્ટ સદી છે અને એકંદરે આઠમી સદી છે. રોહિતે ટેસ્ટમાં પોતાના 3,000 રન પણ પૂરા કર્યા છે.

પુજારાને ડાબા પગની ઘૂંટીમાં ઇજા પહોંચી
પુજારાએ ક્રેગ ઓવર્ટનના બોલ પર શાનદાર બાઉન્ડરી મારી હતી, પરંતુ જ્યારે તે બાઉન્ડરી ફટકાર્યા બાદ રન માટે દોડ્યો ત્યારે તેના ડાબા પગની ઘૂંટી અચાનક વળી ગઈ હતી. જેના કારણે પુજારાને અસહ્ય પીડા પણ થઈ હતી. ત્યારપછી તો તાત્કાલિક ફિઝિયો પણ મેદાનમાં આવી ગયા હતા અને પુજારાને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે ત્યારપછી તેણે આક્રમક બેટિંગ કરીને પોતાની ટેસ્ટ કારકિર્દીની 31મી અર્ધસદી પણ નોંધાવી હતી.

રોરી બર્ન્સે સ્લિપમાં રોહિત શર્માનો કેચ ડ્રોપ કર્યો.
રોરી બર્ન્સે સ્લિપમાં રોહિત શર્માનો કેચ ડ્રોપ કર્યો.
રોહિત શર્માના ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય રન
ક્રમવર્ષરનનો પડાવ પાર કર્યો
130 ઓક્ટોબર, 20131000
218 ઓક્ટોબર, 20153000
31 ઓક્ટોબર, 20175000
429 ઓક્ટોબર, 20187000
52 ઓક્ટોબર, 20199000
64 સપ્ટેમ્બર, 202111,000

રોહિત શર્માએ 30 ઓક્ટોબર 2013માં ઓપનર તરીકે 1 હજાર રનનો પડાવ પાર કર્યો હતો. હિટમેન શર્માએ ત્યારપછી પાછળ ફરીને જોયું નથી અને લિમિટેડ ઓવરની સાથે હવે ટેસ્ટમાં પણ ઈન્ડિયન ટીમને સારી શરૂઆત આપવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેવામાં રોહિત શર્માએ સપ્ટેમ્બર 4, 2021ના દિવસે ઓપનર તરીકે 11 હજાર રનનો પડાવ પાર કર્યો છે.

રોહિતે રેકોર્ડનો વરસાદ કર્યો
ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માએ પોતાની શાનદાર બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. રોહિતે પ્રથમ વખત ટેસ્ટ સિરીઝમાં 700થી વધુ બોલ રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ઉપરાંત, આ પ્રથમ વખત છે જ્યારે હિટમેને વિદેશમાં રમતી વખતે કોઈપણ ટેસ્ટ સિરીઝ દરમિયાન 300થી વધુ રન બનાવ્યા હોય.

 • આટલું જ નહીં રોહિત શર્મા ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11,000 રન બનાવનાર ભારતનો ચોથો ખેલાડી પણ બની ગયો છે.
 • રોહિત શર્માએ ઇનિંગના 80મા રન સાથે પોતાના અંગત 3000 ટેસ્ટ રન પણ પૂરા કર્યા હતા.
 • રોહિત ભારત માટે આ સિદ્ધિ મેળવનાર 23મો ખેલાડી બન્યો.
 • આની સાથે જ રોહિત શર્માએ ટેસ્ટમાં પોતાની આઠમી અને વિદેશમાં પોતાની પ્રથમ સદી પૂરી કરી હતી.

24મી ઓવરમાં રાહુલને મળ્યું જીવનદાન
23.4 ઓવરમાં ક્રિસ વોક્સે કે.એલ.રાહુલ સામે LBWની અપીલ કરી હતી, જેને અમ્પાયરે પણ આઉટ આપી દીધો હતો. તેવામાં રાહુલે DRS લઇને અમ્પાયરના નિર્ણયને પડકાર્યો હતો. જેમાં સ્પષ્ટપણે વોક્સનો બોલ સ્વિંગ થઈને લેગ સ્ટમ્પ મિસ કરતો નજરે પડ્યો હતો. જેથી ઓન ફિલ્ડ અમ્પાયરે નિર્ણય બદલીને રાહુલને નોટઆઉટ આપ્યો હતો.

રોહિત-રાહુલની જોડી પર જવાબદારી
ત્રીજા દિવસે ઈન્ડિયન ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વગર ઇંગ્લેન્ડે આપેલી લીડને પાર કરવાની રહેશે. અત્યારસુધી રોહિત-રાહુલ વચ્ચે શાનદાર 43 રનની પાર્ટનરશિપ નોંધાઈ છે અને આજે પહેલા સેશનમાં આ જોડી યજમાન ટીમના બોલર્સ સામે દબાણ બનાવવાના ગેમ પ્લાનથી મેદાનમાં ઉતરશે. જો ઈન્ડિયન ટીમ 99 રનની લીડ પાર કર્યા ઉપરાંત વધુ 250થી વધુ રન કરે તો ગેમમાં ઇંગ્લિશ ટીમને બેકફુટ પર ધકેલી શકે છે.

ઉમેશ યાદવે 150 વિકેટ પૂરી કરી
લગભગ 6 મહિના પછી પ્લેઇંગ-11માં સ્થાન મેળવ્યા બાદ ઉમેશ યાદવે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 150 વિકેટ પૂરી કરી લીધી છે. ઉમેશે આ ઉપલબ્ધિ 49મી મેચમાં મેળવી હતી. ટીમ ઈન્ડિયા માટે 150 વિકેટ લેનાર ઉમેશ યાદવ 16મો બોલર બની ગયો છે.

વેધર રિપોર્ટ
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટના પહેલા 3 દિવસ લંડનમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. જોકે એક્યુવેધરના રિપોર્ટ પ્રમાણે, ચોથા અને પાંચમા દિવસે અહીં ભારેથી હળવા વરસાદ પડવાની સંભાવના છે.

પિચ રિપોર્ટ
ઓવલની પિચ સામન્યરૂપે બેટિંગ માટે અનુકૂળ હોય છે. એવામાં ફાસ્ટ બોલર્સ માટે પણ આ પિચમાં છેલ્લા દિવસ સુધી થોડી ઘણી સ્વિંગ અને પેસ જોવા મળશે, જ્યારે સ્પિનર્સ ત્રીજા દિવસથી આ મેચમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

બંને ટીમની પ્લેઇંગ-11

 • ઈન્ડિયાઃ રોહિત શર્મા, કે.એલ.રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
 • ઇંગ્લેન્ડઃ રોરી બર્ન્સ, હસીબ હમીદ, ડેવિડ મલાન, ઓલી પોપ, જો રૂટ (કેપ્ટન), જોની બેયરસ્ટો (વિકેટકીપર), મોઇન અલી, ક્રિસ વોક્સ, ઓલી રોબિન્સન, ક્રેગ ઓવર્ટન, જેમ્સ એન્ડરસન.

મેચની જાણકારી, કેનિંગ્ટન ઓવલ ક્રિકેટ સ્ટેડિયમ; લંડન

ટોસઇંગ્લેન્ડ, પહેલા બોલિંગ પસંદ કરી હતી
સિરીઝઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડ
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ
સત્ર2021
મેચ નંબરટેસ્ટ નંબર. 2433
ગ્રાઉન્ડ ટાઇમ3.30 ગેમ શરૂ થશે
લંચ- 5:30 - 5:40 PM
ટી બ્રેક- 7:40 - 8:00 PM
(સમયમાં ફેરફાર થઈ શકે છે)
મેચ2,3,4,5,6 સપ્ટેમ્બર 2021
અમ્પાયર્સએલેક્સ વ્હોફ
રિચર્ડ ઇલિંગવર્થ
ટીવી અમ્પાયરમાઇકલ ગફ
રિઝર્વ અમ્પાયરમાઇક બર્ન્સ
મેચ રેફરીક્રિસ બ્રોડ
DAY-35 દિવસીય ટેસ્ટ મેચ
અન્ય સમાચારો પણ છે...