તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ:ચેન્નઈમાં 22 વર્ષ પછી ભારતની હાર, ઇંગ્લેન્ડની ભારતીય જમીન પર સૌથી મોટી જીત

19 દિવસ પહેલા

ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ચેન્નઈ ખાતે 420 રનનો પીછો કરતાં 192 રનમાં ઓલઆઉટ થયું છે. ટીમ ઇન્ડિયા 22 વર્ષે ચેન્નઈમાં ટેસ્ટ હાર્યું છે. અહીં ભારત છેલ્લે જાન્યુઆરી 1999માં પાકિસ્તાન સામે 12 રને હાર્યું હતું. એ પછી ટીમ ઇન્ડિયાએ અહીં 8 ટેસ્ટ રમી હતી, જેમાંથી 5 જીતી હતી અને 3 ડ્રો રહી હતી. આ ઇંગ્લેન્ડની ભારતીય ધરતી પર સૌથી મોટી જીત છે. આ પહેલાં તેણે 2006માં મુંબઈ ટેસ્ટ 212 રને જીતી હતી.

ઇંગ્લેન્ડ 8 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીત્યું છે અને તેણે 4 ટેસ્ટની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ટીમ ઇન્ડિયા માટે રનચેઝમાં કેપ્ટન વિરાટ કોહલીએ કરિયરની 24મી ફિફટી ફટકારતાં 72 રન અને શુભમન ગિલે કરિયરની ત્રીજી ફિફટી ફટકારતાં 50 રન કર્યા, એ સિવાય અન્ય કોઈ બેટ્સમેન પિચ પર ટકી શક્યો નહોતો. ઇંગ્લેન્ડ માટે જેક લીચે 4, જેમ્સ એન્ડરસને 3, જ્યારે બેન સ્ટોક્સ, જોફરા આર્ચર અને ડોમ બેસે 1 વિકેટ લીધી. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

ઇંગ્લેન્ડ 8 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીત્યું
ઇંગ્લેન્ડની ટીમ 8 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીતી છે. તેણે છેલ્લે ભારતને ડિસેમ્બર 2012માં ઈડન ગાર્ડન્સ ખાતે માત આપી હતી. એ પછી ભારતમાં બંને દેશ વચ્ચે 6 ટેસ્ટ રમાઈ હતી, જેમાંથી 4 ભારત જીત્યું અને 2 ટેસ્ટ ડ્રો રહી.

ચેન્નઈમાં પણ ઇંગ્લેન્ડની સૌથી મોટી જીત
ઇંગ્લેન્ડની રનના માર્જિનથી આ સૌથી મોટી જીત છે. આ પહેલાં તેણે 1934માં ભારતને 202 રને હરાવ્યું હતું. તેણે 1977માં ભારતને 200 રને હરાવ્યું હતું. ઓવરઓલ ભારતની ઘરઆંગણે રનના માર્જિનથી સૌથી મોટી હાર 2004માં નાગપુર ટેસ્ટ ખાતે થઈ હતી, ત્યારે કાંગારૂ 342 રને જીત્યું હતું.

ઇંગ્લેન્ડ માટે ટેસ્ટમાં સૌથી સફળ કેપ્ટન

 • 26 જીત: જો રૂટ*
 • 26 જીત: માઈકલ વોન
 • 24 જીત: એલિસ્ટર કૂક
 • 24 જીત: એન્ડ્રુ સ્ટ્રોસ

કોહલીની ટેસ્ટમાં 24મી ફિફટી
વિરાટ કોહલીએ સારી બેટિંગ કરતાં 104 બોલમાં 9 ફોરની મદદથી 72 રન કર્યા હતા. આ તેની ટેસ્ટમાં 24મી ફિફટી હતી. બેન સ્ટોક્સની ગુડ લેન્થ પર પિચ થયેલા બોલને કોહલી ડિફેન્ડ કરવા ગયો, પરંતુ બોલ બહુ લો રહ્યો (ઓછો ઊછળ્યો) અને કોહલીના બેટ નીચેથી જતો રહ્યો. ઇન્ડિયન કેપ્ટન કઈ કરી શકે એમ નહોતો. અનપ્લેએબલ ડિલિવરી. એ પહેલાં રવિચંદ્રન અશ્વિન 9 રને જેક લીચની બોલિંગમાં કટ કરવા જતાં કીપર બટલરના હાથે કેચ આઉટ થયો હતો.

અશ્વિનને આર્ચરનો બોલ હેલ્મેટ અને કાંડામાં વાગ્યો
ભારતીય ઇનિંગ્સની 39મી ઓવરમાં જોફરા આર્ચરનો બોલ રવિચંદ્રન અશ્વિનને કાંડામાં વાગ્યો હતો. અશ્વિને ફિઝિયોની મદદ લીધી, મેજિક સ્પ્રેનો ઉપયોગ કર્યો અને 2 મિનિટના બ્રેક પછી મેચ ફરી શરૂ થઈ. એ પછીનો બોલ જ અશ્વિનના હેલ્મેટ પર વાગ્યો હતો. ટીમ ઇન્ડિયાને લેગ બાયના 4 રન મળ્યા હતા. ફિઝિયો નીતિન પટેલે અશ્વિનનું કન્કશન પ્રોટોકોલ પ્રમાણે ચેકઅપ કર્યું અને એ પછી ગેમ ફરી શરૂ થઈ.

30 વર્ષની ઉંમર પછી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ:

 • 343*- જેમ્સ એન્ડરસન
 • 341 - કર્ટની વોલ્શ
 • 287 - ગ્લેન મેક્ગ્રા
 • 276 - રિચર્ડ હેડલી

પંત અને સુંદર સસ્તામાં આઉટ
ઋષભ પંત 11 રને જેમ્સ એન્ડરસનની બોલિંગમાં કવર્સ પર જો રૂટના હાથે કેચ આઉટ થયો હતો. પંતે મિડવિકેટ પર બોલને મારવા બેટનું ફેસ જલદી ક્લોઝ કર્યું અને એન્ડરસનનો બોલ એ જ લેવા જેટલો જ મૂવ થયો. એ પછી વી. સુંદર શૂન્ય રને ડોમ બેસની બોલિંગમાં કીપર બટલરના હાથે કેચ આઉટ થયો.

ચોથી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ વિકેટ:

 • 81 જેમ્સ એન્ડરસન*
 • 79 સ્ટુઅર્ટ બ્રોડ
 • 59 મોઇન અલી
 • 57 બોબ વિલિસ
 • 45 ડેરેક અંડરવૂડ
ગિલ એન્ડરસનની બોલિંગમાં બોલ્ડ થયો.
ગિલ એન્ડરસનની બોલિંગમાં બોલ્ડ થયો.

એન્ડરસને એક જ ઓવરમાં ગિલ અને રહાણેને બોલ્ડ કર્યા
શુભમન ગિલે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતાં સતત ત્રીજી ટેસ્ટમાં ફિફટી મારી. તેણે 83 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 50 રન કર્યા હતા. જોકે તે વધુ એક વખત મોટો સ્કોર કરી શક્યો નહોતો. જેમ્સ એન્ડરસને તેને બોલ્ડ કર્યો. એ પછી અજિંક્ય રહાણે પણ એન્ડરસનની બોલિંગમાં બોલ્ડ થયો. બોલ રિવર્સ થઈને અંદર આવ્યો અને બાઉન્સ પણ ઓછો થયો. એન્ડરસનની માસ્ટરક્લાસ બોલિંગ!

ટેસ્ટ કેપ્ટન તરીકે સૌથી વધુ રન:

 • 8659 - ગ્રેમ સ્મિથ
 • 6623 - એલેન બોર્ડર
 • 6542 - રિકી પોન્ટિંગ
 • 5234*- વિરાટ કોહલી
 • 5233 - ક્લાઈવ લોઇડ

લીચે રોહિત અને પૂજારાને આઉટ કર્યા
રોહિત શર્મા 12 રને જેક લીચની બોલિંગમાં બોલ્ડ થયો. એ પછી ચેતેશ્વર પૂજારા ​લીચની બોલિંગમાં સ્લીપમાં સ્ટોક્સના હાથે કેચ આઉટ થયો. પૂજારાએ 38 બોલમાં 1 ફોરની મદદથી 15 રન કર્યા હતા.

પૂજારાને આઉટ કર્યા પછી સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરતો જેક લીચ.
પૂજારાને આઉટ કર્યા પછી સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરતો જેક લીચ.

કોહલી હેઠળ ચોથી ઇનિંગ્સમાં 150+ ચેઝ કરતી વખતે ભારત

 • ઇનિંગ્સ: 12
 • હાર: 10
 • ડ્રો: 11

ડ્રો થયેલી ટેસ્ટ:

 • 89.5 ઓવર બેટિંગ કરી vs ઓસ્ટ્રેલિયા, સિડની, 2014/15
 • 52.3 ઓવર બેટિંગ કરી vs ઇંગ્લેન્ડ, રાજકોટ, 2016/17

ઇંગ્લેન્ડે 420 રનનો ટાર્ગેટ આપ્યો
ઇંગ્લેન્ડ ભારત સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ચેન્નઈ ખાતે 178 રનમાં ઓલઆઉટ થયું છે. ઇંગ્લેન્ડને ફર્સ્ટ ઇનિંગ્સમાં 241 રનની લીડ મળી હતી અને તેણે ભારતને 420 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત માટે રવિચંદ્રન અશ્વિને 6, શાહબાઝ નદીમે 2, જ્યારે જસપ્રીત બુમરાહ અને ઇશાંત શર્માએ 1-1 વિકેટ લીધી.

ઇશાંતની ટેસ્ટમાં 300 વિકેટ પૂરી
ઇશાંત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી છે. આ સિદ્ધિ મેળવનાર તે ભારતનો ત્રીજો ફાસ્ટ બોલર બન્યો છે. ઇશાંતે પોતાની 98મી ટેસ્ટમાં 300 વિકેટ પૂરી કરી છે. ભારત માટે ફાસ્ટ બોલર તરીકે કપિલ દેવે સૌથી વધુ 131 મેચમાં 434 વિકેટ લીધી છે. 92 ટેસ્ટમાં 311 વિકેટ સાથે ઝહીર ખાન આ સૂચિમાં બીજા સ્થાને છે.

ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ:

 • 619 અનિલ કુંબલે
 • 434 કપિલ દેવ
 • 417 હરભજન સિંહ
 • 382 આર. અશ્વિન
 • 311 ઝહીર ખાન
 • 300 ઇશાંત શર્મા

ઇંગ્લેન્ડના ઓપનર્સ સસ્તામાં આઉટ
રોરી બર્ન્સ ઇનિંગ્સના પહેલા જ બોલે અશ્વિનની બોલિંગમાં સ્લીપમાં રહાણે દ્વારા કેચ આઉટ થયો હતો. એ પછી ડોમિનિક સિબલે અશ્વિનની જ બોલિંગમાં લેગ સ્લીપમાં પૂજારાના હાથે કેચ આઉટ થયો હતો. સિબલેએ 37 બોલમાં 2 ફોરની મદદથી 16 રન કર્યા હતા.

ભારત 337 રનમાં ઓલઆઉટ થયું
ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ચેન્નઈ ખાતે 337 રનમાં ઓલઆઉટ થયું છે. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 578 રન કર્યા હતા અને તેને 241 રનની લીડ મળી છે. તેણે ફોલો-ઓન ન કરવાનો નિર્ણય લીધો. તેમના માટે ડોમ બેસે 4, જ્યારે જેક લીચ, જેમ્સ એન્ડરસન અને જોફરા આર્ચરે 2 વિકેટ લીધી. જ્યારે ભારત માટે ઋષભ પંતે 91, વી. સુંદરે 85* અને ચેતેશ્વર પૂજારાએ 73 રન કર્યા.

સુંદર અને અશ્વિનની 80 રનની ભાગીદારી
રવિચંદ્રન અશ્વિન અને વી. સુંદરે સાતમી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. અશ્વિન જેક લીચની બોલિંગમાં કીપર બટલર દ્વારા કેચ આઉટ થયો હતો. અશ્વિને 91 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 31 રન કર્યા હતા. એ પછી શાહબાઝ નદીમ શૂન્ય રને લીચની બોલિંગમાં સ્લીપમાં સ્ટોક્સ દ્વારા કેચ આઉટ થયો હતો.

ઋષભ પંત 9 રન માટે સદી ચૂક્યો
ઋષભ પંત ડોમ બેસની બોલિંગમાં ડીપ કવર પર જેક લીચના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 88 બોલમાં 9 ફોર અને 5 સિક્સની મદદથી 91 રન કર્યા હતા. તે 9 રન માટે સદી ચૂક્યો હતો.

પૂજારા અને પંતની 119 રનની ભાગીદારી
73 રનમાં 4 વિકેટ ગુમાવ્યા પછી ચેતેશ્વર પૂજારા અને ઋષભ પંતે બાજી સંભાળી હતી. બંનેએ પાંચમી વિકેટ માટે 119 રનની ભાગીદારી કરી. પૂજારાએ પોતાના કરિયરની 29મી ફિફટી ફટકારતાં 143 બોલમાં 11 ફોરની મદદથી 73 રન કર્યા હતા. તે ડોમ બેસના શોર્ટમાં શોટ મારવા ગયો, બોલ શોર્ટ લેગ પર ફિલ્ડિંગ કરી રહેલા ફિલ્ડરના ખભેથી ડિફલેક્ટ થઈને મિડવિકેટ પર ગયો. રોરી બર્ન્સે સરળ કેચ કર્યો.

ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 578 રનમાં ઓલઆઉટ
ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 578 રનમાં ઓલઆઉટ થયું છે. તેમના જો રૂટે 218, ડોમિનિક સિબલેએ 87 અને બેન સ્ટોક્સે 82 રન કર્યા. ભારત માટે જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિને 3-3 વિકેટ, જ્યારે ઇશાંત શર્મા અને શાહબાઝ નદીમે 2-2 વિકેટ લીધી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો