તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs England 3rd ODI Records Series Records: Sam Curran Rohit Sharma Shikhar Dhawan Virat Kohli Rishabh Pant | Record Six Hit In This IND Vs Eng Series

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IND-ENG વનડે શ્રેણીના રેકોર્ડ્સ:બન્ને ટીમોએ 70 સિક્સર્સ મારીને 2 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો; રોહિત-ધવનની જોડીએ વનડેમાં 5 હજાર રન પૂરા કર્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ડિયા છેલ્લી 6 મેચો પૈકી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વિરૂદ્ધની દરેક મેચમાં 300+ રનનો સ્કોર બનાવ્યો છે
  • 300+ સ્કોરમાં ભારતનો એકપણ બેટ્સમેન 80થી વધુ રન બનાવી શક્યો નથી
  • 81 વનડે પછી પ્રથમ વખત કુલદીપ અને ચહલ એક સાથે રમ્યા નહોતા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે યોજાયેલી વન-ડે શ્રેણીમાં ઘણાબધા રેકોર્ડ્સ બન્યા હતા. બન્ને ટીમોએ આ શ્રેણીમાં કુલ મળીને 70 સિક્સ મારી હતી. આ અત્યાર સુધી 3 મેચોની વન-ડે સીરીઝમાં સૌથી વધુ છગ્ગાઓ માર્યા હોવાનો રેકોર્ડ છે. આની પહેલા 2019માં ન્યૂઝિલેંન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી 3 મેચોની શ્રેણીમાં 57 સિક્સર્સ લગાવાઈ હતી. ત્યાંજ રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ વન-ડેમાં 5 હજાર રનની ભાગીદારી પૂરી કરી છે. આ બન્નેએ મળીને અત્યારસુધી 5023 રન બનાવ્યા છે.

રોહિત અને ધવને 17મી વખત 100+ રનની ભાગીદારી નોંધાવી
રોહિત અને ધવને રવિવારે ત્રીજા વન-ડેમાં પ્રથમ વિકેટ માટે 103 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. બન્ને બેટ્સમેનોએ આ દરમિયાન ઓસ્ટ્રલિયાના એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યૂ હેડનના રેકોર્ડને તોડ્યો હતો. તેઓએ 16 વખત 100+ રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત અને ધવન અત્યારસુધી 17 વાર શતકીય ભાગીદારી નોંધાવનારા ક્રિકેટરોની લિસ્ટમાં બીજા સ્થાન પર પહોંચી ગયા છે.

આની પહેલા ઈન્ડિયાના સચિન તેંડુલકર અને સૌરભ ગાંગુલીની જોડીએ વન-ડેમાં 21 વખત 100 કે તેથી વધુ રનની ભાગીદારી નોંધાવી હતી. વન-ડેમાં સૌથી વધુ 100+ રનની પાર્ટનરશિપનો રેકોર્ડ અત્યારે સૌરવ ગાંગુલી અને સચિનને નામ છે.

ભારતે દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં સૌથીવધુ સિક્સ મારી
ઈન્ડિયન ટીમે આ શ્રેણીમાં કુલ 33 છગ્ગાઓ માર્યા છે. આ અત્યાર સુધી રમાયેલી 4 કે તેથી ઓછી મેચોની દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં ભારતીય ટીમ દ્વારા લગાવવામાં આવેલા સૌથી વધુ છગ્ગાઓ છે. ભારતે 2017ની 3 મેચની શ્રેણીમાં ઈંગ્લેન્ડના વિરૂદ્ધ 30 સિક્સ ફટકારી હતી. 3 મેચમાં 2010માં સાઉથ આફ્રિકાના વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાએ 24 છગ્ગા ફટકાર્યા હતા.

ભારતે આસ્ટ્રેલિયા વિરૂદ્ધ 14 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી
ટીમ ઈન્ડિયાએ સતત 6 વન-ડેમાં 300થી વધુ રનનો સ્કોર બનાવ્યો હતો. ભારતે છેલ્લી 6 મેચો પૈકી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વિરૂદ્ધની દરેક મેચમાં 300+ રનનો સ્કોર બનાવ્યો છે. આ પ્રમાણેના સારા પ્રદર્શનથી ભારતે ઓસ્ટ્રેલિયાના એકસાથે 6 વખત 300+ રનનો સ્કોર બનાવવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ 2007ના ફેબ્રુઆરી-માર્ચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. ભારતે આની પહેલા પણ એક હરોળમાં 5 વખત 300થી વધુ રનનો સ્કોર બનાવ્યો હતો, જેમાં પણ ઈંગ્લેન્ડના વિરૂદ્ધ સતત 3 મેચોમાં 300ને પાર સ્કોર પહોંચાડ્યો હતો.

ભારતનો એકપણ બેટ્સમેન 80થી વધુ રન નથી બનાવી શક્યો
ત્રીજી વન-ડેમાં ભારતે 329 રન બનાવ્યા હતા. ભારતની ટીમમાંથી કોઈપણ બેટ્સમેન 80+ રન કરવા માટે સફળ નહોતો બની શક્યો. અત્યાર સુધી આવું 3 વખત થયું છે જ્યારે કોઈ બેટ્સમેને 80+ રન બનાવ્યા વગર 300થી વધુ રનનો સ્કોર ઊભો કર્યો હતો. આની પહેલા ભારતે 2004માં બાંગ્લાદેશ વિરૂદ્ધ ઢાકામાં 5 વિકેટના નુકસાને 348 રન બનાવ્યા હતા. જ્યારે 2007માં ઈંગ્લેન્ડની સામે લીડ્સમાં ભારતે 6 વિકેટે 324 રન બનાવ્યા હતા.

બેયરસ્ટોએ 14 અને રિષભે 11 છગ્ગા માર્યા
આ શ્રેણીમાં ભારતે ભલે ત્રણેય મેચમાં 300થી વધુ રન માર્યા હોય, પરંતું પહેલી 20 ઓવરમાં એક પણ સિક્સ મારી શક્યું નથી. ત્યારે ઈંગ્લેન્ડની વાત કરીએ તો તેમની ટીમે પહેલી 20 ઓવરમાં કુલ 16 છગ્ગા માર્યા છે. જેમાં ઈંગ્લેન્ડના જોની બેયરસ્ટોએ સૌથી વધુ 16 સિક્સ મારી હતી. ભારત તરફથી 2 મેચમાં રિષભ પંતે 11 છગ્ગા માર્યા છે.

81 વનડે પછી પ્રથમ વખત કુલદીપ અને ચહલ એક સાથે નહોતા રમ્યા
ભારતની પ્રથમ 2 મેચોમાં કુલદીપ યાદવ સારુ પ્રદર્શન કરવામાં અસમર્થ રહ્યો હતો. જેના કારણે ત્રીજી વનડેમાં તેની પસંદગી કરાઈ નહોતી. ત્યાં લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને T20 શ્રેણી બાદ રમવાની તક પ્રાપ્ત થઈ નથી. આવું 81 વનડેમાં પ્રથમ વખત થયું છે જ્યારે કુલદીપ અને ચહલ વગર જ ભારતીય ટીમ વનડે મેચ રમી છે.

2019 વર્લ્ડકપ પછી ભારતે પાવર-પ્લેમાં 2 વિકેટ ઝડપી
ત્રીજી વનડેમાં પ્રથમ 10 ઓવરમાં ભારતીય બોલર્સે ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોય અને જૉની બેયરસ્ટોને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. 2019 વર્લ્ડકપ પછી ભારતે કુલ 18 વનડે મેચ રમી છે. તેમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે ભારતે પહેલી 10 ઓવર એટલે કે 1st પાવર-પ્લેમાં 1થી વધુ વિકેટ લીધી હતી.

કેપ્ટન તરીકે કોહલીની 200મી આંતરરાષ્ટ્રીય મેચ
વિરાટ કોહલીએ અત્યાર સુધી ત્રણેય ફોર્મેટની કુલ 200 મેચમાં કેપ્ટનશિપ કરી છે. આ ઉપલબ્ધી મેળવનાર કોહલી દુનિયાનો 8મો અને ભારતનો 3જો કેપ્ટન બન્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં સૌથી વધુ મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટન તરીકે 332 મેચ રમી છે.

સદી ફટકાર્યા વગર વનડે મેચમાં સૌથી વધુ રન
ભારત અને ઈંગ્લેન્ડે ત્રીજી વનડેમાં સૌથી વધુ કુલમળીને 651 રન બનાવ્યા છે. જેમાં ભારતે 329 અને ઈંગ્લેન્ડે 320 રન માર્યા હતા. આ એવી ચોથી વનડે છે, જેમાં કુલ મળીને 640 રનથી વધુ સ્કોર બન્યો હતો પરંતુ એક પણ બેટ્સમેને સદી મારી નહોતી. આની પહેલા સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પોર્ટ એલિઝાબેથમાં રમાયેલી વનડેમાં 656 રન બન્યા હતા. 2007માં બ્રિસ્ટલમાં ભારત અને ઈંગ્લેન્ડે મળીને 649 રન બનાવ્યા હતા. તો 2019માં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે લીડ્ઝમાં રમાયેલી મેચમાં 648 રન બનાવ્યા હતા.

ભારતે ઈંગ્લેન્ડને 6 ઘરેલુ વનડે શ્રેણીમાં હરાવ્યું
છેલ્લા 15 વર્ષોમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને હોમ-સિરીઝમાં 6 વખત માત આપી છે. આની પહેલા ભારતે ઈંગ્લેન્ડને 2006માં 5-1, 2008માં 5-0, 2011માં 5-0, 2013માં 3-2, 2017માં 2-1 અને 2021માં પણ 2-1થી હરાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો