• Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs England 3rd Test LIVE Score Update; Virat Kohli | James Anderson | Pujara | (IND VS ENG) Today Match Day 4 Latest News And Update

ઇંગ્લેન્ડે એક ઈનિંગ અને 76 રનથી ઈન્ડિયાને હરાવ્યું:વિરાટ-રોહિત સહિત દિગ્ગજો ફેલ, ટીમ ઈન્ડિયાને લીડ્સમાં લીડ ભારે પડી; સિરીઝ 1-1થી બરાબર

2 મહિનો પહેલા
  • બીજી ઈનિંગમાં ઈન્ડિયન ટીમ 278 રનમાં ઓલઆઉટ

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ ઇંગ્લિશ ટીમે ઈનિંગ અને 76 રનથી જીતી લીધી છે. લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચના ચોથા દિવસે ઈન્ડિયન ટીમ 278 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો....

ઈન્ડિયન ટીમે ચોથા દિવસે 2 વિકેટના નુકસાને 215 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. તેવામાં 63 રન કરતા-કરતા ઈન્ડિયન ટીમે 8 મહત્ત્વપૂર્ણ વિકેટની સાથે મેચ પણ ગુમાવી દીધી હતી. ચોથા દિવસે ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ પહેલા સેશનમાં જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા.

ઈન્ડિયન ટીમના લોએસ્ટ સ્કોર્સ

સ્કોરવિરૂદ્ધસ્થળવર્ષ
36 રનઓસ્ટ્રેલિયાએડિલેડ2020
42 રનઇંગ્લેન્ડલોર્ડ્સ1974
58 રનઓસ્ટ્રેલિયાબ્રિસબેન1947
58 રનઇંગ્લેન્ડમાનચેસ્ટર1952
66 રનદ. આફ્રિકાડરબન1996
67 રનઓસ્ટ્રેલિયામેલબર્ન1948
75 રનવેસ્ટ ઈન્ડિઝદિલ્હી1987

ત્રીજી ટેસ્ટ ઈનિંગ સમરી

  • ઈન્ડિયન ટીમ પહેલી ઈનિંગમાં 78 રનમાં ઓલઆઉટ થઈ હતી.
  • ઇંગ્લિશ ટીમ પહેલી ઈનિંગમાં 432 રનમાં ઓલઆઉટ થઈ હતી.
  • બીજી ઈનિંગમાં ઈન્ડિયન ટીમ સામે 354 રનની લીડનો પહાડ હતો.
  • ચોથા દિવસના પહેલા સેશનમાં ઈન્ડિયન ટીમ 278 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના પરિણામે ઇંગ્લિશ ટીમે 1 ઈનિંગ અને 76 રનથી મેચ જીતી લીધી હતી.
આઉટ થયા પછી વિરાટ કોહલી પેવેલિયન ભેગો થયો, મેચ સેવિંગ ઈનિંગ ન રમી શકતા ઘણો દુખી જોવા મળ્યો હતો
આઉટ થયા પછી વિરાટ કોહલી પેવેલિયન ભેગો થયો, મેચ સેવિંગ ઈનિંગ ન રમી શકતા ઘણો દુખી જોવા મળ્યો હતો

DAY-4, પહેલા સેશનમાં જ ઈન્ડિયન ટીમનો ધબડકો

  • ઈન્ડિયન ટીમે ચેતેશ્વર પુજારાની વિકેટ ગુમાવ્યા બાદ બેક ટુ બેક કેપ્ટન કોહલી અને રહાણે પેવેલિયન ભેગા થયા હતા. 237 રન પર ઈન્ડિયાની ચોથી તથા 239 રન પર પાંચમી વિકેટ પડી ગઈ હતી.
  • ઓછામાં પુરુ ઈન્ડિયન ટીમના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત 1 રનના અંગત સ્કોર પર પેવેલિયન ભેગો. રસપ્રદ વાત એ રહી તે પંત કરતા વધારે રન તો ઈન્ડિયન ફાસ્ટ બોલર મોહમ્મદ શમી બનાવી શક્યો હતો. જોકે તે પણ મોઈન અલીની ઓવરમાં પેવેલિયન ભેગો થયો હતો.
  • 257 રન પર ઈન્ડિયન ટીમની 8મી વિકેટ પડી હતી, ઓલી રોબિન્સને ઈશાંત શર્માને આઉટ કરી પોતાની પાંચમી વિકેટ લીધી હતી. હવે ટીમ સામે 1 ઈનિંગથી હારવાનું જોખમ મંડરાઈ રહ્યું છે.

ઇંગ્લેન્ડને વિરાટ વિકેટ મળતા-મળતા રહી ગઈ
એન્ડરસનના બોલ પર વિરાટ કોહલી શોટ ચૂકી ગયો હતો, જોકે બેટ અને પેડ વચ્ચે સંપર્ક થતા એક અવાજ આવ્યો હતો. જેના પરિણામે અમ્પાયરે પણ કોહલીને આઉટ જાહેર કરી દીધો હતો. રસપ્રદ વાત તો એ રહી કે વિરાટ કોહલી પણ પેવેલિયન તરફ જતો જ રહ્યો હતો કે ચાર સેકન્ડ પછી એને રિવ્યૂ લીધો અને પછી બોલ અને બેટનો સંપર્ક ના થયો હોવાથી તે નોટઆઉટ જાહેર થયો હતો.

પુજારા નર્વસ 90નો શિકાર, કોહલી સાથે 99 રનની પાર્ટનરશિપ

  • ચેતેશ્વર પુજારાએ ઓફ સ્ટમ્પની ફુલ લેન્થ બોલને લીવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે એના પેડ પર વાગતા ઇંગ્લિશ પ્લેયર્સે LBWની અપીલ કરી હતી.
  • જોકે અમ્પાયર્સે પુજારાને નોટઆઉટ જાહેર કરતા જો રૂટે રિવ્યૂ લીધો હતો. જેમાં પુજારાએ શોટ ઓફર ન કર્યો હોવાથી નિયમો પ્રમાણે બોલનો ઇમ્પેક્ટ જોવાતો નથી.
  • પુજારા સામેના રિવ્યૂમાં બોલ હિટિંગ વિકેટ હોવાથી 91 રનમાં પેવેલિયન ભેગા થવું પડ્યું હતું.
  • વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા વચ્ચે 99 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી, તેવામાં પુજારા LBW થતા તે અંગત સદીની સાથે બંને ખેલાડી પાર્ટનરશિપની સદી પણ ચૂક્યા.

પુજારાએ 12 ઈનિંગ પછી ટેસ્ટ કારકિર્દીની 30મી અર્ધસદી નોંધાવી. તેણે છેલ્લી અર્ધસદી ઇંગ્લેન્ડ સામે આ વર્ષે ચેન્નઈમાં નોંધાવી હતી. ઈન્ડિયન ટીમની 'ધ વોલ 2.0'એ એશિયાની બહાર પોતાની કારકિર્દીની સૌથી ફાસ્ટ (91) અર્ધસદી નોંધાવી હતી.

રોહિત શર્માએ પુજારા અને વિરાટના વખાણ કર્યા
હિટમેન શર્માએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે પુજારા આ ઈનિંગમાં આક્રમક ગેમ રમવા માટે આવ્યો હતો. તેણે આવતાની સાથે જ બાઉન્ડ્રી ફટકારીને પોતાનો ક્લાસ દર્શાવ્યો હતો. પુજારાએ પ્રત્યેક લૂસ બોલનો ફાયદો ઉઠાવ્યો હતો.

પિચ રિપોર્ટ

  • ચોથા દિવસે પિચ બેટિંગ ફ્રેન્ડલી રહેશે. જોકે પહેલા 1-2 કલાક પછી ઓફ સ્પિનર્સને વધુ સહાયતા મળવાની તક.
  • ફાસ્ટ બોલર્સને DAY-1ની જેમ સ્વિંગ અને સીમમાં સહાયતા ન મળતા ઇંગ્લેન્ડની ટીમે 8 વિકેટ લેવા માટે ઘણી મહેનત કરવી પડશે.

DAY-3, ચાલુ મેચમાં મેદાન વચ્ચે થઈ જોવા જેવી થઈ. અહીં ક્લિક કરો
પોતાને ભારતીય ક્રિકેટનો ફેન કહેનારો જારવો લીડ્સમાં રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચમાં પણ જોવા મળ્યો. તે મેચના ત્રીજા દિવસે મેદાનની અંદર ઘૂસી ગયો હતો. આ વખતે તે ટીમ ઈન્ડિયાની ટીશર્ટમાં જોવા મળ્યો હતો.

રોહિત શર્માના આઉટ થયા બાદ જારવો મેદાનમાં ઘૂસી ગયો હતો. તે પેડ, હેલ્મેટ અને ગ્લવ્સ પહેરીને મેદાનની અંદર આવ્યો. સિક્યોરિટી ગાર્ડ્સ તેને પકડીને મેદાનની બહાર લઈ ગયા હતા. આ ઘટના ભારતની ઇનિંગની 48મી ઓવરમાં બની હતી. રોહિત શર્મા 48મી ઓવરના ચોથા બોલ પર ઓલી રોબિન્સનનો શિકાર બન્યો હતો. રોહિતના આઉટ થયા બાદ જારવોએ મેદાનમાં પ્રવેશવામાં સફળ રહ્યો હતો.

કે.એલ.રાહુલ સતત 3જી ઈનિંગમાં નિષ્ફળ
રાહુલ (8 રન) લંચ પહેલા અંતિમ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. તેણે ક્રેગ ઓવર્ટનને જોની બેયરસ્ટોના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. બેયરસ્ટોએ સ્લિપમાં ફ્લાઇંગ કેચ પકડીને રાહુલનો પ્રશંસનીય કેચ પકડ્યો હતો. લોર્ડ્સ ટેસ્ટની પહેલી ઈનિંગમાં 129 રન કર્યા પછી રાહુલ સતત ત્રીજી ઈનિંગમાં નિષ્ફળ રહ્યો છે. આ દરમિયાન તેણે 5, 0 અને આજે 8 રનની ઈનિંગ રમી હતી.

બંને ટીમની પ્લેઇંગ-11

  • ઈન્ડિયાઃ કે.એલ.રાહુલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી(કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
  • ઇંગ્લેન્ડઃ રોરી બર્ન્સ, હસીબ હમીદ, ડેવિડ મલાન, જો રૂટ (કેપ્ટન), જોની બેયરસ્ટો, જોસ બટલર(મોઇન અલી), સેમ કરન, ઓલી રોબિન્સન, ક્રેગ ઓવર્ટન, જેમ્સ એન્ડરસન

મેચની જાણકારી, હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ; લીડ્સ

ટોસઈન્ડિયા, પહેલા બેટિંગ પસંદ કરી હતી
સિરીઝઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ
સત્ર2021
મેચ નંબરટેસ્ટ નંબર. 2432
ગ્રાઉન્ડ ટાઇમ3.30 ગેમ શરૂ થશેલંચ- 5:30 - 5:40 PMટી બ્રેક- 7:40 - 8:00 PM(સમયમાં ફેરફાર થઈ શકે છે)
મેચ25, 26, 27, 28, 29ઓગસ્ટ 2021
અમ્પાયર્સએલેક્સ વ્હોર્ફરિચર્ડ કેટલર્બ્રો
ટીવી અમ્પાયરરિચર્ડ ઇલિંગવર્થ
રિઝર્વ અમ્પાયરમાર્ટિન સૈગર્સ
મેચ રેફરીક્રિસ બ્રોડ
DAY-45 દિવસીય ટેસ્ટ મેચ
અન્ય સમાચારો પણ છે...