તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs England Oval Test LIVE Score Update; Ravindra Jadeja Jasprit Bumrah Virat Kohli | IND Vs ENG 4th Test Day 5 Latest News And Update

બાઝીગર ટીમ ઈન્ડિયા:લીડ્સમાં ખરાબ રીતે હારેલી વિરાટ સેનાએ 50 વર્ષ પછી ઓવલમાં ઇંગ્લેન્ડને 157 રને હરાવ્યું, 5 ટેસ્ટની સિરીઝમાં 2-1ની અજેય લીડ

16 દિવસ પહેલા
  • ચોથી ટેસ્ટ મેચમાં વળતો પ્રહાર કરી ઈન્ડિયાએ છેલ્લા દિવસે કરી કમાલ, 120 રનમાં ઇંગ્લેન્ડની દસેય વિકેટ પાડી
  • બોલર્સનું જબરદસ્ત પરફોર્મન્સ: ઉમેશે 3 અને બુમરાહ-જાડેજા-શાર્દૂલે 2-2 વિકેટ ઝડપી

લીડ્સમાં 1 ઈનિંગ અને 76 રનથી હારનો સામનો કરનારી ટીમ ઈન્ડિયાએ ઓવલના મેદાનમાં બાઝીગરની જેમ પલટવાર કરી ઇંગ્લેન્ડને ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં 157 રને હરાવ્યું છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 368 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં જો રૂટની ટીમ 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ઈન્ડિયન ટીમે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1થી અજેય લીડ મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે હવે અહીંથી ઈન્ડિયા સિરીઝ હારી શકશે નહીં. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો.....

વિનિંગ વિકેટ

ચોથી ટેસ્ટ મેચમાં વળતો પ્રહાર કરી ઈન્ડિયાએ છેલ્લા દિવસે કમાલ કરી હતી. ઈન્ડિયન બોલર્સે 120 રનમાં ઇંગ્લેન્ડની દસેય વિકેટ પાડીને મેચને 157 રનથી જીતી લીધી હતી.

  • બોલર્સનું જબરદસ્ત પરફોર્મન્સ: ઉમેશે 3 અને બુમરાહ-જાડેજા-શાર્દૂલે 2-2 વિકેટ ઝડપી

ટીમ ઈન્ડિયાએ ઓવલમાં છેલ્લા 50 વર્ષ પછી ટેસ્ટ મેચ જીતી
કેનિંગ્ટન ઓવલના મેદાન પર ઈન્ડિયન ટીમનો ટ્રેક રેકોર્ડ છેલ્લા 50 વર્ષોમાં સારો રહ્યો નહતો. ઈન્ડિયન ટીમ આ મેદાન પર કુલ 13 ટેસ્ટ રમી ચૂકી હતી અને તેમાંથી માત્ર એક જ જીતી શકી હતી. પરંતુ વિરાટ સેનાએ લીડ્સમાં કારમી હારનો સામનો કર્યા પછી ઓવલ ખાતે 157 રનથી ઐતિહાસિક જીત દાખવી છે.

ઉલ્લેખનીય છે કે આની પહેલા ઈન્ડિયન ટીમે 50 વર્ષ પહેલા 1971માં અજીત વાડેકરની કેપ્ટનશિપ હેઠળ મેચ જીતી હતી.

82મી ઓવરમાં રહાણેએ કેચ છોડ્યો
81.4માં અજિંક્ય રહાણેએ જસપ્રીત બુમરાહની ઓવરમાં ઓવર્ટનનો કેચ છોડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમ અત્યારે જીતથી ગણતરીની વિકેટ દૂર છે ત્યારે આવી ભૂલ કરવી ભારે પણ પડી શકે છે.

બુમરાહે 100 વિકેટ પૂરી કરી
જસપ્રિત બુમરાહ ઈન્ડિયા માટે સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બની ગયો છે. બુમરાહે આ રેકોર્ડ માત્ર 24 મેચમાં બનાવ્યો હતો. તેના પહેલા ઈન્ડિયા માટે સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ ફાસ્ટ બોલર કપિલ દેવ (25 ઈનિંગમાં)ના નામે નોંધાયો હતો. કપિલ પછી ઈરફાન પઠાણ (28), મોહમ્મદ શમી (29) અને જવાગલ શ્રીનાથ (30)ના નામ આવે છે.

બુમરાહે આ રેકોર્ડ ઓલી પોપ (2) ને આઉટ કરીને બનાવ્યો હતો. પોપની વિકેટ બાદ તેણે પોતાની બીજી ઓવરમાં જ જોની બેયરસ્ટો (0)ને ક્લીન બોલ્ડ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી હતી.

48મી ઓવરમાં સિરાજે હમીદનો કેચ ડ્રોપ કર્યો
47.5 ઓવરમાં મોહમ્મદ સિરાજે હસીબ હમીદનો કેચ ડ્રોપ કર્યો હતો. હમીદે જાડેજાની ઓવરમાં સ્ટ્રેઇટ શોટ માર્યો હતો, જેનો કેચ મીડ ઓન પર ફિલ્ડીંગ કરી રહેલા સિરાજ પાસે ગયો હતો. પરંતુ સિરાજે 55 રન પર રમી રહેલા હમીદનો કેચ ડ્રોપ કર્યો હતો. તેવામાં હવે મેચના છેલ્લા દિવસે ઈન્ડિયન ટીમને આ કેચ કેટલો મોંઘો પડશે એ તો સમય જ બતાવશે.

ઓવલમાં 1963મા થયો હતો સફળ રન ચેઝ
ઓવલના મેદાનમાં છેલ્લી વાર સફળ રન ચેઝ 1902માં થયો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે 263 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ઇંગ્લેન્ડે 9 વિકેટના નુકસાને ચેઝ કરી લીધો હતો. ત્યારપછી 1963માં વેસ્ટઇન્ડિઝે ઇંગ્લેન્ડ સામે 253 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેને યજમાન ટીમે માત્ર 2 વિકેટના નુકસાને ચેઝ કરી લીધો હતો.

પિચ રિપોર્ટ
ઓવલની પિચ સામન્યરૂપે બેટિંગ માટે અનુકૂળ હોય છે. એવામાં ફાસ્ટ બોલર્સ માટે પણ આ પિચમાં છેલ્લા દિવસ સુધી થોડી ઘણી સ્વિંગ અને પેસ જોવા મળશે, જ્યારે સ્પિનર્સ ત્રીજા દિવસથી આ મેચમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

બંને ટીમની પ્લેઇંગ-11

  • ઈન્ડિયાઃ રોહિત શર્મા, કે.એલ.રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
  • ઇંગ્લેન્ડઃ રોરી બર્ન્સ, હસીબ હમીદ, ડેવિડ મલાન, ઓલી પોપ, જો રૂટ (કેપ્ટન), જોની બેયરસ્ટો (વિકેટકીપર), મોઇન અલી, ક્રિસ વોક્સ, ઓલી રોબિન્સન, ક્રેગ ઓવર્ટન, જેમ્સ એન્ડરસન.

મેચની જાણકારી, કેનિંગ્ટન ઓવલ ક્રિકેટ સ્ટેડિયમ; લંડન

ટોસઇંગ્લેન્ડ, પહેલા બોલિંગ પસંદ કરી હતી
સિરીઝઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડ
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ
સત્ર2021
મેચ નંબરટેસ્ટ નંબર. 2433
ગ્રાઉન્ડ ટાઇમ

3.30 ગેમ શરૂ થઈ હતી
લંચ- 5:30 - 5:40 PM
ટી બ્રેક- 7:40 - 8:00 PM
(સમયમાં ફેરફાર થઈ શકે છે)

મેચ2,3,4,5,6 સપ્ટેમ્બર 2021
અમ્પાયર્સએલેક્સ વ્હોફ
રિચર્ડ ઇલિંગવર્થ
ટીવી અમ્પાયરમાઇકલ ગફ
રિઝર્વ અમ્પાયરમાઇક બર્ન્સ
મેચ રેફરીક્રિસ બ્રોડ
DAY-55 દિવસીય ટેસ્ટ મેચ
અન્ય સમાચારો પણ છે...