તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs England 3rd ODI Photos: Virat Kohli Rishabh Pant Hardik Pandya Shardul Thakur | Maharashtra Cricket Association Stadium Pune News | IND Vs Eng Photos Cricket Score Latest News Update

નિર્ણાયક મેચની રોમાંચક જીતની તસવીરો:એક બાજુ કોહલીનો સિંગલ હેન્ડેડ 'વિરાટ કેચ', તો બીજી બાજુ ટીમ ઈન્ડિયાએ 4 કેચ બાફ્યા; ટીમ ઈન્ડિયાએ મેચ જીતી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એક હાથે પ્રશંસનીય કેચ પકડ્યો હતો. - Divya Bhaskar
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એક હાથે પ્રશંસનીય કેચ પકડ્યો હતો.
  • શાર્દૂલે છગ્ગો માર્યો, તો બેન સ્ટૉક્સે બેટને હાથમાં લઈને ચેક કર્યું હતું

ભારતીય ટીમે ઈંગ્લેન્ડને વન-ડે શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં 7 રને હરાવ્યું હતું. ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા નિમંત્રણ આપ્યું હતું, જેમાં ભારત 329ના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું. ઈન્ડિયન બોલર શાર્દુલ ઠાકુરે 8માં ક્રમાંક પર બેટિંગ કરતા સમયે 21 બોલ પર આક્રમક અંદાજમાં 30 રન બનાવ્યા હતા. તે દરમિયાન શાર્દૂલે 3 છગ્ગા પણ માર્યા હતા. મેચનું સ્કોરકાર્ડ જોવા માટે અહીં ક્લિક કરો....

બેન સ્ટોક્સના બોલ પર શાર્દૂલે આક્રમક અંદાજમાં બોલને સીધો સ્ટેન્ડ્સમાં પહોંચાડ્યો હતો. આ સિક્સને જોઈને બેન સ્ટોક્સ પણ વિચારમાં પડી ગયો હતો અને શાર્દૂલ પાસે આવીને એનું બેટ હાથમાં લઈને ચેક કરવા લાગ્યો હતો.

ભારતે ઈંગ્લેન્ડને 330 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડે 9 વિકેટ ગુમાવીને 322 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની બેટિંગ દરમિયાન ભારતીય ફિલ્ડર્સે 4 કેચ પણ છોડ્યા હતા. જેમાં ઈન્ડિયાના બેસ્ટ ફિલ્ડર હાર્દિક પંડ્યાએ 2 કેચ છોડ્યા હતા. 4 કેચ છોડવાના પગલે મેચ છેલ્લી ઓવર સુધી પહોંચી હતી. જોવાની વાત એ હતી કે 49મી ઓવરમાં સતત 2 બોલમાં 2 કેચ છોડ્યા હતા. તેમ છતા ભારતે મેચમાં પોતાની પકડ બનાવી રાખી અને મેચ તથા શ્રેણી બન્નેને જીતી લીધી હતી.

ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ અને T20 પછી વન-ડેમાં પણ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી હતી.
ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ અને T20 પછી વન-ડેમાં પણ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી હતી.
એક બાજૂ ભારતીય ટીમ કેચ છોડી રહી હતી, તેવામાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક હાથે પ્રશંસનીય કેચ પકડ્યો હતો.
એક બાજૂ ભારતીય ટીમ કેચ છોડી રહી હતી, તેવામાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક હાથે પ્રશંસનીય કેચ પકડ્યો હતો.
બેન સ્ટોક્સે શાર્દૂલ ઠાકુરનું બેટ હાથમાં પકડીને ચેક કર્યું હતું.
બેન સ્ટોક્સે શાર્દૂલ ઠાકુરનું બેટ હાથમાં પકડીને ચેક કર્યું હતું.
હાર્દિક પંડ્યાએ પહેલા બેન સ્ટોક્સનો અને પછી સેમ કરનનો કેચ છોડ્યો હતો.
હાર્દિક પંડ્યાએ પહેલા બેન સ્ટોક્સનો અને પછી સેમ કરનનો કેચ છોડ્યો હતો.
રોહિત શર્મા અને શિખર ધવને 91 બોલમાં 103 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી.
રોહિત શર્મા અને શિખર ધવને 91 બોલમાં 103 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી.

રોહિત અને ધવન વિશ્વની બીજી ઓપનિંગ જોડી છે, જેણે 17 વખત 100+ રનની ભાગીદારી નોંધાવી હતી. આ રેકોર્ડ સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરની જોડીને નામ છે. આ ઓપનિંગ જોડીએ 21 વખત 100+ રનની ભાગીદારી નોંધાવી છે.

રિષભ પંતે 62 બોલમાં 78 રનની ઈનિંગ રમી હતી. જેમાં તેણે એક હાથે સિક્સ ફટકારી હતી.
રિષભ પંતે 62 બોલમાં 78 રનની ઈનિંગ રમી હતી. જેમાં તેણે એક હાથે સિક્સ ફટકારી હતી.
રિષભ પંત- હાર્દિક પંડ્યાએ 73 બોલમાં 99 રનની ભાગીદારી નોંધાવી હતી. હાર્દિકે 64 રન બનાવ્યા હતા
રિષભ પંત- હાર્દિક પંડ્યાએ 73 બોલમાં 99 રનની ભાગીદારી નોંધાવી હતી. હાર્દિકે 64 રન બનાવ્યા હતા
નિર્ણાયક મેચમાં કોહલીએ 10 બોલમાં 7 રન બનાવ્યા હતા અને ત્યારપછી મોઈન અલીએ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો.
નિર્ણાયક મેચમાં કોહલીએ 10 બોલમાં 7 રન બનાવ્યા હતા અને ત્યારપછી મોઈન અલીએ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો.
ભુવનેશ્વર કુમારે પહેલી ઓવરમાં જ ઈંગ્લેન્ડના ઓપનર જેસન રૉયને ક્લીન બોલ્ડ કર્યો હતો.
ભુવનેશ્વર કુમારે પહેલી ઓવરમાં જ ઈંગ્લેન્ડના ઓપનર જેસન રૉયને ક્લીન બોલ્ડ કર્યો હતો.
100 રનના સ્કોર પર ઈંગ્લેન્ડના 4 ખેલાડીઓ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. તેવામાં લિયામ લિવિંગસ્ટોને ડેવિડ મલાન સાથે 60 રનની ભાગીદારી નોંધાવીને મેચને જીવંત રાખી હતી.
100 રનના સ્કોર પર ઈંગ્લેન્ડના 4 ખેલાડીઓ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. તેવામાં લિયામ લિવિંગસ્ટોને ડેવિડ મલાન સાથે 60 રનની ભાગીદારી નોંધાવીને મેચને જીવંત રાખી હતી.
ઈંગ્લિશ ઑલરાઉંન્ડર સેમ કરને 83 બોલમાં 95 રન બનાવી અણનમ રહ્યો હતો.
ઈંગ્લિશ ઑલરાઉંન્ડર સેમ કરને 83 બોલમાં 95 રન બનાવી અણનમ રહ્યો હતો.
કારકિર્દીની 8મી વન-ડેમાં સેમ કરને પ્રથમ અર્ધસદી નોંધાવી હતી, તેમ છતાં ટીમને જીતાડી શક્યો નહીં.
કારકિર્દીની 8મી વન-ડેમાં સેમ કરને પ્રથમ અર્ધસદી નોંધાવી હતી, તેમ છતાં ટીમને જીતાડી શક્યો નહીં.
શાર્દૂલ ઠાકુરે 4 વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલી સાથે વિકેટ લીધા બાદ જશ્ન મનાવ્યો હતો.
શાર્દૂલ ઠાકુરે 4 વિકેટ ઝડપી હતી. વિરાટ કોહલી સાથે વિકેટ લીધા બાદ જશ્ન મનાવ્યો હતો.
શાર્દૂલે 49મી ઓવરમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન માર્ક વૂડનો સરળ કેચ છોડ્યો હતો.
શાર્દૂલે 49મી ઓવરમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન માર્ક વૂડનો સરળ કેચ છોડ્યો હતો.
નિર્ણાયક મેચ જીત્યા પછી ભારતીય ટીમના ખેલાડીઓએ ટ્રોફી સાથે ફોટો પડાવ્યો હતો.
નિર્ણાયક મેચ જીત્યા પછી ભારતીય ટીમના ખેલાડીઓએ ટ્રોફી સાથે ફોટો પડાવ્યો હતો.