ભારત vs ઈંગ્લેન્ડ 5મી ટેસ્ટ:84 રન પર ઈગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન પરત ફરી, કેપ્ટન બુમરાહે 3 વિકેટ ઝડપી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી ધરતી પર રવીન્દ્ર જાડેજાની પ્રથમ સદી, 104 રન બનાવી આઉટ થયો
  • એન્ડરસને 5 વિકેટ લીધી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5મી ટેસ્ટ બર્મિંગહામમાં રમાઈ રહી છે. પ્રથમ ઈનિંગમાં ભારત 416 રનમાં ઓલ આઉટ થયું હતુ. જેના જવાબમાં ઈગ્લેન્ડની અડધી ટીમ 84 રન પર પેવેલિયન પરત ફરી છે. ઈગ્લેન્ડના ત્રણ બેટ્સમેનને જસપ્રીત બુમરાહે આઉટ કર્યાં છે. જ્યારે મોહમ્મદ સિરાજ તથા મોહમ્મદ શમીએ 1-1 વિકેટ ઝડપી છે. બેન સ્ટોક્સ (0) અને જૉન બેયરસ્ટોર (12) નોટ આઉટ રહ્યા છે.

બેટીંગ બાગ બોલિંગમાં પણ બુમરાહનો દબદબો
ઈગ્લેન્ડની પ્રારંભિક ત્રણ વિકેટ જસપ્રીત બુમરાહે લીધી છે. પહેલા એલેક્સ લીસને ત્રીજી ઓવરના અંતિમ બોલ પર બુમરાહે ક્લિન બોલ્ડ કર્યો તો જૈક ક્રોઉલી બુમરાહના બહાર આવતા બોલને સમજી શક્યો ન હતો અને શુભમન ગિલને એક સરળ કેચ આપી બેઠો હતો. બુમરાહએ આ બન્ને બેટ્સમેનને પેવેલિયન પરત મોકલ્યા બાદ ઓલી પોપને પોતાનો શિકાર બનાવ્યો હતો. પોપ 10 રન બનાવી આઉટ થયો હતો.

આ અગાઉ ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજાએ શાનદાર સદી ફટકારી હતી. તેની ટેસ્ટ કેરિયરની આ ત્રીજી સદી હતી. 13 ચોગ્ગાની મદદથી 183 બોલમાં તેણે સદી પૂરી કરી હતી. જાડેજા 104 રન બનાવી આઉટ થયો હતો. વિદેશી ધરતી પર જાડેજાની આ પ્રથમ સદી છે. એક સમયે 98 રન પર ભારતની 5 વિકેટ પડી હતી. પંત અને જાડેજાએ ભારતને સન્માનજક સ્કોરે પહોંચાડ્યું છે.

સૌથી વધારે રન આપવાનો વર્લ્ડ રેકોર્ડ બન્યો
મેચની 84મી ઓવરમાં 35 રન બન્યા હતા. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. આ ઓવર સ્ટુઅર્ટ બ્રોડે ફેકી હતી. આજ સુધી ટેસ્ટ મેચની એક ઓવરમાં આટલા રન બન્યા જ નથી. આ પહેલા એક ઓવરમાં 28 રન બન્યા હતા.

ઈંગ્લન્ડ વતી જેમ્સ એન્ડરસને 5 વિકેટ, મેથ્યુ પોટ્સે 2 વિકેટ તેમજ સ્ટુઅર્ટ બ્રોડ, બેન સ્ટોક્સ અને જો રૂટે એક એક વિકેટ લીધી છે.

પ્રથમ દિવસ પંતના નામે
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પંતે ધોનીનો 17 વર્ષ જૂનો રેકોર્ટ તોડી નાખ્યો છે. તેણે ભારતીય વિકેટકીપર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી સૌથી ઝડપી સદી ફટકારી છે.પંતે તોફાની બેટિંગ કરતા 51 બોલમાં અડધી સદી પૂરી કરી દીઘી હતી અને 89 બોલમાં સદી કરી હતી. ઈંગ્લેન્ડની ધરતી પર તેની આ બીજી સદી છે. તે 19 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 111 બોલમાં 146 રન બનાવી આઉટ થયો હતો.

પ્રથમ દિવસના અંતે ભારતની સ્થિતિ
પાંચમી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે 7 વિકેટના નુકસાને 338 રન બનાવી લીધા છે. રવિન્દ્ર જાડેજા 83 અને મોહમ્મદ શમી શૂન્ય રને રમતમાં હતા.

કોહલીનો ફ્લોપ શો
બેટિંગમાં નિષ્ફળ રહેવાના વિરાટ કોહલીના આ સિલસિલાને લગભગ ત્રણ વર્ષ થવા આવ્યા છે. 23 નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે તેણે ટેસ્ટમાં સદી ફટકારી હતી. ત્યાર પછી ક્રિકેટના એકપણ ફોર્મેટમાં સદી કરી શક્યો નથી. એટલે કે પૂરા 953 દિવસ. તેના બેટથી રન બની રહ્યા નથી.

18 ટેસ્ટમાં માત્ર 852 રન
વિરાટે તેની અંતિમ સદી પછી અત્યાર સુધી 18 ટેસ્ટ રમી છે. જેમા તેણે 31 ઈનિંગમાં બેટિંગ કરી છે અને માત્ર 6 વાર 50ના આંકડાને પાર કર્યો છે. આ દરમિયાન તેની એવરેજ 27.48 રહી છે. સીનિયર ખેલાડીઓમાં તેનાથી ખરાબ એવરેજ અજિંક્ય રહાણે (24.08) અને ચેતેશ્વર પૂજારા (25.94)ની છે. આ કારણે રહાણે અને પુજારા બન્ને ટીમની બહાર છે. કાઉન્ટી ક્રિકેટમાં સારા પ્રદર્શનના કારણે પુજારાની વાપસી થઈ છે, જ્યારે રહાણે હજુ ટીમ બહાર છે.

બન્ને ટીમ
ઈંગ્લેન્ડ: એલેક્સ લીઝ, જૈક ક્રાઉલી, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ, સૈમ વિલિંગ્સ, મેથ્યૂ પોટ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ અને જેમ્સ એન્ડરસન.

ભારત: શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ.

અન્ય સમાચારો પણ છે...