તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ ચેન્નઈમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 286 રન બનાવ્યા હતા. ભારતને પ્રથમ ઈનિંગમાં 195 રનની લીડ મળી હતી. આમ ઈંગ્લેન્ડને જીત માટે 482 રનનો ટાર્ગેટ મળ્યો છે.
ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. 50 રનમાં 3 વિકેટ પડી ગઈ હતી. ડોમિનિક સિબલ 3 રને, રોરી બર્ન્સ 25 રને અને નાઈટ વોચમેન જેક લીચ શૂન્ય રને આઉટ થયા હતા. ભારત વતી બીજી ઈનિંગમાં અક્ષર પટેલે બે વિકેટ અને અશ્વિને એક વિકેટ ઝડપી છે. ડેનિયલ લોરેન્સ અને જો રૂટ ત્રીજા દિવસની રમતના અંતે નોટ આઉટ રહ્યા છે. મેચનો સંપૂર્ણ સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો.
સૌથી વધારે રન ચેઝ કરવાનો રેકોર્ડ વિંડીઝના નામે
ટેસ્ટમાં સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝ સામે છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 2003માં 418 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો. ભારતના મેદાન પર અત્યાર સુધીમાં સૌથી મોટો 387 રનનો ટાર્ગેટ ચેઝ થયો છે.
ભારતમાં વિદેશી ટીમે સૌથી મોટો 276 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો
માત્ર વેસ્ટ ઈન્ડિઝની ટીમે ભારતમાં 276 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો. તેણે 1987માં દિલ્હી ટેસ્ટમાં ભારતને 5 વિકેટે હરાવ્યું હતું.
24 મેચ અને 3 વર્ષ પછી અશ્વિનની ટેસ્ટમાં ફિફ્ટી
અશ્વિને 24 ટેસ્ટ અને 3 વર્ષ પછી ટેસ્ટમાં ફિફ્ટી ફટકારી. આ પહેલા ઓગસ્ટ 2017માં શ્રીલંકા વિરુદ્ધ ફિફ્ટી ફટકારી હતી. કોલમ્બો ટેસ્ટમાં તેમણે 54 રનની ઈનિંગ રમી હતી. દેશમાં ગત વખતની ફિફ્ટી ડિસેમ્બર 2016માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચેન્નઈમાં જ ફટકારી હતી. ત્યારે તેમણે 67 રનની ઈનિંગ રમી હતી.
અશ્વિનને જીવનદાન મળ્યું
45માં ઓવરના ચોથા બોલ પર અશ્વિનને જીવનદાન મળ્યું. સ્ટુઅર્ટ બ્રોડના બોલ પર સ્લિપમાં બેન સ્ટોક્સે સરળ કેચ છોડી દીધી. ત્યારે 28 રન બનાવીને રમી રહ્યાં હતા.
ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે બીજી ઈનિંગમાં એક વિકેટ પર 54 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ત્યારપછી ટીમે માત્ર 11 રન બનાવવામાં વધુ 3 વિકેટ ગુમાવી દીધી. રોહિત શર્મા, ચેતેશ્વર પૂજાર અને ઋષભ પંત ઝડપથી પવેલિયન પરત ફર્યા. શુભમન ગિલ(14)બીજા દિવસે જ લીચનો શિકાર બની ગયા હતા.
રોહિત અને પંત સ્ટંપ આઉટ
પૂજારા (7) રનઆઉટ થઈ ગયા. ત્યારપછી રોહિત પણ વધુ ટક્યા નહીં અને 26 રન બનાવીને પવેલિયન પાછા ગયા. જેક લીચના બોલ પર વિકેટકીપર બેન ફોક્સે તેમને સ્ટમ્પ કર્યા. રહાણેએ ઉપર રમવા આવેલા ઋષભ પંત 8 રન બનાવીને લીચના બોલ પર સ્ટમ્પ આઉટ થયા હતા. ચોથી વિકેટ માટે અજિંક્ય રહાણે(10) આઉટ થયા. મોઈન અલીએ તેમને ઓલી પોપના હાથે ચેક આઉટ કરાવ્યા.
ઈંગ્લેન્ડ પહેલી ઈનિંગમાં 134 રન જ બનાવી શકી
બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 329 રન બનાવ્યા. રોહિત શર્માએ 161 રનની ઈનિંગ રમી. તેના જવાબમાં ઈંગલેન્ડની ટીમ રોહિતના સ્કોરની પણ બરાબરી ન કરી શકી અને 134 રન પર જ સમેટાઈ ગઈ.જેને ધ્યાનમાં રાખી ભારતને પહેલી ઈનિંગમાં 195 રનની લીડ મળી.
ઈજાગ્રસ્ત પૂજારાએ ફિલ્ડીંગ ન કરી, પણ બેટિંગ માટે ઉતર્યા
ચેતેશ્વર પૂજારા ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ દરમિયાન ફિલ્ડીંગ કરવા માટે નહોતા ઉતર્યા. પહેલી ઈનિંગમાં બેટિંગ દરમિયાન તેમને હાથમાં ઈજા પહોંચી હતી. પહેલી ઈનિંગમાં તેમણે 58 બોલ પર 21 રન બનાવ્યા હતા. જો કે, બીજી ઈનિંગમાં તે બેટિંગ કરવા ઉતર્યા અને માત્ર 7 રન જ બનાવીને આઉટ થયા.
રૂટ સિરીઝમાં અત્યાર સુધી ટોપ સ્કોરર છે. તેમણે 3 ઈનિંગ્સમાં 264 રન બનાવ્યા છે. સિરીઝના પહેલા ટેસ્ટમાં તેમણે 218 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં બેન સ્ટોક્સે પણ 82 રનની ઈનિંગ રમી હતી. બન્નેએ પહેલી ઈનિંગમાં ચોથી વિકેટ માટે 124 રનની પાર્ટનરશીપ પણ કરી હતી.
અશ્વિને પહેલી ઈનિંગમાં 5 અને અક્ષરે 2 વિકેટ લીધી છે. જ્યારે મોઈને પહેલી ઈનિંગમાં 4 અને જૈક લીચે 2 વિકેટ લીધી હતી. કેપ્ટન જો રુટ પાર્ટટાઈમ સ્પિનર્સ છે. જેમણે પહેલી ઈનિંગમાં એક વિકેટ લીધી હતી. બીજી મુશ્કેલીની વાત એ છે કે મેનેજમેન્ટે અનુભવી પેસર જેમ્સ એન્ડરસનને પણ મેચમાં રમાડ્યો નહતો. તેમની જગ્યાએ આવેલા સ્ટુઅર્ડ બ્રોડને પહેલી ઈનિંગમાં કોઈ વિકેટ મળી નથી.
ભારતમાં સૌથી મોટો 387 રનનો ટાર્ગેટ ચેઝ થયો
ભારતીય જમીન પર અત્યાર સુધી સૌથી મોટો 387 રનનો ટાર્ગેટ ચેઝ કરી શકાય છે. ડિસેમ્બર 2008માં ભારતે ઈંગ્લેન્ડને ચેન્નાઈના જ મેદાન પર ટેસ્ટમાં 4 વિકેટથી હાર અપાવી હતી. જ્યારે વિદેશી ટીમની વાત કરીએ તો માત્ર વેસ્ટઈન્ડિઝે ભારતમાં સૌથી મોટો 276 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. તેમણે 1987માં દિલ્હી ટેસ્ટમાં ભારતને 5 વિકેટથી હાર અપાવી હતી.
ભારતની પ્લેઈંગ 11: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ સિરાજ
ઇંગ્લેન્ડની પ્લેઈંગ 11: રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, ડેનિયલ લોરેન્સ, જો રૂટ (કપ્તાન), બેન સ્ટોક્સ, ઓલી પૉપ, બેન ફોક્સ (વિકેટકીપર), મોઇન અલી, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ, ઓલી સ્ટોન
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.