તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs England | 3rd Test | 'Virat' Batsman Thirsts For One on one Runs, Has Not Scored A Single Century Since 2019

રન મશીન કોહલીનું કંગાળ પ્રદર્શન:એક-એક રન માટે તરસી રહ્યો છે 'વિરાટ' બેટ્સમેન, 2019 પછી એકપણ સદી નોંધાવી નથી; ઇંગ્લેન્ડના ફેન્સે પણ મજાક ઉડાવી

23 દિવસ પહેલા
  • ઇંગ્લેન્ડના ફેન્સે કોહલીને CHEERIO (ગુડ બાય, ટાટા) કહીને કટાક્ષ કરતા વિદાય આપી
  • 2019 પછી કોહલી એકપણ સદી ફટકારી શક્યો નથી, હેડિંગ્લે ટેસ્ટમાં કોહલી 7 રનમાં પેવેલિયન ભેગો

ઈન્ડિયન ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફ્લોપ શો યથાવત છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હોય કે પછી ઇંગ્લેન્ડ સામેની સિરીઝ, રન મશીનને જાણે કાટ લાગી ગયો હોય તેમ લાગી રહ્યું છે. અત્યારે કોહલી સદી તો દૂરની વાત રહી પણ એક-એક રન માટે વલખાં મારી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હેડિંગ્લે ટેસ્ટમાં પણ કેપ્ટન કોહલી ફરી એકવાર 7 રનના સ્કોર પર એન્ડરસનનો ટાર્ગેટ રહ્યો હતો. તેવામાં ઇંગ્લેન્ડના ફેન્સે કોહલીને CHEERIO (ગુડ બાય, ટાટા) કહીને કટાક્ષ કરતા વિદાય આપી હતી.

2019 પછી કોહલી એકપણ સદી ફટકારી શક્યો નથી
વિરાટ કોહલીના ફોર્મની વાત કરીએ તો એણે છેલ્લા 3 વર્ષમાં માત્ર 3 અર્ધસદી નોંધાવી છે. કેપ્ટન કોહલીએ 17 ડિસેમ્બર 2020ના રોજ ઓસ્ટ્રેલિયન ટીમ સામે 74 રન કર્યા હતા. ત્યારપછી 2021માં કોહલી માત્ર 2 અર્ધસદી નોંધાવી શક્યો છે.

હેડિંગ્લે ટેસ્ટમાં કોહલીને ઓફ સાઇડની લાઇનમાં ફસાવ્યો
જેમ્સ એન્ડરસને ઈનિંગની 11મી ઓવરમાં વિરાટ કોહલીને પેવેલિયન ભેગો કર્યો હતો. કેપ્ટન કોહલી ફરી એકવાર એન્ડરસન સામે, આઉટ સાઇડ ઓફ સ્ટમ્પના ગેમ પ્લાનના સકંજામાં ફસાવ્યો હતો. તે એન્ડરસનની આઉટ સ્વિંગને સમજી ના શક્યો અને ડ્રાઇવ મારવાના ઇરાદે શોટ રમવા જતા 7 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો.

ઇંગ્લેન્ડના ફેન્સે કોહલીની મજાક ઊડાવી
વિરાટ કોહલી અને એન્ડરસન વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચમાં પણ બોલાચાલી થઈ હતી. વિરાટ જ્યારે ક્રીઝ પર હતો ત્યારે જેમ્સ એન્ડરસને તેની પાસે આવીને કોહલીને સ્લેડ્જ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે વિરાટ પણ ઈન્ડિયન ટીમની ઇનિંગ સંભાળી શક્યો નહીં અને 7 રન કરી આઉટ થઈ ગયો હતો. તેવામાં કોહલી જ્યારે પેવેલિયન ભેગો થયો હતો ત્યારે સ્ટેન્ડ્સમાં બેઠેલા ઇંગ્લેન્ડના ફેન્સે કોહલીને CHEERIO (ગુડ બાય, ટાટા) કહીને કટાક્ષ કરતા વિદાય આપી હતી. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

નોટિંઘમ ટેસ્ટમાં કોહલી એન્ડરસનના પહેલા બોલે પેવેલિયન ભેગો
નોટિંઘણમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચનાં બીજા દિવસે વિરાટ કોહલી અને એન્ડરસન વચ્ચેની જંગ માત્ર એક બોલ સુધી જ ચાલી હતી. કોહલીએ જેવી રીતે પહેલા બોલ પર એન્ડરસનને વિકેટ ગિફ્ટ આપી એને જોઇને ઈન્ડિયન ફેન્સ ગુસ્સે થઈ ગયા હતા. બીજા દિવસે 97/0થી ઈન્ડિયન ટીમે સ્કોરબોર્ડ(112/4)માં માત્ર 15 રન ઉમેરી 4 મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં વિરાટ કોહલી પણ શૂન્ય રન કરી પેવેલિયન ભેગો થયો હતો.

એન્ડરસને પાંચમા સ્ટમ્પની લાઇન પર ગુડ લેન્થ બોલ નાખ્યો હતો. જેને ડિફેન્સિવ અંદાજમાં બ્લોક કરવા જતા વિરાટ કોહલી શૂન્ય રન પર આઉટ થઈ ગયો હતો. આ ઓવરમાં એન્ડરસને પુજારા અને વિરાટ કોહલીની 2 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.

જેમ્સ એન્ડરસન સામે કોહલી ઢેર

  • ઇંગ્લિશ ટીમના ફાસ્ટ બોલર એન્ડરસને કોહલીને 7મી વાર આઉટ કર્યો હતો.
  • એણે કોહલીને સૌથી વધુ વાર આઉટ કરવાના ઓસ્ટ્રેલિયન બોલર નેથન લાયનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
  • લાયને 33 ઈનિંગમાં અને એન્ડરસને 44 ઈનિંગમાં આ પડાવ પાર કર્યો છે. આ સિરીઝમાં બીજી વાર એન્ડરસને કેપ્ટન કોહલીને પેવેલિયન ભેગો કર્યો હતો.

ટેસ્ટ-3 હેડિંગ્લે, સેશન-1માં એન્ડરસનની બોલબાલા
વિરાટ સેના સામે લોર્ડ્સમાં 151 રનની હાર બાદ ઇંગ્લેન્ડની ટીમે બાઉન્સ બેક કર્યું હતું. એન્ડરસને જાણે હારનો બદલો લેવા માટે પહેલા બોલથી આક્રમક બોલિંગ કરવાનું શરૂ કર્યું હોય એમ લાગી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે પહેલી ઓવરમાં જ કે.એલ રાહુલને આઉટ કરીને એણે ઈન્ડિયન ટીમને બેકફુડ પર ધકેલી દીધી હતી. ત્યારપછી ઇંગ્લિશ ટીમે પહેલા સેશનમાં 25.5 ઓવરમાં માત્ર 56 રન કરી 4 મહત્ત્વપૂર્ણ વિકેટ લઇને ઈન્ડિયન બેટ્સમેનને સેટ થવાની તક પણ આપી નહોતી.

પાંચ મેચની સિરીઝમાં ઈન્ડિયા 1-0થી આગળ
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની સિરીઝમાં અત્યારે 2 મેચ રમાઈ ચૂકી છે. જેમાં નોટિંઘમ ટેસ્ટ ડ્રો રહી હતી, જ્યારે લોર્ડ્સમાં 151 રનથી ઈન્ડિયન ટીમે જીત્યા પછી સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...