તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • India Vs England ODI Series Betting (Satta) In Pune Pimpri Chinchwad; 33 Arrested By Police

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IND-ENG મેચ પર સટ્ટો:પુણે સ્ટેડિયમની બહાર દૂરબીનથી મેચને નિહાળી સટ્ટો લગાવતા 33 લોકો ઝડપાયા; 4 કેમેરા અને 74 મોબાઈલ સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કમિશ્નર કૃષ્ણા પ્રકાશે જણાવ્યું હતું કે આ સટ્ટામાં દેશ-વિદેશથી લોકો સંડોવાયેલા છે, તેથી જ આવનારા દીવસોમાં વધુ કેટલાક લોકોની ધરપકજડ થઈ શકે છે. - Divya Bhaskar
કમિશ્નર કૃષ્ણા પ્રકાશે જણાવ્યું હતું કે આ સટ્ટામાં દેશ-વિદેશથી લોકો સંડોવાયેલા છે, તેથી જ આવનારા દીવસોમાં વધુ કેટલાક લોકોની ધરપકજડ થઈ શકે છે.
  • એક જ બિલ્ડિંગ પરથી વધુ લોકો મેચ જોતા સ્થાનિકોને શંકા ઊપજી હતી
  • આસપાસના લોકોએ પોલીસને જાણ કરી, બિલ્ડિંગમાંથી 24 લોકોની ધરપકડ કરાઈ હતી
  • બીજા આરોપીઓને પોલીસે 5 સ્ટાર હોટલમાંથી પકડ્યા, કુલ 45 લાખનો મુદ્દામાલ કબજે

પુણેમાં પોલીસે ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે શુક્રવારે રમાયેલી બીજી વન-ડે મેચ દરમિયાન સટ્ટો રમતા 33 લોકોની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ દૂરબીન વડે મેચ પર નજર રાખી રહ્યા હતા. તે જ સમયે પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. સટ્ટો લગાવી રહેલા આરોપીઓ ભારત અને ઈંગ્લેન્ડની મેચ જોવા માટે પુણે આવ્યા હતા, પરંતુ કોરોના મહામારીના પગલે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને સ્ટેડિયમમાં દર્શકોની એન્ટ્રી પર રોક લગાવી હતી. સટ્ટો રમનારાઓના તાર વિદેશ સૂધી જોડાયા હોવાનું પોલીસનું અનુમાન. પોલીસે કુલ 45 લાખનો માલ કબજે કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટેડિયમ નજીકની બિલ્ડિંગ પરથી નજર રાખતા હતા
પિંપરી ચિંચવડના કમિશ્નર કૃષ્ણ પ્રકાશે જણાવ્યું હતું કે આરોપીઓ MCA સ્ટેડિયમ નજીક આવેલી એક ઊંચી બિલ્ડિંગ પરથી દૂરબીનનો ઉપયોગ કરીને નજર રાખી રહ્યા હતા. સ્થાનિકો પણ એક સાથે આટલા બધા લોકોને એક જ બિલ્ડિંગ પરથી દૂરબીન વડે મેચ નિહાળતા જોઈને અસમંજસમાં મૂકાયા હતા. તેઓને દાળમાં કઈક કાળૂ છે તેમ લાગતા 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. ગણતરીના સમયમાંજ પોલીસની એક ટીમે બિલ્ડિંગમાં દરોડો પાડીને 24 લોકોની ધરપકડ કરી હતી.

કૃષ્ણ પ્રકાશે કહ્યું હતું કે આરોપીઓ પાસેથી 74 મોબાઈલ ફોન, 3 લેપટોપ, 1 ટેબલેટ, 4 દૂરબીન, 4 સ્ટિલ કેમેરા, 1 સ્પીકર, 1.26 લાખ રૂપિયા અને 28 હજાર 800 રૂપિયાની વિદેશી મુદ્રાઓ સહિત કુલ 45 લાખ રૂપિયોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમની પાસેથી એક ઈન્ડિવર ગાડી પણ મળી હતી.

આ કાળી કરતૂત પહાડી અને 5 સ્ટાર હોટલમાંથી ચાલાવવામાં આવતી
પોલીસે જપ્ત કરેલા ઓરોપીની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે કેટલાક આરોપીઓ સ્ટેડિયમની બહાર એક નાની પહાડ જેવી ટેકરી પરથી તો બીજા સાથીદારો 5 સ્ટાર હોટલમાંથી આ સટ્ટાની ગેમ ચલાવી રહ્યા હતા. ત્યારપછી પોલીસે બન્ને જગ્યાએ દરોડા પાડીને કુલ 33 લોકોની ધરપકડ કરી હતી.

આરોપીઓ પાસેથી કીમતી સામાન, રોકડ રકમની સાથે એક ગાડી પણ કબજે કરાઈ છે
આરોપીઓ પાસેથી કીમતી સામાન, રોકડ રકમની સાથે એક ગાડી પણ કબજે કરાઈ છે

બીજા આરોપીઓની પણ ધરપકડ થઈ શકે છે
તમામ આરોપીઓ ઉપર પોલીસે IPCની ધારા 353, 332, 269, 188ના અંતર્ગત કેસ દાખલ કરીને આગળ તપાસ આદરી છે. કૃષ્ણા પ્રકાશના જણાવ્યા અનુસાર આ ઘટનામાં સંડોવાયેલા લોકોના તાર દૂર દેશ-વિદેશ સાથે જોડાયેલા છે. જેના કારણે ઉંડાણ પૂર્વક તપાસ કરતા અન્ય આરોપીઓ પણ પોલીસના સકંજામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો