તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેન્નાઈમાં પ્રથમ ટેસ્ટનો પહેલો દિવસ:જો રૂટે પોતાની 100મી ટેસ્ટમાં સેન્ચુરી મારી, આ સિદ્ધિ મેળવનાર વર્લ્ડનો નવમો ખેલાડી બન્યો; પ્રથમ દિવસના અંતે ઇંગ્લેન્ડ 263/3

20 દિવસ પહેલા
  • જો રૂટ પોતાની 98, 99 અને 100મી ટેસ્ટમાં ફિફટી મારનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર બન્યો છે

ઇંગ્લેન્ડે ભારત સામે ચાર ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે પ્રથમ દિવસના અંતે 3 વિકેટે 263 રન કર્યા છે. જો રૂટ 128 રને અણનમ છે. રૂટે પોતાની 100મી ટેસ્ટમાં સેન્ચુરી મારી, તે આ સિદ્ધિ મેળવનાર વર્લ્ડનો નવમો ખેલાડી બન્યો છે. આ તેના ટેસ્ટ કરિયરની 20મી સદી છે. ભારત માટે જસપ્રીત બુમરાહે 2 અને રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ લીધી છે. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

ભારત સામે ભારતમાં 9 વર્ષે 200 રનની ભાગીદારી
જો રૂટ અને ડોમિનિક સિબલેએ ત્રીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી. 9 વર્ષે ભારત સામે ભારતમાં 200 રનની ભાગીદારી કરી છે. છેલ્લે 2012માં જોનાથન ટ્રોટ અને ઇયાન બેલે નાગપુરમાં 208 રનની ભાગીદારી કરી હતી. તે રૂટની ડેબ્યુ ટેસ્ટ હતી. ડોમિનિક સિબલેએ કરિયરની ચોથી ફિફટી ફટકારતાં 286 બોલમાં 12 ફોરની મદદથી 87 રન કર્યા હતા. તે દિવસની છેલ્લી ઓવરમાં બુમરાહની બોલિંગમાં LBW થયો હતો.

100મી ટેસ્ટમાં સદી મારનાર પ્લેયર્સ:

પ્લેયરરનટીમવિરુદ્ધસ્થળવર્ષ
એમસી કાઉડ્રે104ઇંગ્લેન્ડઓસ્ટ્રેલિયાબર્મિંઘમ1968
જાવેદ મિયાંદાદ145પાકિસ્તાનભારતલાહોર1989
ગોર્ડન ગ્રીનીજ149વેસ્ટ ઇન્ડિઝઇંગ્લેન્ડસેન્ટ જોન્સ1990
એજ સ્ટુઅર્ટ105ઇંગ્લેન્ડવેસ્ટ ઇન્ડિઝમાન્ચેસ્ટર2000
ઈન્ઝમામ ઉલ હક184પાકિસ્તાનભારતબેંગલુરુ2005
રિકી પોન્ટિંગ120, 143*ઓસ્ટ્રેલિયાસાઉથ આફ્રિકાસિડની2006
ગ્રેમ સ્મિથ131સાઉથ આફ્રિકાઇંગ્લેન્ડઓવલ2012
હાશિમ અમલા134સાઉથ આફ્રિકાશ્રીલંકાજોહાનેસબર્ગ2017
જો રૂટ100*ઇંગ્લેન્ડભારતચેન્નાઈ2021
  • ​​​​​​પોન્ટિંગ એકમાત્ર બેટ્સમેન છે જેણે પોતાની 100મી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી મારી.

જો રૂટે ભારતમાં રમેલી સાતેય ટેસ્ટમાં 50+ રન કર્યા છે:

  • 73 & 20* નાગપુર
  • 124 & 4 રાજકોટ
  • 53 & 25 વિશખાપટ્ટનમ
  • 15 & 78 મોહાલી
  • 21 & 77 મુંબઈ
  • 88 & 6 ચેન્નાઈ
  • 100* ચેન્નાઈ

ભારતમાં બુમરાહની પ્રથમ ટેસ્ટ વિકેટ બન્યો લોરેન્સ
ડેન લોરેન્સને LBW કરીને જસપ્રીત બુમરાહે ભારતમાં પોતાની પ્રથમ ટેસ્ટ વિકેટ ઝડપી છે. ઉલ્લેખનીય છે કે, આ મેચ પહેલાં બુમરાહે 17 ટેસ્ટમાં 21.59ની એવરેજથી 79 વિકેટ લીધી હતી. આ બધી ટેસ્ટ તે ભારતની બહાર રમ્યો હતો. આ તેની ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ છે.

બર્ન્સ અને સિબલેની 63 રનની ભાગીદારી
રોરી બર્ન્સ અને ડોમિનિક સિબલેએ ઇંગ્લેન્ડની સારી શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. વર્ષે વિઝિટિંગ ટીમના ઓપનર્સે ભારતમાં ટેસ્ટમાં 50 રનની ભાગીદારી કરી છે. છેલ્લે માર્ચ 2017માં ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને મેટ રેનશોએ રાંચી ખાતે ફિફટીની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. બર્ન્સ અશ્વિનની બોલિંગમાં રિવર્સ કરવા ગયો હતો, બોલ ગ્લવ્સને અડ્યો અને પંતે સરળ કેચ કર્યો. બર્ન્સે 60 બોલમાં 2 ફોરની મદદથી 33 રન કર્યા હતા.

મિસ્ડ ચાન્સ: રોરી બર્ન્સ 1 રને રમી રહ્યો હતો ત્યારે જસપ્રીત બુમરાહની બોલિંગમાં ઋષભ પંતે ડાઉન ધ લેગ કેચ છોડ્યો હતો. બર્ન્સ બોલને ગ્લાન્સ કરવા ગયો હતો, અને પંતે પોતાની જમણી બાજુ ડાઇવ લગાવી હતી. બહુ અઘરો કેચ હતો, જે પંત પકડી ન શક્યો.

100મી ટેસ્ટ રમતી વખતે સૌથી યુવા ખેલાડીઓ:

પ્લેયરદેશ100મી ટેસ્ટ વખતે ઉંમરવર્ષ
એલિસ્ટર કુકઇંગ્લેન્ડ28 વર્ષ 353 દિવસ2013
સચિન તેંડુલકરભારત29 વર્ષ 134 દિવસ2002
જો રૂટઇંગ્લેન્ડ30 વર્ષ 37 દિવસ2021
માર્ક બાઉચરસાઉથ આફ્રિકા30 વર્ષ 39 દિવસ2007

ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ લીધી
ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ભારત સામે ટોસ જીતીને બેટિંગ લીધી છે. જો રૂટ પોતાની 100મી ટેસ્ટ રમી રહ્યો છે. ઇંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ-11માં મોઇન અલીને સ્થાન આપ્યું નથી. બીજી તરફ ભારતીય ટીમમાં ઘૂંટણની ઇજાને લીધે અક્ષર પટેલ પ્રથમ ટેસ્ટમાં ડેબ્યુ કરી શક્યો નથી. ટીમમાં ત્રણ સ્પિનર: રવિ. અશ્વિન, વી.સુંદર અને શાહબાઝ નદીમ રમી રહ્યા છે.

ફાસ્ટ બોલિંગની કમાન જસપ્રીત બુમરાહ અને ઇશાંત શર્મા સંભાળશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા 372 દિવસ પછી એકસાથે રમશે.

ભારતની પ્લેઈંગ 11: શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને શાહબાઝ નદીમ

ઇંગ્લેન્ડની પ્લેઈંગ 11: રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, ડેનિયલ લોરેન્સ, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, જોસ બટલર (વિકેટકીપર), ડોમ બેસ, જેક લીચ, જોફ્રા આર્ચર અને જેમ્સ એન્ડરસન

આ પણ વાંચો: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ:ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની સીરિઝ સ્થગિત થતાં ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં ક્વોલિફાય, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે થશે સેકન્ડ ફાઇનલિસ્ટ બનવા ટક્કર

વિદેશમાં સૌથી વધુ ટેસ્ટ રમ્યા પછી ઘરે ડેબ્યુ કરનાર પ્લેયર

પ્લેયરવિદેશમાં કેટલી ટેસ્ટ પછી હોમ ડેબ્યુ
જસપ્રીત બુમરાહ17
જવાગલ શ્રીનાથ12
આરપી સિંહ11
સચિન તેંડુલકર10
આશિષ નહેરા10

બુમરાહનું હોમ ડેબ્યુ
જસપ્રીત બુમરાહ આવતીકાલે પહેલીવાર ભારતમાં ટેસ્ટ મેચ રમશે. કોહલીએ મેચ પહેલાં કહ્યું હતું કે, "બુમરાહ હોમ ડેબ્યુ માટે બહુ ઉત્સુક છે. ગઈ વખતે ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે અમારા ફાસ્ટ બોલર્સે ઇંગ્લિશ પેસ બેટરી કરતાં સારો દેખાવ કર્યો હતો. આ વખતે બુમરાહની સાથે મોહમ્મદ સિરાજ અને ઇશાંત શર્મા જેવા વિકલ્પ પણ છે." ઉલ્લેખનીય છે કે, બુમરાહે 17 ટેસ્ટમાં 21.59ની એવરેજથી 79 વિકેટ લીધી છે. તે હજી સુધી ભારતમાં એકપણ ટેસ્ટ રમ્યો નથી. આ તેની ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ છે.

ઇંગ્લેન્ડ 35 વર્ષથી ચેન્નાઈમાં જીત્યું નથી
ઇંગ્લેન્ડની ટીમ 35 વર્ષથી ભારતને આ મેદાન પર હરાવી શકી નથી. ઇંગ્લિશ ટીમે છેલ્લે 1985માં ચેપોકમાં જીત મેળવી હતી. આ પછી, ભારતે આ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ સામે સતત 3 ટેસ્ટ જીતી હતી.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેપોકમાં છેલ્લી ટેસ્ટ 2016માં રમાઈ હતી. ત્યારે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લિશ ટીમને ઇનિંગ્સ અને 75 રનથી માત આપી હતી. 4 વર્ષ પછી બંને ટીમો ફરી એક વખત અહીં આમને-સામને થઈ રહી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પેટરનિટી લીવ બાદ ટીમમાં વાપસી કરી રહ્યો છે.

ટીમ ઇન્ડિયા ચેપોકમાં 22 વર્ષથી કોઈ ટેસ્ટ હાર્યું નથી
ભારતીય ટીમ ચેપોકમાં છેલ્લા 22 વર્ષથી એક પણ ટેસ્ટ હારી નથી. ભારતે છેલ્લે જાન્યુઆરી 1999માં પાકિસ્તાન સામે 12 રને મેચ ગુમાવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ અહીં 8 ટેસ્ટ મેચ રમી છે. તેમાંથી ભારત 5 જીત્યું છે અને 3 મેચ ડ્રો રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેપોકમાં અત્યાર સુધીમાં 9 ટેસ્ટ મેચ રમાઈ છે. આમાં ભારતીય ટીમે 6 મેચ જીતી છે. ઇંગ્લેન્ડે 2 ટેસ્ટ જીતી હતી, જ્યારે એક મેચ ડ્રો રહી હતી.

વેધર અને પિચ રિપોર્ટ
પહેલી ટેસ્ટમાં પાંચેય દિવસ વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. ટેસ્ટ દરમિયાન મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. ચેપોકની પીચ સામાન્ય રીતે સ્પિનરો-અનુકૂળ માનવામાં આવે છે, પરંતુ આ વખતે ઝડપી બોલરો માટે પણ તક હશે, કારણ કે પિચ પર ઘાસ છે. પિચ ક્યુરેટર વી.રમેશ કુમારે કહ્યું કે ચેપકની પિચ સામાન્ય રીતે જોવામાં સપાટ હોય છે, પરંતુ આ વખતે સ્કવેર અને આઉટફિલ્ડમાં ગ્રીન ઘાસ છે. ચેપોકમાં લાલ માટીનો ઉપયોગ થાય છે. ટેસ્ટમાં ત્રીજા દિવસથી સ્પિનરોને ખાસ મદદ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

    વધુ વાંચો