જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 391 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં ઇંગ્લિશ ટીમે ઈન્ડિયા પર 27 રનની લીડ મેળવી લીધી છે. ત્રીજા દિવસે ઈન્ડિયન બોલર્સ પૈકી મોહમ્મદ સિરાજે 4, ઈશાંતે 3 અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો......
રૂટનું બેવડી સદીનું સપનું રોળાયું
ઇંગ્લેન્ડની પહેલી ઈનિંગ ત્રીજા દિવસના છેલ્લા બોલ પર સમાપ્ત થઈ ગઈ હતી. અદભુત સદી ફટકારનાર કેપ્ટન જો રૂટ 180 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ઈશાંતે 2 બોલ પર 2 વિકેટ લીધી
ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન જો રૂટે બીજી ટેસ્ટ મેચમાં 22મી સદી નોંધાવી છે. આ ઈન્ડિયા સામે રૂટની ઓવરઓલ 7મી અને સતત બીજી સદી છે. રૂટે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડમાં સતત 4 વાર 50+ રનનો સ્કોર કર્યો છે. તેણે આની પહેલા 2018મા કેનિંગ્ટન ઓવલ ટેસ્ટની બીજી ઈનિંગમાં 125 રન અને આ સિરીઝ (2021)ની પહેલી ટેસ્ટમાં 64 તથા 109 રન કર્યા હતા.
બીજા દિવસે કોહલીએ રિવ્યૂ ગુમાવ્યા, જાફરે DRSનું નામકરણ કર્યું
બીજા દિવસે વિરાટ કોહલીએ મોહમ્મદ સિરાજના બોલિંગ સ્પેલમાં 2 રિવ્યૂ ગુમાવ્યા હતા. જેના પરિણામે પૂર્વ ઈન્ડિયન ક્રિકેટર વસીમ જાફરે ટ્વીટ કરીને DRSનું નામ બદલી 'ડોન્ટ રિવ્યૂ સિરાજ' રાખવા ટકોર કરી હતી. રસપ્રદ વાત એ રહી કે રિષભ પંતે એકવાર તો કોહલીને રિવ્યૂ લેવાની પણ ના પાડી હતી, તેમ છતાં તેણે અંતિમ ક્ષણોમાં રિવ્યૂનો ઈશારો કરી ભૂલ કરી હતી.
રૂટ ભારત સામે શાનદાર ફોર્મમાં
રૂટની આ ઈન્ડિયા સામે ચોથી ફિફ્ટી છે. રૂટે આની પહેલા 2018મા કેનિંગ્ટન ઓવલ ટેસ્ટની બીજી ઈનિંગમાં 125 રન અને સિરીઝ (2021)ની પહેલી ટેસ્ટ (નોટિંઘમ)માં 64 અને 109 રનની ઈનિંગ રમી હતી.
સિરાજે 2 બોલમાં 2 વિકેટ લીધી હતી
મોહમ્મદ સિરાજે બીજા દિવસે 15મી ઓવરમાં સતત 2 બોલમાં 2 વિકેટ લીધી હતી. તેણે બીજા બોલ પર ડોમ સિબલીને અને પછીના બોલ પર હસીબ હમીદને પેવેલિયન ભેગો કર્યો હતો. સિરાજે સિબલીને 11 રનના વ્યક્તિગત સ્કોર પર લોકેશ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ સિરાજે હમીદને પણ ક્લીન બોલ્ડ કર્યો હતો.
ઈન્ડિયાએ ઇંગ્લેન્ડમા પહેલા બેટિંગ કરતા 300થી વધુ રન કરનાર ટીમ ક્યારેય હારી નથી. ટીમ ઈન્ડિયાએ આ મેચ પહેલા ઇંગ્લેન્ડમા 8 વાર 300+ રનનો સ્કોર કર્યો છે. જેમાથી ઈન્ડિયન ટીમે 2 મેચમા જીત પ્રાપ્ત કરી છે. આ બંને મેચ 2002મા હેડિંગ્લે લીડ્સમાં અને 2018મા નોટિંઘમમા રમાઈ હતી. વળી એમાથી 6 મેચ ડ્રો રહી હતી.
બંને ટીમની પ્લેઇંગ-11
ઈન્ડિયાઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટ કીપર), રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ
ઇંગ્લેન્ડઃ જો રૂટ (કેપ્ટન), ડોમિનિક સિબલી, રોરી બર્ન્સ, મોઇન અલી, જોની બેયરસ્ટો, ડેનિયલ લોરેન્સ, જોસ બટલર (વિકેટકિપર), સેમ કરન, માર્ક વુડ, શાકિબ મહમૂદ અને ઓલી રોબિન્સન
બીજી ટેસ્ટ મેચ, લોર્ડ્સ- લંડન
ટોસ | ઇંગ્લેન્ડ, બોલિંગ પસંદ કરી હતી |
સિરીઝ | ઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડ |
બીજી ટેસ્ટ મેચ (DAY-3)મેચનું શિડ્યૂલ | 3:30 વાગ્યે શરૂ થઈ હતી લંચ બ્રેક - 5:30 PM - 6:10 PM 12,13,14,15,16 ઓગસ્ટ 2021- (પાંચ દિવસીય ટેસ્ટ મેચ) |
અમ્પાયર્સ | માઇકલ ગફ અને રિચર્ડ ઇલિંગવર્થ |
ટીવી અમ્પાયર | રિચર્ડ કેટલબ્રો |
રિઝર્વ અમ્પાયર | એલેક્સ વ્હાર્ફ |
મેચ રેફરી | ક્રિસ બ્રોડ |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.