તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs England | 'Jarvo 69' Was Also Seen At Kennington Oval, He Side Linned Umesh; Also Pushed Bairstow

જાર્વો-69 સામે કડક પગલાં ભરાયા:ઓવલમાં ઉમેશને સાઇડ લાઇન કરી બોલ નાંખવા આવેલા ફેનની ધરપકડ; જાર્વોએ જોની બેયરસ્ટોને ધક્કો પણ માર્યો હતો

16 દિવસ પહેલા

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટની સિરીઝ દરમિયાન મેદાનમાં વારંવાર ધસી આવતા જાર્વોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તે લોર્ડ્સ, હેડિંગ્લે પછી હવે ઓવલમાં પણ મેદાનમાં દોડી આવ્યો હતો.

કેનિંગ્ટન ઓવલમાં ચોથી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગ દરમિયાન ઈન્ડિયન ટીમનો ક્રેઝી ફેન 'જાર્વો-69' અચાનક બોલિંગ કરવા મેદાનમાં ધસી આવ્યો હતો. એટલું જ નહીં તે બોલિંગ એક્શન કરતા-કરતા પોપિંગ ક્રીઝ સુધી આવી પહોંચ્યો હતો, જ્યાં જાર્વોએ ઇંગ્લેન્ડના બેટ્સમેન જોની બોયરસ્ટોને ધક્કો પણ માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

જાર્વો-69 સાઉથ લંડન પોલીસની કસ્ટડીમાં
સિક્યુરિટીએ તેને મેદાનથી દૂર લઈ જવા માટે મેદાનમાં આમ-તેમ દોડવું પડ્યું હતું. જોકે ત્યારપછી અધિકારીઓએ તેને પકડી લીધો હતો અને ઓવલમાં ખેલાડીઓની સુરક્ષાના મુદ્દાને ટાંકીને તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા અપીલ કરી હતી. તે હાલમાં સાઉથ લંડન પોલીસની કસ્ટડીમાં છે અને હવે તેની સામે કડક પગલાં ભરવામાં આવશે.

બીજા દિવસે 34મી ઓવરમાં જાર્વોનો જાદુ
સીરીઝમાં આકર્ષણનું કેન્દ્ર બનેલો જાર્વો ફરી એકવાર મેદાન પર જોવા મળ્યો હતો. ઓવલની મેચ પહેલા તે નોટિંઘમ, લોર્ડ્સ અને લીડ્સની ત્રણેય મેચ દરમિયાન મેદાનમાં અવાર-નવાર જોવા મળ્યો હતો. તેવામાં ઈન્ડિયન ટીમની બોલિંગ દરમિયાન પહેલી ઈનિંગની 34મી ઓવરમાં જાર્વોએ બોલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું.

ઉમેશ યાદવ 34મી ઓવરનો ત્રીજો બોલ નાંખે તે પહેલા જાર્વો અચાનક મેદાનમાં આવીને બોલિંગ કરવા લાગ્યો હતો. એટલું જ નહીં તેણે પોપિંગ ક્રીઝ સુધી પહોંચતા પહેલા ઓલી પોપને ધક્કો પણ માર્યો હતો.

હેડિંગ્લેમાં તો જાર્વો 69 સામે કડક પગલાં ભરાશે
ચાલુ મેચમાં બેથી ત્રણ વાર અવરોધ સર્જનાર યૂટ્યૂબર જાર્વો સામે યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે કડક પગલાં ભર્યા છે. ક્લબના પ્રવક્તાએ કહ્યું હતું કે ડેનિયલ જાર્વિસ (જાર્વો 69)ને સામે આજીવન પ્રતિબંધ લાદવામાં આવશે, એટલું જ નહીં તેની આવી પ્રતિક્રિયાના પરિણામે ખેલાડીઓની સરુક્ષાનો મુદ્દો પણ ગંભીર બની જવા પામ્યો છે. જેથી જાર્વોએ દંડ પેઠે મોટી રકમ પણ ચૂકવવી પડશે.

તેવામાં ઉલ્લેખનીય છે કે કેનિંગ્ટન ઓવલ ખાતે રમાઈ રહેલી મેચમાં પણ અવરોધ સર્જનાર યૂટ્યૂબર જાર્વો સામે કડક પગલાં ભરાઈ શકે છે.

હવે દર્શકો પણ જાર્વોથી કંટાળી ગયા
જાર્વોએ લોર્ડ્સ અને હેડિંગ્લે ટેસ્ટ દરમિયાન ગ્રાઉન્ડમાં ધમાલ કર્યા પછી ઘણા ઈન્ડિયન ફેન્સ તેને ફોલો કરવા લાગ્યા છે. જોકે ઓવલમાં તેની એન્ટ્રી પછી હવે ફેન્સ તેના આવા વર્તન સામે ગુસ્સે થઈ ગયા છે. કેટલાક યુઝર્સે કહ્યું કે જાર્વો હવે તે હદ કરી દીધી છે. આવું કરવાનું બંધ કરી દે.

લોર્ડ્સ ટેસ્ટમાં પણ જાર્વો મેદાનમાં ફિલ્ડીંગ કરવા પહોંચ્યો
લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે પણ તે ઈન્ડિયન ટીમનો પ્લેયર હોય તેમ મેદાનમાં આવીને ફિલ્ડીંગ કરવા લાગ્યો હતો. એટલું જ નહીં તેણે તો રવિન્દ્ર જાડેજાને એમ પણ પૂછ્યું હતું કે તું કયા એન્ડથી બોલિંગ કરવાનો છે? તેની આ પ્રમાણેની પ્રતિક્રિયા જોઇને મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજા પણ હસવા લાગ્યા હતા. લોર્ડ્સના મેદાનમાં તે ઈન્ડિયન ટીમની ટી શર્ટ પહેરીને આવ્યો હતો, જેની પાછળ તેનું નામ પણ લખ્યું હતું.

ખેલાડીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો
જાર્વોની આ પ્રમાણેની પ્રતિક્રિયાઓથી ખેલાડીઓની સુરક્ષાઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં અત્યારે કોરોના મહામારી દરમિયાન ખેલાડીઓ સતત બાયોબબલમાં રહેતા હોય છે, જેથી જો ફેન્સ આ પ્રમાણે સુરક્ષાને તોડીને ખેલાડીઓને હેરાન કરવા મેદાનમાં ધસી આવે તો સંક્રમણ ફેલાવાનો પ્રશ્ન પણ ઊભો થઈ શકે છે.

જોકે હજુ સુધી કોઇએ ઈન્ડિયન ટીમના આ બ્રિટિશ પ્રશંસક સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી, પરંતુ યોર્કશાયર કાઉન્ટીના હેડિંગ્લેમાં તેના પ્રવેશ પર આજીવન પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

કોણ છે આ જાર્વો 69?
તેના સોશિયલ મીડિયાના અકાઉન્ટમાં દર્શાવ્યા પ્રમાણે જાર્વોનું મૂળ નામ ડેનિયલ જાર્વિસ છે, જે એક કોમેડિયન, ફિલ્મ-મેકર અને પ્રેન્કસ્ટર છે. તેને પોતાની એક યૂટ્યૂબ ચેનલ પણ છે, જેમાં અવાર-નવાર જાર્વો પ્રેન્કની સાથે વિવિધ પ્રકારના વીડિયોઝ અપલોડ કરતો રહે છે.

અન્ય સમાચારો પણ છે...