તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Sports
 • Cricket
 • India Vs England 3rd Test LIVE Score; Rohit Sharma KL Rahul | (IND VS ENG) Today Match Day 1 Latest News And Update

IND v/s ENG ટેસ્ટ 'DAY-1' સ્ટમ્પ્સ:પહેલી ઈનિંગમાં ઈન્ડિયન ટીમ 78 રનમાં ઓલઆઉટ; ઇંગ્લેન્ડનો સ્કોર 120/0, હમીદ અને બર્ન્સની ફિફ્ટી

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
રોહિત-રહાણે સિવાય 9 ખેલાડી સિંગલ ડિજિટ સ્કોરમાં પેવેલિયન ભેગા; 3 ગોલ્ડન ડક - Divya Bhaskar
રોહિત-રહાણે સિવાય 9 ખેલાડી સિંગલ ડિજિટ સ્કોરમાં પેવેલિયન ભેગા; 3 ગોલ્ડન ડક
 • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ-2ના પોઇન્ટ ટેબલમાં ઈન્ડિયન ટીમ નંબર-1
 • પહેલી ઈનિંગમાં ઈન્ડિયન ટીમનો ઇંગ્લેન્ડ સામે ત્રીજો સૌથી ઓછો સ્કોર

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સિરીઝની ત્રીજી મેચ બુધવારથી હેડિંગ્લે (લીડ્સ)માં રમાઈ રહી છે. જેના પહેલા દિવસે વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ઇંગ્લિશ ટીમના આક્રમક બોલિંગ સામે ઈન્ડિયન ટીમ 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં બીજા દિવસના સ્ટમ્પ્સ સુધી ઇંગ્લેન્ડે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 120 રન કર્યા છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો.....

 • પહેલી ઈનિંગમાં ઇંગ્લેન્ડની ટીમે ઈન્ડિયા સામે અત્યારસુધી 42 રનની લીડ મેળવી લીધી છે.
 • હસીબે ટેસ્ટ કારકિર્દીની 3જી અને બર્ન્સે 10મી ફિફ્ટી નોંધાવી છે. બંને ઓપનર્સે છેલ્લા 10 વર્ષ પછી ઈન્ડિયા સામે હોમ ગ્રાઉન્ડ પર પહેલી 100+ રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી છે.
 • આની પહેલા 2011માં એડ્જબેસ્ટનમાં એન્ડ્ર્યૂ સ્ટ્રોસ અને એલિસ્ટર કુક વચ્ચે 186 રનની પાર્ટનરશિપ થઈ હતી.
 • પહેલી ઈનિંગમાં ઇંગ્લિશ ટીમના જેમ્સ એન્ડરસન અને ઓવર્ટને 3-3 વિકેટ લીધી, જ્યારે રોબિન્સન, સેમ કરને 2 મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપીને ઈન્ડિયન ટીમને ઓલઆઉટ કરી દીધી હતી.
રોરી બર્ન્સ અને હસીબ વચ્ચે 100+ રનની પાર્ટનરશિપ, બંને બેટ્સમેનની ફિફ્ટી
રોરી બર્ન્સ અને હસીબ વચ્ચે 100+ રનની પાર્ટનરશિપ, બંને બેટ્સમેનની ફિફ્ટી

ઈન્ડિયન ટીમ WTC-2ના પોઇન્ટ ટેબલમાં નં.1
ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ-2ના પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. જેમાં પાકિસ્તાન બીજા અને વેસ્ટ ઇન્ડીઝ ત્રીજા સ્થાને છે. આની સાથે જ ઈંગ્લેન્ડની ટીમ ચોથા સ્થાને છે. ઈન્ડિયા, પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં એક-એક ટેસ્ટ જીતી છે. ઈંગ્લેન્ડ ટૂર પર પાંચ ટેસ્ટની શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે.

ઈન્ડિયન ટીમના લોએસ્ટ સ્કોર્સ

સ્કોરવિરૂદ્ધસ્થળવર્ષ
36 રનઓસ્ટ્રેલિયાએડિલેડ2020
42 રનઇંગ્લેન્ડલોર્ડ્સ1974
58 રનઓસ્ટ્રેલિયાબ્રિસબેન1947
58 રનઇંગ્લેન્ડમાનચેસ્ટર1952
66 રનદ. આફ્રિકાડરબન1996
67 રનઓસ્ટ્રેલિયામેલબર્ન1948
75 રનવેસ્ટ ઈન્ડિઝદિલ્હી1987

છેલ્લા ઘણા મહિનાઓથી ઈન્ડિયન ટેસ્ટ ટીમની 'ધ વોલ 2.0'માં તિરાડ પડી ગઈ છે. ચેતેશ્વર પુજારાના ઇંગ્લેન્ડ ટૂરમાં પ્રદર્શનની વાત કરીએ તો એણે છેલ્લી પાંચ ઈનિંગ્સમાં માત્ર 2 વાર ડબલ ડિજિટ સ્કોર નોંધાવ્યો છે. જે નોટિંઘમ અને લોર્ડ્સની બીજી ઈનિંગમાં આવ્યો હતો. (12* અને 25 રન). તેવામાં હવે ઈન્ડિયન ટીમ 78 રને ઓલઆઉટ થઈ જતા ચેતેશ્વર પુજારાની કારકિર્દી સામે સવાલો ઊઠી શકે છે.

ચેતેશ્વર પુજારાનું ઇંગ્લેન્ડ ટૂરમાં પ્રદર્શન (5 ઈનિંગ સુધી)
ઈનિંગરનબોલસ્થળ
1ST ઈનિંગ416નોટિંઘમ
2ND ઈનિંગ12* રન13 બોલનોટિંઘમ
1ST ઈનિંગ9 રન23 બોલલોર્ડ્સ
2ND ઈનિંગ25 રન206 બોલલોર્ડ્સ
1ST ઈનિંગ1 રન9 બોલલીડ્સ*

ક્રેગ ઓવર્ટન અને સેમ કરન હેટ્રિક ચૂક્યા

 • ઈન્ડિયન ટીમની પહેલી ઈનિંગનો ટર્નિંગ પોઇન્ટ ક્રેગ ઓવર્ટન અને સેમ કરનની ઓવર રહ્યો હતો. ટીમે 37 અને 38 ઓવર દરમિયાન 67 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.
 • ઉલ્લેખનીય છે કે ઈનિંગની 37મી ઓવરમાં ક્રેગ ઓવર્ટને ચોથા બોલ પર રોહિતને તથા પાંચમાં બોલ પર મોહમ્મદ શમીને પેવેલિયન ભેગા કર્યા હતા. જોકે તે હેટ્રિક ચૂક્યો હતો.
 • ઓવર્ટનની સફળ ઓવર પછી ઈનિંગની 38મી ઓવરમાં સેમ કરને પણ બેક ટુ બેક વિકેટ્સ લીધી હતી. એણે ઓવરના બીજા અને ત્રીજા બોલ પર જાડેજા તથા બુમરાહને પેવેલિયન ભેગા કર્યા હતા. જોકે કરન હેટ્રિક ચૂકી ગયો હતો.
જેમ્સ એન્ડરસન સામે કોહલી ઢેર, પહેલી ઈનિંગમાં 7 રન કરી પેવેલિયન ભેગો
જેમ્સ એન્ડરસન સામે કોહલી ઢેર, પહેલી ઈનિંગમાં 7 રન કરી પેવેલિયન ભેગો

22 રન કરવામાં 7 વિકેટ ગુમાવી
ઈન્ડિયન ટીમે 56 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી, ત્યાર પછી ઇંગ્લિશ બોલર્સે બેક ટુ બેક વિકેટ્સ ઝડપીને ઈન્ડિયન ટીમને 78 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. તેવામાં પહેલી ઈનિંગમાં ઈન્ડિયાએ છેલ્લા 22 રન કરવામાં 7 મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દેતા કેપ્ટન કોહલીના પહેલા બેટિંગ કરવાના નિર્ણય સામે સવાલો ઊઠી રહ્યા છે.

ઈન્ડિયન ટીમની પહેલી ઈનિંગ

 • પહેલા સેશનમાં એન્ડરસનની આક્રમક બોલિંગ કરીને ઈન્ડિયન ટીમની બેટિંગ ઓર્ડરની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. એણે પહેલા સેશનની પહેલી 11 ઓવરમાં જ કે.એલ રાહુલ, ચેતેશ્વર પુજારા અને કેપ્ટન કોહલીને પેવેલિયન ભેગા કર્યા હતા.
 • કે.એલ. રાહુલ ઓફ સ્ટમ્પ બહાર ફુલ લેન્થના બોલ પર કવર ડ્રાઇવ મારવા જતા કેચ આઉટ થયો હતો. જેમ્સ એન્ડરસને પહેલી ઓવરના પાંચમા બોલ પર ઈન્ડિયન ટીમની ઓપનિંગ જોડીને તોડી હતી.
 • જેમ્સ એન્ડરસને ત્રણેય બેટ્સમેન્સને ઓફ સ્ટમ્પની લાઇન પર બોલ ફેંકી પેવેલિયન ભેગો કર્યા હતા.
 • લંચ પછી રોબિન્સને રિષભ પંતને ઓફ સ્ટમ્પની બહાર બોલ ફેંકી પેવેલિયન ભેગો કર્યો હતો. રિષભ સ્કોરબોર્ડમાં માત્ર 2 રન ઉમેરી શક્યો હતો.

જેમ્સ એન્ડરસન સામે કોહલી ઢેર

 • ઇંગ્લિશ ટીમના ફાસ્ટ બોલર એન્ડરસને કોહલીને 7મી વાર આઉટ કર્યો હતો.
 • એણે કોહલીને સૌથી વધુ વાર આઉટ કરવાના ઓસ્ટ્રેલિયન બોલર નેથન લાયનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
 • લાયને 33 ઈનિંગમાં અને એન્ડરસને 44 ઈનિંગમાં આ પડાવ પાર કર્યો છે. આ સિરીઝમાં બીજી વાર એન્ડરસને કેપ્ટન કોહલીને પેવેલિયન ભેગો કર્યો હતો.

વિરાટે સતત 8 ટોસ હાર્યા પછી આજે ટોસ જીત્યો
વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેવામાં ઉલ્લેખનીય છે કે સતત 8 ટોસ હાર્યા પછી વિરાટ કોહલીએ ટોસ જીત્યા પછી કહ્યું હતું કે હું ઘણો આશ્ચર્યચકિત છું, કે ટોસ આજે મારા નામે થયો છે. અમે ઈન્ડિયન ટીમમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. અમારા મત મુજબ આ પિચ પર વધુ એક ફાસ્ટ બોલર હોવાથી ઇંગ્લિશ ટીમને અમે પ્રેશરમાં લાવી શકી છું. આની સાથે જ જાડેજાની બોલિંગ સ્ટાઇલથી ઇંગ્લિશ બેટ્સમેન પણ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે.

ઇંગ્લેન્ડની ટીમમાં 2 ફેરફાર
સિબલના સ્થાને ડેવિડ મલાનને તક આપી છે, જ્યારે માર્ક વુડ ઈજાગ્રસ્ત હોવાથી ક્રેગ ઓવર્ટનની પ્લેઇંગ-11માં પસંદગી કરવામાં આવી છે.

1-0ની લીડ મેળવ્યા બાદ ઈન્ડિયન ટીમ હવે 35 વર્ષ જૂનો રેકોર્ડ તોડવા માટે મેદાનમાં ઉતરશે. અત્યારસુધી ઈન્ડિયાએ 1986 પછી ઇંગ્લેન્ડમાં 1 સીરીઝ દરમિયાન 2 ટેસ્ટ જીતી નથી. તેવામાં હેડિંગ્લેની ટેસ્ટ વિરાટ સેના માટે મહત્ત્વપૂર્ણ રહેશે. વર્ષ 1986માં કપિલ દેવની આગેવાનીમાં ઈન્ડિયન ટીમે ઇંગ્લેન્ડને 2-0થી હરાવ્યું હતું.

મેચની જાણકારી, હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ; લીડ્સ
ટોસઈન્ડિયા, પહેલા બેટિંગ પસંદ કરી હતી
સિરીઝઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડ
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ
સત્ર2021
મેચ નંબરટેસ્ટ નંબર. 2432
ગ્રાઉન્ડ ટાઇમ3.30 ગેમ શરૂ થશે
લંચ- 5:30 - 5:40 PM
ટી બ્રેક- 7:40 - 8:00 PM
(સમયમાં ફેરફાર થઈ શકે છે)
મેચ25, 26, 27, 28, 29
ઓગસ્ટ 2021
અમ્પાયર્સએલેક્સ વ્હોર્ફ
રિચર્ડ કેટલર્બ્રો
ટીવી અમ્પાયરરિચર્ડ ઇલિંગવર્થ
રિઝર્વ અમ્પાયરમાર્ટિન સૈગર્સ
મેચ રેફરીક્રિસ બ્રોડ
DAY-15 દિવસીય ટેસ્ટ મેચ

બંને ટીમની પ્લેઇંગ-11
ઈન્ડિયાઃ
કે.એલ.રાહુલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી(કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ
ઇંગ્લેન્ડઃ રોરી બર્ન્સ, હસીબ હમીદ, ડેવિડ મલાન, જો રૂટ (કેપ્ટન), જોની બેયરસ્ટો, જોસ બટલર(મોઇન અલી), સેમ કરન, ઓલી રોબિન્સન, ક્રેગ ઓવર્ટન, જેમ્સ એન્ડરસન

અન્ય સમાચારો પણ છે...