તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Sports
 • Cricket
 • India Vs England 3rd Test LIVE Score Update; Japrit Bumrah Shami Siraj | (IND VS ENG) Today Match Day 3 Latest News And Update

IND vs ENG ટેસ્ટ 'DAY-3 સ્ટમ્પ્સ':પુજારા બેક ઈન ફોર્મ, 19મી સદીથી માત્ર 9 રન દૂર; કોહલી સાથે ત્રીજી વિકેટ માટે અત્યારસુધી 99* રનની પાર્ટનરશિપ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બીજી ઈનિંગમાં રાહુલને DRSએ બચાવ્યો
 • જો રૂટે DRS લેવામાં મોડુ કર્યું; રોહિત શર્માને આઉટ કરવાની તક ગુમાવી

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની ત્રીજી મેચ લીડ્સના હેડિંગ્લેમાં રમાઈ રહી છે. ત્રીજા દિવસના અંતે ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 2 વિકેટે 215 રન બનાવ્યા હતા. અત્યારે કેપ્ટન વિરાટ કોહલી 45* રન અને ચેતેશ્વર પૂજારા 91* રન કરી ક્રિઝ પર છે. બંને વચ્ચે અત્યારસુધી 99* રનની ભાગીદારી થઈ છે. પહેલી ઈનિંગના આધારે ભારત હજુ ઈંગ્લેન્ડથી 139 રન પાછળ છે. મેચનું સ્કોર બોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો.....

પુજારાએ 12 ઈનિંગ પછી ટેસ્ટ કારકિર્દીની 30મી અર્ધસદી નોંધાવી. તેણે છેલ્લી અર્ધસદી ઇંગ્લેન્ડ સામે આ વર્ષે ચેન્નઈમાં નોંધાવી હતી. ઈન્ડિયન ટીમની 'ધ વોલ 2.0'એ એશિયાની બહાર પોતાની કારકિર્દીની સૌથી ફાસ્ટ (91) અર્ધસદી નોંધાવી હતી.

DRS લેવા માટે રૂટે સાથી ખેલાડીઓ સાથે ચર્ચા કરી હતી. રૂટે 15 સેકન્ડ પછી રિવ્યૂ લેવાનો ઈશારો કરતા અમ્પાયરે તેના નિર્ણયને નકાર્યો હતો.
DRS લેવા માટે રૂટે સાથી ખેલાડીઓ સાથે ચર્ચા કરી હતી. રૂટે 15 સેકન્ડ પછી રિવ્યૂ લેવાનો ઈશારો કરતા અમ્પાયરે તેના નિર્ણયને નકાર્યો હતો.

રૂટે DRS લેવામાં મોડુ કર્યું, રોહિતને મળ્યું જીવનદાન
32મી ઓવરમાં રોબિન્સનની ઓવરના 5મા બોલ પર રોહિત શર્મા સામે LBWની અપીલ કરાઈ હતી. ફીલ્ડ અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કરાતા રૂટ પાસે DRS લેવાની તક હતી. જોકે તેણે 15 સેકન્ડ સુધી વિચાર કર્યો અને 00 સેકન્ડ પર રિવ્યૂ લેવા ઈશારો કરતા અમ્પાયરે તેને અનુમતિ આપી નહોતી.

કેપ્ટન રૂટે રિવ્યૂ લેવા માટે 15 સેકન્ડથી વધુ લીધી, રોહિતને જીવનદાન મળ્યું હતું; પરંતુ ફિફ્ટી માર્ય પછી રોબિન્સનની ઓવરમાં તે આઉટ થયો
કેપ્ટન રૂટે રિવ્યૂ લેવા માટે 15 સેકન્ડથી વધુ લીધી, રોહિતને જીવનદાન મળ્યું હતું; પરંતુ ફિફ્ટી માર્ય પછી રોબિન્સનની ઓવરમાં તે આઉટ થયો

તેવામાં રિપ્લે દરમિયાન સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે રોહિત શર્મા સામે જે LBWની અપીલ થઈ હતી તેમાં બોલ સ્ટમ્પ્સને હિટ કરતો હતો. જો રૂટે 1-2 સેકન્ડ પહેલા પણ રિવ્યૂ લીધો હોત તો રોહિત શર્મા પેવેલિયન ભેગો હોત.

ઇંગ્લેન્ડના કોચ સિલ્વરવુડ રૂટથી નારાજ
ઇંગ્લેન્ડના કોચ સિલ્વરવુડ રૂટથી નારાજ

કે.એલ.રાહુલ સતત 3જી ઈનિંગમાં નિષ્ફળ
રાહુલ (8 રન) લંચ પહેલા અંતિમ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. તેણે ક્રેગ ઓવર્ટનને જોની બેયરસ્ટોના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. બેયરસ્ટોએ સ્લિપમાં ફ્લાઇંગ કેચ પકડીને રાહુલનો પ્રશંસનીય કેચ પકડ્યો હતો. લોર્ડ્સ ટેસ્ટની પહેલી ઈનિંગમાં 129 રન કર્યા પછી રાહુલ સતત ત્રીજી ઈનિંગમાં નિષ્ફળ રહ્યો છે. આ દરમિયાન તેણે 5, 0 અને આજે 8 રનની ઈનિંગ રમી હતી.

ઓલી રોબિન્સન લોકેશ રાહુલ સામે LBWની અપીલ કરી હતી. DRSએ રાહુલને બચાવ્યો
ઓલી રોબિન્સન લોકેશ રાહુલ સામે LBWની અપીલ કરી હતી. DRSએ રાહુલને બચાવ્યો
પહેલા બેટિંગ કરતા 200+ની લીડ ખાધા પછી (ઈન્ડિયન ટીમના સ્ટેટ્સ)
મેચ

જીત

હારડ્રો
4403410

ટેસ્ટ ફોર્મેટમાં ઈન્ડિયન ટીમને પહેલા બેટિંગ દરમિયાન 200+ રનની લીડ મળ્યા પછી તે એકપણ મેચ જીતી શકી નથી. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમે અત્યાર સુધી કુલ 44 મેચમાં પહેલા બેટિંગ કર્યા પછી 200+ રનની લીડ મેળવી હતી. જેમાંથી એણે 34 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે 10 ડ્રો રહી છે.

પાકિસ્તાની પૂર્વ કેપ્ટન કોહલીથી નારાજ
પાકિસ્તાની પૂર્વ કેપ્ટન ઈંઝમામ ઉલ હકે ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીના પહેલા બેટિંગ કરવાના નિર્ણયની નિંદા કરી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમ પહેલા 2 દિવસમાં જ ગેમની બહાર થઈ ગઈ છે. તેણે કહ્યું હતું કે વિરાટ સેનાએ લોર્ડ્સમાં ઇંગ્લિશ ટીમને બેકફુટ પર ધકેલી દીધી હતી, જો ત્રીજી ટેસ્ટ મેચમાં કોહલીએ ટોસ જીતીને ઇંગ્લેન્ડને બેટિંગ કરવા આમંત્રણ આપ્યુ હોત તો અત્યારે પરિસ્થિતિ અલગ થઈ શકી હોત. ઈન્ડિયન બોલર્સને પહેલા 2 કલાક ભેજવાળા વાતાવરણનો ફાયદો પણ મળ્યો હોત. ઈન્ડિયન બેટ્સમેનનો અપ્રોચ પણ કેઝ્યૂઅલ જોવા મળ્યો હતો.

ટેસ્ટ ફોર્મેટમાં ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ સદી નોંધવનાર

 • જો રૂટ - 39
 • એલિસ્ટર કુક - 38
 • કેવિન પિટરસન - 32
 • ગ્રેહામ ગૂચ - 28
 • એન્ડ્ર્યૂ સ્ટ્રોસ - 27

ઇંગ્લિશ કેપ્ટન જો રૂટને બુમરાહે ક્લિન બોલ્ડ કર્યો, તે 121 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. રૂટે ટેસ્ટ ફેર્મેટમાં 23મી સદી ફટકારી હતી. આ ઈન્ડિયા સામે તેની ઓવરઓલ 8મી અને સતત 3જી સદી છે. રૂટ બંને દેશો વચ્ચે રમાયેલી ટેસ્ટમાં સૌથી વધુ સદી નોંધાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર અને એલિસ્ટર કુકનો રેકોર્ડ પણ તોડ્યો હતો. ત્રણેય બેટ્સમેને એકબીજા વિરૂદ્ધ 7 સદી નોંધાવી છે.

બંને ટીમની પ્લેઇંગ-11
ઈન્ડિયાઃ
કે.એલ.રાહુલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી(કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
ઇંગ્લેન્ડઃ રોરી બર્ન્સ, હસીબ હમીદ, ડેવિડ મલાન, જો રૂટ (કેપ્ટન), જોની બેયરસ્ટો, જોસ બટલર(મોઇન અલી), સેમ કરન, ઓલી રોબિન્સન, ક્રેગ ઓવર્ટન, જેમ્સ એન્ડરસન

મેચની જાણકારી, હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ; લીડ્સ

ટોસઈન્ડિયા, પહેલા બેટિંગ પસંદ કરી હતી
સિરીઝઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડ
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ
સત્ર2021
મેચ નંબરટેસ્ટ નંબર. 2432
ગ્રાઉન્ડ ટાઇમ3.30 ગેમ શરૂ થશે
લંચ- 5:30 - 5:40 PM
ટી બ્રેક- 7:40 - 8:00 PM
(સમયમાં ફેરફાર થઈ શકે છે)
મેચ25, 26, 27, 28, 29ઓગસ્ટ 2021
અમ્પાયર્સએલેક્સ વ્હોર્ફરિચર્ડ કેટલર્બ્રો
ટીવી અમ્પાયરરિચર્ડ ઇલિંગવર્થ
રિઝર્વ અમ્પાયરમાર્ટિન સૈગર્સ
મેચ રેફરીક્રિસ બ્રોડ
DAY-35 દિવસીય ટેસ્ટ મેચ
અન્ય સમાચારો પણ છે...