ચેન્નાઈ ટેસ્ટનો ચોથો દિવસ:અંતિમ દિવસે જીત માટે ભારતને 381 રન અને ઇંગ્લેન્ડને 9 વિકેટની જરૂર; ચેતેશ્વર પૂજારા અને શુભમન ગિલ ક્રિઝ પર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેટિંગ દરમિયાન શુભમન ગિલ. - Divya Bhaskar
બેટિંગ દરમિયાન શુભમન ગિલ.
 • અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 28મી વાર અને ઇંગ્લેન્ડ સામે ચોથીવાર એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી

ભારતે ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ચેન્નાઈ ખાતે 420 રનનો પીછો કરતાં ચોથા દિવસના અંતે 1 વિકેટે 39 રન કર્યા છે. ચેતેશ્વર પૂજારા 12 રને અને શુભમન ગિલ 15 રને ક્રિઝ પર ઊભા છે. રોહિત શર્મા 12 રને જેક લીચની બોલિંગમાં બોલ્ડ થયો. તે પ્રથમ ઇનિંગ્સમાં 6 રને આર્ચરની બોલિંગમાં બોલ્ડ થયો હતો. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

કોહલી હેઠળ ચોથી ઇનિંગ્સમાં 150+ ચેઝ કરતી વખતે ભારત

 • ઇનિંગ્સ: 11
 • હાર: 9
 • ડ્રો: 11

ડ્રો થયેલી ટેસ્ટ:

 • 89.5 ઓવર બેટિંગ કરી vs ઓસ્ટ્રેલિયા, સિડની, 2014/15
 • 52.3 ઓવર બેટિંગ કરી vs ઇંગ્લેન્ડ, રાજકોટ, 2016/17

ઇંગ્લેન્ડે 420 રનનો ટાર્ગેટ આપ્યો
ઇંગ્લેન્ડ ભારત સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ચેન્નાઈ ખાતે 178 રનમાં ઓલઆઉટ થયું છે. ઇંગ્લેન્ડને ફર્સ્ટ ઇનિંગ્સમાં 241 રનની લીડ મળી હતી અને તેમણે ભારતને 420 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત માટે રવિચંદ્રન અશ્વિને 6, શાહબાઝ નદીમે 2, જ્યારે જસપ્રીત બુમરાહ અને ઇશાંત શર્માએ 1-1 વિકેટ લીધી.

ઇશાંતની ટેસ્ટમાં 300 વિકેટ પૂરી
ઇશાંત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી છે. આ સિદ્ધિ મેળવનાર તે ભારતનો ત્રીજો ફાસ્ટ બોલર બન્યો છે. ઇશાંતે પોતાની 98મી ટેસ્ટમાં 300 વિકેટ પૂરી કરી છે. ભારત માટે ફાસ્ટ બોલર તરીકે કપિલ દેવે સૌથી વધુ 131 મેચમાં 434 લીધી છે. 92 ટેસ્ટમાં 311 વિકેટ સાથે ઝહીર ખાન આ સૂચિમાં બીજા સ્થાને છે.

ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ:

 • 619 અનિલ કુંબલે
 • 434 કપિલ દેવ
 • 417 હરભજન સિંહ
 • 382 આર. અશ્વિન
 • 311 ઝહીર ખાન
 • 300 ઇશાંત શર્મા

ઇંગ્લેન્ડના ઓપનર્સ સસ્તામાં આઉટ
રોરી બર્ન્સ ઇનિંગ્સના પહેલા જ બોલે અશ્વિનની બોલિંગમાં સ્લીપમાં રહાણે દ્વારા કેચ આઉટ થયો હતો. તે પછી ડોમિનિક સિબલે અશ્વિનની જ બોલિંગમાં લેગ સ્લીપમાં પૂજારાના હાથે કેચ આઉટ થયો હતો. સિબલેએ 37 બોલમાં 2 ફોરની મદદથી 16 રન કર્યા હતા.

ભારત 337 રનમાં ઓલઆઉટ થયું
ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ચેન્નાઈ ખાતે 337 રનમાં ઓલઆઉટ થયું છે. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 578 રન કર્યા હતા અને તેમને 241 રનની લીડ મળી છે. તેમણે ફોલો-ઓન ન કરવાનો નિર્ણય લીધો. તેમના માટે ડોમ બેસે 4, જ્યારે જેક લીચ, જેમ્સ એન્ડરસન અને જોફરા આર્ચરે 2 વિકેટ લીધી. જ્યારે ભારત માટે ઋષભ પંતે 91, વી. સુંદરે 85* અને ચેતેશ્વર પૂજારાએ 73 રન કર્યા.

ભારત માટે ઘરઆંગણે અને વિદેશ બંને જગ્યાએ ડેબ્યુ ઇનિંગ્સમાં ફિફટી મારનાર બેટ્સમેન:

 • ઋષિ મોદી
 • એસ. અમરનાથ
 • અરુણ લાલ
 • સૌરવ ગાંગુલી
 • સુરેશ રૈના
 • હાર્દિક પંડ્યા
 • મયંક અગ્રવાલ
 • વોશિંગ્ટન સુંદર

સુંદર અને અશ્વિનની 80 રનની ભાગીદારી
રવિચંદ્રન અશ્વિન અને વી. સુંદરે સાતમી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. અશ્વિન જેક લીચની બોલિંગમાં કીપર બટલર દ્વારા કેચ આઉટ થયો હતો. અશ્વિને 91 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 31 રન કર્યા હતા. તે પછી શાહબાઝ નદીમ શૂન્ય રને લીચની બોલિંગમાં સ્લીપમાં સ્ટોક્સ દ્વારા કેચ આઉટ થયો હતો.

ઋષભ પંત 9 રન માટે સદી ચૂક્યો
ઋષભ પંત ડોમ બેસની બોલિંગમાં ડીપ કવર પર જેક લીચના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 88 બોલમાં 9 ફોર અને 5 સિક્સની મદદથી 91 રન કર્યા હતા. તે 9 રન માટે સદી ચૂક્યો હતો.

પૂજારા અને પંતની 119 રનની ભાગીદારી
73 રનમાં 4 વિકેટ ગુમાવ્યા પછી ચેતેશ્વર પૂજારા અને ઋષભ પંતે બાજી સંભાળી હતી. બંનેએ પાંચમી વિકેટ માટે 119 રનની ભાગીદારી કરી. પૂજારાએ પોતાના કરિયરની 29મી ફિફટી ફટકારતાં 143 બોલમાં 11 ફોરની મદદથી 73 રન કર્યા હતા. તે ડોમ બેસના શોર્ટમાં શોટ મારવા ગયો, બોલ શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા ફિલ્ડરના ખભેથી ડિફલેક્ટ થઈને મિડવિકેટ પર ગયો. રોરી બર્ન્સે સરળ કેચ કર્યો.

પૂજારા-પંત વચ્ચેની છેલ્લી 4 પાર્ટનરશિપ:

 • 53 રન: સિડની ટેસ્ટ ફર્સ્ટ ઇનિંગ્સ
 • 148 રન: સિડની ટેસ્ટ બીજી ઇનિંગ્સ
 • 61 રન: બ્રિસ્બેન ટેસ્ટ બીજી ઇનિંગ્સ
 • 119 રન: ચેન્નાઈ ટેસ્ટ ફર્સ્ટ ઇનિંગ્સ

70થી 79 રનમાં સૌથી વધુ વખત આઉટ થનાર ઇન્ડિયન બેટ્સમેન:

 • 13 : સચિન તેંડુલકર
 • 9 : વીવીએસ લક્ષ્મણ
 • 9 : ચેતેશ્વર પૂજારા
 • 8 : રાહુલ દ્રવિડ

કોહલીનું ખરાબ ફોર્મ જારી
પેટરનિટી લિવથી પરત ફરેલો વિરાટ કોહલી ફ્લોપ રહ્યો હતો. તે ડોમ બેસની બોલિંગમાં શોર્ટ લેગ પર ઓલી પૉપ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 48 બોલમાં 11 રન કર્યા હતા. વિરાટે છેલ્લે ટેસ્ટ ક્રિકેટમાં નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે સદી મારી હતી. તે પછી ઇન્ડિયન કેપ્ટન ટ્રિપલ ડિજિટ સુધી પહોંચી શક્યો નથી.

રોહિતે નિરાશ કર્યા, ગિલ શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ ન કરી શક્યોરોહિત શર્મા 6 રને જોફરા આર્ચરની બોલિંગમાં કીપર બટલર દ્વારા કેચ આઉટ થયો હતો. ટીમને મોટા સ્કોરની અપેક્ષા હતી ત્યારે રોહિતે બધાને નિરાશ કર્યા. તે પછી શુભમન ગિલ શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યો નહોતો. તે આર્ચરની બોલિંગમાં મીડ-ઓન પર એન્ડરસન દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 28 બોલમાં 5 ફોરની મદદથી 29 રન કર્યા હતા.

12 વર્ષ પછી કોઈ ટીમે ભારતમાં 190થી વધુ ઓવર બેટિંગ કરી
ઇંગ્લેન્ડની ટીમે 190.1 ઓવર બેટિંગ કરી છે. આ 2009 પછી પહેલીવાર છે જ્યારે કોઈ વિદેશી ટીમે ભારતમાં 190+ ઓવર બેટિંગ કરી. આ પહેલાં 2009માં શ્રીલંકાએ અમદાવાદમાં 202.4 ઓવર બેટિંગ કરી હતી.

16 વર્ષ પછી ફર્સ્ટ ઇનિંગ્સમાં સૌથી લાંબી બેટિંગ
ઇંગ્લેન્ડે 191.1 ઓવર બેટિંગ કરી. 16 વર્ષ પછી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં 190થી વધુ ઓવર બેટિંગ કરી. આ પહેલા નવેમ્બર 2004માં સાઉથ આફ્રિકાએ ભારત સામે કાનપુરમાં 190.4 ઓવર બેટિંગ કરી હતી.

ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 578 રનમાં ઓલઆઉટ
ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 578 રનમાં ઓલઆઉટ થયું છે. તેમના જો રૂટે 218, ડોમિનિક સિબલેએ 87 અને બેન સ્ટોક્સે 82 રન કર્યા. ભારત માટે જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિને 3-3 વિકેટ, જ્યારે ઇશાંત શર્મા અને શાહબાઝ નદીમે 2-2 વિકેટ લીધી.

જ્યારે અશ્વિને એક ઇનિંગ્સમાં સૌથી વધુ ઓવર બોલિંગ કરી:

 • 55.1 vs ઇંગ્લેન્ડ, ચેન્નાઈ 2020/21 *
 • 53.0 vs ઓસ્ટ્રેલિયા, એડિલેડ 2011/12
 • 52.5 vs ઓસ્ટ્રેલિયા, એડિલેડ 2018/19
 • 52.3 vs ઇંગ્લેન્ડ, કોલકાતા 2012/13
 • 52.1 vs વેસ્ટ ઇન્ડિઝ, મુંબઈ 2011/12

ભારતે 20 નો-બોલ નાખ્યા
ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 20 બોલ નો-બોલ નાખ્યા. આ હોમ ટેસ્ટમાં ભારતે સંયુક્તપણે નાખેલા સર્વાધિક નો-બોલ છે. આ પહેલાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા સામે 2009-10માં અમદાવાદ ખાતે પણ 20 નો-બોલ નાખ્યા હતા.

બોલરનો-બોલ ફેંક્યા
જસપ્રીત બુમરાહ7
શાહબાઝ નદીમ6
ઇશાંત શર્મા5
રવિચંદ્રન અશ્વિન2
અન્ય સમાચારો પણ છે...