તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs England 3rd Test LIVE Score Update; Japrit Bumrah Shami Siraj | (IND VS ENG) Today Match Day 2 Latest News And Update

IND v/s ENG ટેસ્ટ 'DAY-2 સ્ટમ્પ્સ':બીજા દિવસે ઇંગ્લેન્ડ 345 રનથી આગળ, રૂટ કેપ્ટન તરીકે 1 કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન કરનાર ઇંગ્લિશ બેટ્સમેન

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જસપ્રીત બુમરાહ વિકેટ્સની સદીથી 5 વિકેટ દૂર, કપિલ દેવનો રેકોર્ડ તોડવાની તક

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની ત્રીજી મેચ લીડ્સના હેડિંગ્લેમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા સમયે ઈન્ડિયન ટીમ પહેલી ઈનિંગમાં 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડે DAY-2 સ્ટમ્પ્સ સુધી 8 વિકેટના નુકસાને 423 રન કર્યા છે. અત્યારે ઓલી રોબિન્સન 0 અને ઓવર્ટન 24 રન કરી ક્રીઝ પર છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીંયા ક્લિક કરો.....

ઇંગ્લિશ કેપ્ટન જો રૂટને બુમરાહે ક્લિન બોલ્ડ કર્યો, તે 121 રન કરી પેવેલિયન ભેગો થયો હતો. રૂટે ટેસ્ટ ફેર્મેટમાં 23મી સદી ફટકારી હતી. આ ઈન્ડિયા સામે તેની ઓવરઓલ 8મી અને સતત 3જી સદી છે. રૂટ બંને દેશો વચ્ચે રમાયેલી ટેસ્ટમાં સૌથી વધુ સદી નોંધાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર અને એલિસ્ટર કુકનો રેકોર્ડ પણ તોડ્યો હતો. ત્રણેય બેટ્સમેને એકબીજા વિરૂદ્ધ 7 સદી નોંધાવી છે.

રૂટની ટેસ્ટ કારકિર્દીની 51મી અને મલાનની 7મી અર્ધસદી. આ સિરીઝમાં રૂટનો સતત ચોથો 50+ સ્કોર છે. આની પહેલા તેણે નોટિંઘમમાં 64 અને 109 તથા લોર્ડ્સમાં 180 રન કર્યા હતા. રૂટ અને મલાન વચ્ચે અત્યાર સુધી 100+ રનની ભાગીદારી નોંધાઈ છે.

બંને ઇંગ્લિશ ઓપનર ક્લિન બોલ્ડ

  • બર્ન્સ 153 બોલમાં 61 રન કરી આઉટ થયો હતો. તેને મોહમ્મદ શમીએ ગુડ લેન્થ બોલ પર ક્લિન બોલ્ડ કર્યો હતો.
  • જાડેજાએ શોર્ટ ઓફ ગુડ લેન્થ બોલ પર હસીબ હમીદને ક્લિન બોલ્ડ કર્યો હતો. હસીબે 195 બોલમાં 68 રન કર્યા હતા.
બર્ન્સ 153 બોલમાં 61 રન કરી પેવેલિયન ભેગો, શમીએ તેને ક્લિન બોલ્ડ કર્યો
બર્ન્સ 153 બોલમાં 61 રન કરી પેવેલિયન ભેગો, શમીએ તેને ક્લિન બોલ્ડ કર્યો

કાળી પટ્ટી બાંધી ઇંગ્લેન્ડના ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા
ઇંગ્લેન્ડ ટીમના બેટ્સમેન શુક્રવારે કાળી પટ્ટી બાંધીને મેદાન પર આવ્યા હતા. તેણે પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન ટેડ ડેક્સ્ટરની યાદમાં આ પાટ્ટી પહેરી હતી. તેમનું ગુરુવારે 86 વર્ષની વયે અવસાન થયું છે. ટેડને ઈંગ્લેન્ડના શ્રેષ્ઠ ક્રિકેટરોમાંથી એક માનવામાં આવે છે. તેણે 1986મા ટેસ્ટ ખેલાડીઓની રેન્કિંગ સિસ્ટમમાં મદદ કરી હતી.

પુજારાના સ્થાને સૂર્યકુમાર યાદવ એક સારો વિકલ્પ બની શકે છે
આ મેચમાં જેમ્સ એન્ડરસને ચેતેશ્વર પુજારાને પેવેલિયનનો રસ્તો બતાવીને તેની કરિયર પર પણ પ્રશ્નાર્થચિહ્ન મૂકી દીધું છે. તેવામાં ઈન્ડિયન ટીમમાં સૂર્યકુમાર યાદવની એન્ટ્રી થવાની સંભાવના રહેલી છે. સૂર્યકુમાર IPLથી જ સારા ફોર્મમાં છે. ટીમ મેનેજમેન્ટે પણ પૃથ્વી શો અને સૂર્યકુમારને શ્રીલંકા ટૂર પછી ઇંગ્લેન્ડ ટૂરમાં સ્થાન આપતા હવે ચોથી ટેસ્ટ મેચમાં સૂર્યકુમાર રમી શકે છે.

  • પહેલી ઈનિંગમાં ઇંગ્લેન્ડની ટીમે ઈન્ડિયા સામે અત્યારસુધી 42 રનની લીડ મેળવી લીધી છે.
  • હસીબે ટેસ્ટ કારકિર્દીની 3જી અને બર્ન્સે 10મી ફિફ્ટી નોંધાવી છે. બંને ઓપનર્સે છેલ્લા 10 વર્ષ પછી ઈન્ડિયા સામે હોમ ગ્રાઉન્ડ પર પહેલી 100+ રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી છે.

22 રન કરવામાં 7 વિકેટ ગુમાવી
ઈન્ડિયન ટીમે 56 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી, ત્યાર પછી ઇંગ્લિશ બોલર્સે બેક ટુ બેક વિકેટ્સ ઝડપીને ઈન્ડિયન ટીમને 78 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. તેવામાં પહેલી ઈનિંગમાં ઈન્ડિયાએ છેલ્લા 22 રન કરવામાં 7 મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દેતા કેપ્ટન કોહલીના પહેલા બેટિંગ કરવાના નિર્ણય સામે સવાલો ઊઠી રહ્યા છે.

વિરાટે સતત 8 ટોસ હાર્યા પછી ટોસ જીત્યો
વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેવામાં ઉલ્લેખનીય છે કે સતત 8 ટોસ હાર્યા પછી વિરાટ કોહલીએ ટોસ જીત્યા પછી કહ્યું હતું કે હું ઘણો આશ્ચર્યચકિત છું, કે ટોસ આજે મારા નામે થયો છે. અમે ઈન્ડિયન ટીમમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. અમારા મત મુજબ આ પિચ પર વધુ એક ફાસ્ટ બોલર હોવાથી ઇંગ્લિશ ટીમને અમે પ્રેશરમાં લાવી શકી છું. આની સાથે જ જાડેજાની બોલિંગ સ્ટાઇલથી ઇંગ્લિશ બેટ્સમેન પણ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.

બંને ટીમની પ્લેઇંગ-11
ઈન્ડિયાઃ કે.એલ.રાહુલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી(કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
ઇંગ્લેન્ડઃ રોરી બર્ન્સ, હસીબ હમીદ, ડેવિડ મલાન, જો રૂટ (કેપ્ટન), જોની બેયરસ્ટો, જોસ બટલર(મોઇન અલી), સેમ કરન, ઓલી રોબિન્સન, ક્રેગ ઓવર્ટન, જેમ્સ એન્ડરસન

મેચની જાણકારી, હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ; લીડ્સ

ટોસઈન્ડિયા, પહેલા બેટિંગ પસંદ કરી હતી
સિરીઝઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ
સત્ર2021
મેચ નંબરટેસ્ટ નંબર. 2432
ગ્રાઉન્ડ ટાઇમ3.30 ગેમ શરૂ થશે
લંચ- 5:30 - 5:40 PM
ટી બ્રેક- 7:40 - 8:00 PM
(સમયમાં ફેરફાર થઈ શકે છે)
મેચ25, 26, 27, 28, 29ઓગસ્ટ 2021
અમ્પાયર્સએલેક્સ વ્હોર્ફરિચર્ડ કેટલર્બ્રો
ટીવી અમ્પાયરરિચર્ડ ઇલિંગવર્થ
રિઝર્વ અમ્પાયરમાર્ટિન સૈગર્સ
મેચ રેફરીક્રિસ બ્રોડ
DAY-25 દિવસીય ટેસ્ટ મેચ
અન્ય સમાચારો પણ છે...