લીડ્સમાં વિનિંગ હેટ્રિકની તક:હેડિંગ્લે સ્ટેડિયમમાં ઈન્ડિયન ટીમ 54 વર્ષથી અજેય, અહીં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ બ્રોડને નામ; ઈજાગ્રસ્ત હોવાથી સિરીઝની બહાર

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જેમ્સ એન્ડરસને આ સ્ટેડિયમમાં 10 ટેસ્ટ મેચમાં 39 વિકેટ્સ લીધી છે

ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે 5 ક્રિકેટ ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 25 ઓગસ્ટથી હેડિંગ્લેમાં શરૂ થશે. ઈન્ડિયન ટીમે આ ગ્રાઉન્ડ પર 1967 પછી એકપણ ટેસ્ટ મેચ હારી નથી. આની સાથે જ ઈન્ડિયા પાસે અહીં ટેસ્ટ ક્રિકેટમાં જીતની હેટ્રિક લગાડવાની તક છે.

અત્યારસુધી કુલ 6 ટેસ્ટ મેચ રમી ચૂકી છે ઈન્ડિયા
ઈન્ડિયાએ હેડિંગ્લેમાં અત્યારસુધી કુલ 6 મેચ રમાઈ છે. જેમાથી 2મા જીત અને 3મા હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે 1 ટેસ્ટ મેચ ડ્રો રહી છે. 1952, 1959 અને 1967મા અહીં ઈન્ડિયન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ 1979મા ડ્રો મેચ બાદ અહીં હારવાની સ્ટ્રીક તૂટી હતી. ત્યારપછી આ ગ્રાઉન્ડ પર ઈન્ડિયન ટીમ 1986 અને 2002માં જીતી હોવાથી 25-29 ઓગસ્ટ સુધીની મેચ જીતી હેટ્રિક મેળવવાની તક રહેશે.

છેલ્લી મેચ એક ઈનિંગથી જીતી હતી

 • ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે છેલ્લી મેચ 2002માં હેડિંગ્લે ખાતે રમાઈ હતી. આ મેચમાં ઈન્ડિયાએ એક ઇનિંગ અને 46 રનથી જીત મેળવી હતી.
 • ઈન્ડિયન ટીમે ગ્રીન ટોપ વિકેટ પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને 628/8 પર ઇનિંગ્સ ડિક્લેર કરી હતી.
 • રાહુલ દ્રવિડ (148 રન), સચિન તેંડુલકર (193 રન) અને કેપ્ટન સૌરવ ગાંગુલી (128 રન) જેવા દિગ્ગજોએ અહીં સદી ફટકારી હતી.
 • જેના જવાબમાં ઇંગ્લેન્ડ 273 રનમાં સમેટાઇ ગયું હતું અને તેને ફોલોઓન કરી ઈન્ડિયન ટીમે ઇંગ્લેન્ડને 309 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

બે વર્ષ પહેલા અહીં છેલ્લી ટેસ્ટ મેચ રમાઈ

 • હેડિંગ્લેમાં છેલ્લી ટેસ્ટ મેચ ઓગસ્ટ 2019મા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સિરીઝના ભાગરૂપે રમાઈ હતી.
 • આ મેચમાં ઇંગ્લિશ ટીમના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ( 135 રન )ની અણનમ ઇનિંગ રમીને ઇંગ્લેન્ડને એક વિકેટથી હરાવ્યું હતું.
 • આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ પહેલી ઈનિંગમાં 179 રન કરી શકી હતી, જેના જવાબમાં ઇંગ્લિશ ટીમ 67 રનમા ઓલઆઉટ થઈ ગઈ હતી.
 • ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 246 રન કર્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડ 9 વિકેટે 362 રન કરી મેચ જીતી લીધી હતી.

વર્તમાન ટીમનો એક પણ ઈન્ડિયન પ્લેયર અહીં ટેસ્ટ નથી રમ્યું
વિરાટ કોહલીની કેપ્ટનશિપ વાળી ઈન્ડિયન ટીમનો એકપણ પ્લેયર આ ગ્રાઉન્ડ પર પહેલા કોઇ મેચ રમ્યો નથી. જેના કારણે અનુભવના અભાવે ઇંગ્લેન્ડ ટીમ પણ ઈન્ડિયાની વિનિંગ સ્ટ્રીક તોડી શકે છે.

એન્ડરસને 39 વિકેટ્સ લીધી

 • હેડિંગ્લેમાં સૌથી વધુ વિકેટ ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડે લીધી છે. તેણે અહીં 10 ટેસ્ટ મેચમાં કુલ 46 વિકેટ લીધી છે.
 • જોકે બ્રોડ ઈજાગ્રસ્ત હોવાને કારણે ઈન્ડિયા વિરૂદ્ધ સિરીઝની બહાર જતો રહ્યો છે.
 • જેમ્સ એન્ડરસને અહીં 10 ટેસ્ટ મેચમાં 39 વિકેટ્સ લીધી છે.

જો રૂટે અહીં 7 ટેસ્ટમાં 430 રન કર્યા
હેડિંગ્લેમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડોન બ્રેડમેનના નામે છે. તેમણે અહીં માત્ર 4 ટેસ્ટ મેચમાં 192.40ની એવરેજથી 963 રન કર્યા હતા.
ઇંગ્લેન્ડના વર્તમાન ટેસ્ટ કેપ્ટન જો રૂટે પણ અહીં 7 ટેસ્ટ મેચમાં 35.83ની એવરેજથી 430 રન કર્યા છે. જેમાં 1 સદી અને 3 અર્ધસદી પણ સામેલ છે. આના સિવાય રૂટ અહીં 3 વાર શૂન્યના સ્કોર પર પેવેલિયન ભેગો પણ થયો છે.

અન્ય સમાચારો પણ છે...