તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs England Oval Test LIVE Score Update; Ravindra Jadeja Virat Kohli Rishabh Pant | IND Vs ENG 4th Test Day 4 Latest News And Update

IND vs ENG ટેસ્ટ 'DAY-4 સ્ટમ્પ્સ':બીજી ઈનિંગમાં ઇંગ્લેન્ડનો સ્કોર 77/0, પાંચમા દિવસે જીતવા માટે 291 રનની જરૂર; ઈન્ડિયાએ 22 મહિના પછી 400+ રન કર્યા

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેડ કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટિવ, સપોર્ટ સ્ટાફ મેમ્બર સાથે આઇસોલેટ કરાયા

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની ચોથી મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાઈ રહી છે. ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે જીતવા માટે 368 રનનો ટાર્ગેટ રાખ્યો છે. ઈન્ડિયન ટીમ બીજી ઈનિંગમાં 466 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે DAY-4 સ્ટમ્પ્સ સુધી બીજી ઈનિંગમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 77 રન કર્યા છે. અત્યારે ઓપનર હસીબ હમીદ અને રોરી બર્ન્સ ક્રીઝ પર છે. ઈન્ડિયાએ નવેમ્બર-2019 પછી પહેલીવાર ટેસ્ટ ક્રિકેટમાં 400થી વધુ રનનો સ્કોર કર્યો છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો......

ઈન્ડિયન હેડ કોચ રવિ શાસ્ત્રીનો લેટરલ ફ્લો ટેસ્ટ ગઈકાલે શનિવારે સાંજે પોઝિટિવ આવ્યા બાદ BCCI મેડિકલ ટીમે હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ બી અરુણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને ફિઝિયોથેરાપિસ્ટ નીતિન પટેલને સાવચેતીના પગલે આઇસોલેટ કર્યા છે. જોકે તેમ છતા ચોથી ટેસ્ટ મેચને સ્થગિત કરાઈ નથી.

DAY-4, ફર્સ્ટ સેશન
ઓવર

રન

વિકેટરન-રેટ
265932.27

કેપ્ટન કોહલીને મોઇન અલીએ પેવેલિયન ભેગો કર્યો
મોઇન અલીએ ઈન્ડિયન ટીમના કેપ્ટન વિરાટ કોહલીને 44 રનના અંગત સ્કોર પર પેવેલિયન ભેગો કર્યો હતો. કેપ્ટન કોહલીને ગુડ લેન્થ અને ઓફ સ્ટમ્પ લાઇનના બોલ પર ફસાવ્યો હતો. એટલું જ નહીં મોઇન અલીએ ટેસ્ટ ફોર્મેટમાં છઠ્ઠીવાર વિરાટ કોહલીને આઉટ કર્યો છે.

  • વિરાટ કોહલીએ 30મો રન કર્યાની સાથે જ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પૂરા કર્યા છે. આ વિરાટની 128મી ફર્સ્ટ ક્લાસ મેચ છે.
  • એટલું જ નહીં વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડમાં 1 હજાર ટેસ્ટ રન પણ પૂરા કરી લીધા છે.

ચોથા દિવસે ઈન્ડિયન ટીમને 2 સેશન રમવા પડશે
અત્યારે ટીમ ઈન્ડિયા પાસે 171 રનની મહત્ત્વપૂર્ણ લીડ મેળવી લીધી છે. ચોથા દિવસે ઈન્ડિયન ટીમ ઓછામાં ઓછા 250 રન કે તેથી વધુનો લક્ષ્ચાંક ઇંગ્લેન્ડને આપવા માટે મેદાનમાં ઉતરશે. જોકે ઈન્ડિયન ટીમ લીડ્સમાં પણ 3 વિકેટના નુકસાને 215 રનના સ્કોર પર મેદાનમાં આવી હતી. પરંતુ તે 1 સેશન પણ ટકી શકી નહીં જેના કારણે ટીમને 1 ઈનિંગથી હારનો સામનો કરવો પડ્યો હતો.

રો-હિટમેને લીધો સહેવાગનો વારસો
ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ચોથી ટેસ્ટ મેચમાં સદી નોંધાવીને અવનવા રેકોર્ડ બનાવ્યા છે. તેવામાં હિટમેને વિદેશમાં ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પહેલી સદી સિક્સ મારીને નોંધાવી હતી. આ રોહિતની ટેસ્ટ કારકિર્દીની 8મી સદી હતી. તેની સદી માર્યાની ગણતરીની મિનિટોમાં સોશિયલ મીડિયામાં વિરેન્દ્ર સહેવાગ (નજબગઢ કા નવાબ) ટ્રેન્ડ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં હિટમનને તેની પત્ની રિતિકા સહિત વિરાટ કોહલીએ સ્ટેન્ડિંગ ઓવેશન સાથે અભિનંદન પાઠવ્યા હતા.

થર્ડ અમ્પાયર્સનો શંકાસ્પદ નિર્ણય
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે કેનિંગ્ટન ઓવલમાં ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેની બીજી ઈનિંગમાં થર્ડ અમ્પાયર દ્વારા કે.એલ.રાહુલને કોટ બિહાઇન્ડ આઉટ પાતા વિવાદ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે રાહુલ અને રોહિત વચ્ચે 83 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાઇ હતી. તેવામાં રાહુલ વિરૂદ્ધ કોટ બિહાન્ડની અપીલ કરવામાં આવી હતી, જેને ઓન ફિલ્ડ અમ્પાયરે પણ નકારીને તેને નોટઆઉટ જાહેર કર્યો હતો. પરંતુ ઇંગ્લેન્ડની ટીમે રિવ્યૂ લીધો અને જેમાં થર્ડ અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. ગ્રાઉન્ડ પર કોઇને આઉટ સાઇડ એડ્જનો અવાજ આવ્યો ન હોવાથી આ સમગ્ર ઘટના બાદ રાહુલ સહિત ઓન ફિલ્ડ અમ્પાયર પણ અસમંજસમાં મૂકાયા હતા.

રોહિત શર્માના ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય રન

ક્રમવર્ષરનનો પડાવ પાર કર્યો
130 ઓક્ટોબર, 20131000
218 ઓક્ટોબર, 20153000
31 ઓક્ટોબર, 20175000
429 ઓક્ટોબર, 20187000
52 ઓક્ટોબર, 20199000
64 સપ્ટેમ્બર, 202111,000

રોહિત શર્માએ 30 ઓક્ટોબર 2013માં ઓપનર તરીકે 1 હજાર રનનો પડાવ પાર કર્યો હતો. હિટમેન શર્માએ ત્યારપછી પાછળ ફરીને જોયું નથી અને લિમિટેડ ઓવરની સાથે હવે ટેસ્ટમાં પણ ઈન્ડિયન ટીમને સારી શરૂઆત આપવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેવામાં રોહિત શર્માએ સપ્ટેમ્બર 4, 2021ના દિવસે ઓપનર તરીકે 11 હજાર રનનો પડાવ પાર કર્યો છે.

વેધર રિપોર્ટ
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટના પહેલા 3 દિવસ લંડનમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. જોકે એક્યુવેધરના રિપોર્ટ પ્રમાણે, ચોથા અને પાંચમા દિવસે અહીં ભારેથી હળવા વરસાદ પડવાની સંભાવના છે.

પિચ રિપોર્ટ
ઓવલની પિચ સામન્યરૂપે બેટિંગ માટે અનુકૂળ હોય છે. એવામાં ફાસ્ટ બોલર્સ માટે પણ આ પિચમાં છેલ્લા દિવસ સુધી થોડી ઘણી સ્વિંગ અને પેસ જોવા મળશે, જ્યારે સ્પિનર્સ ત્રીજા દિવસથી આ મેચમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

બંને ટીમની પ્લેઇંગ-11

  • ઈન્ડિયાઃ રોહિત શર્મા, કે.એલ.રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
  • ઇંગ્લેન્ડઃ રોરી બર્ન્સ, હસીબ હમીદ, ડેવિડ મલાન, ઓલી પોપ, જો રૂટ (કેપ્ટન), જોની બેયરસ્ટો (વિકેટકીપર), મોઇન અલી, ક્રિસ વોક્સ, ઓલી રોબિન્સન, ક્રેગ ઓવર્ટન, જેમ્સ એન્ડરસન.

મેચની જાણકારી, કેનિંગ્ટન ઓવલ ક્રિકેટ સ્ટેડિયમ; લંડન

ટોસઇંગ્લેન્ડ, પહેલા બોલિંગ પસંદ કરી હતી
સિરીઝઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડ
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ
સત્ર2021
મેચ નંબરટેસ્ટ નંબર. 2433
ગ્રાઉન્ડ ટાઇમ

3.30 ગેમ શરૂ થશે
લંચ- 5:30 - 5:40 PM
ટી બ્રેક- 7:40 - 8:00 PM
(સમયમાં ફેરફાર થઈ શકે છે)

મેચ2,3,4,5,6 સપ્ટેમ્બર 2021
અમ્પાયર્સએલેક્સ વ્હોફરિચર્ડ ઇલિંગવર્થ
ટીવી અમ્પાયરમાઇકલ ગફ
રિઝર્વ અમ્પાયરમાઇક બર્ન્સ
મેચ રેફરીક્રિસ બ્રોડ
DAY-35 દિવસીય ટેસ્ટ મેચ
અન્ય સમાચારો પણ છે...