તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs England 2nd Test LIVE Score; Rohit Sharma Virat Kohli KL Rahul | (IND VS ENG) Today Match Day 1 Lord's Test Update

IND v/s ENG ટેસ્ટ 'DAY-1 સ્ટમ્પ્સ':ઈન્ડિયાનો સ્કોર 276/3, રાહુલે ટેસ્ટ ફોર્મેટમાં 6ઠ્ઠી સદી નોંધાવી; એન્ડરસને 2 તથા રોબિન્સને 1 વિકેટ લીધી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કે.એલ.રાહુલે સદી ફટકારી, કોહલી સાથે 117 રનની પાર્ટનરશિપ - Divya Bhaskar
કે.એલ.રાહુલે સદી ફટકારી, કોહલી સાથે 117 રનની પાર્ટનરશિપ
  • પહેલી ઈનિંગની 15મી ઓવરમાં રોહિત શર્માએ 4 ચોગ્ગા માર્યા

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. પહેલા દિવસની ગેમ પૂરી થયા પછી ઈન્ડિયાએ 3 વિકેટના નુકસાને 276 રન કર્યા છે. કે.એલ.રાહુલ 127 રન અને અજિંક્ય રહાણે 1 રન કરી નોટઆઉટ છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો.....

વિરાટ કોહલી અર્ધસદી ચૂક્યો, રાહુલની સદી
કેપ્ટન વિરાટ કોહલી 42 રન કર્યા બાદ જો રૂટના હાથે ઓલી રોબિન્સનની ઓવરમાં કેચ આઉટ થયો હતો. કોહલી અને રાહુલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 117 રનની પાર્ટનરશિપ થઇ હતી. કે.એલ.રાહુલ લોર્ડ્સમાં સદી ફટકારનાર 10મો ભારતીય બેટ્સમેન બન્યો હતો. આ તેની એકંદર છઠ્ઠી ટેસ્ટ સદી છે.

2021મા પુજારાની છેલ્લી 10 ઈનિંગ
0 રન, 12* રન, 4 રન, 15 રન, 8 રન, 17 રન, 0 રન, 7 રન, 21 રન, 15 રન

રોહિત શર્મા 83 રન બનાવી આઉટ થયો હતો. તેને જેમ્સ એન્ડરસને ક્લીન બોલ્ડ કર્યો હતો. રોહિત અને રાહુલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 126 રનની પાર્ટનરશિપ થઇ હતી. 2010 પછી સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા (SENA)માં ઈન્ડિયા તરફથી ઓપનિંગ વિકેટ માટે આ પહેલી 100+ રનની પાર્ટનરશિપ છે. છેલ્લી વાર ડિસેમ્બર 2010મા વીરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરે દક્ષિણ આફ્રિકાના સેન્ચ્યૂરિયનમાં 137 રનની પાર્ટનરશિપ કરી હતી. આ 2017 પછી વિદેશમાં ઓપનિંગ વિકેટ માટે પહેલી 100+ રનની પાર્ટનરશિપ છે.

વરસાદને કારણે 19મી ઓવરમા ગેમ રોકવાની ફરજ પડી હતી. જેના કારણે અમ્પાયર્સે પણ સમય પહેલા લંચ બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો.
વરસાદને કારણે 19મી ઓવરમા ગેમ રોકવાની ફરજ પડી હતી. જેના કારણે અમ્પાયર્સે પણ સમય પહેલા લંચ બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો.

પહેલી ટેસ્ટ મેચમાં બંને ટીમને ધીમી ઓવરરેટના કારણે 2-2 પોઇન્ટની પેનલ્ટી કરવામાં આવી હતી, તો હવે વરસાદનું સતત વિઘ્ન નડતુ રહેશે તો બંને ટીમના કેપ્ટને આ વાતને ધ્યાનમાં રાખીને ગેમની ગતિ ધીમી ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે.

સેમ કરનની ઓવરમાં રોહિતે 4 ચોગ્ગા માર્યા
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરન 15મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. એ સમયે સ્ટ્રાઇક પર રહેલા રોહિત શર્માએ પહેલા, બીજા, ચોથા અને 5મા બોલ પર ચોગ્ગા મારી 16 રન કર્યા હતા.

પહેલા 2 દિવસનો વેધર રિપોર્ટ
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં પહેલા અને બીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. જોકે બપોરે ક્યારેક ક્યારેક વરસાદ પડવાની પણ સંભાવના રહેશે.

ગુરુવારે સવારે લંડનમાં વરસાદ પડ્યો હોવાથી એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે આજે ગુરુવારે પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીએ પ્લેઇંગ-11મા ફેરફાર કરતા ઈજાગ્રસ્ત શાર્દૂલના સ્થાને ઈશાંત શર્માને સામેલ કર્યો છે.

બુમરાહનું ટેસ્ટ ફોર્મેટમાં કમબેક, ટોપ-10મા સામેલ
ઇંગ્લેન્ડ સામે ટ્રેન્ટ બ્રિજમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર ઈન્ડિયન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટોપ-10 ટેસ્ટ બોલર્સની યાદીમાં સામેલ થઈ ગયો છે. બુમરાહે પહેલી ટેસ્ટમાં 110 રન આપી 9 વિકેટ લીધી હતી. તે ટેસ્ટ બોલર્સની રેન્કિંગમાં 10મા ક્રમાંકથી 9મા નંબર પર પહોંચી ગયો છે.

સપ્ટેમ્બર-2019મા ટોપ-3મા રહ્યો બુમરાહ
બુમરાહ પહેલી પણ ટોપ-10 લિસ્ટનો ભાગ રહી ચૂક્યો છે. સપ્ટેમ્બર-2019મા તે કરિયર બેસ્ટ ત્રીજા સ્થાન પર રહ્યો હતો. બુમરાહ હવે 760 પોઇન્ટ સાથે 9મા ક્રમાંક પર છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સ 908 પોઇન્ટ સાથે વિશ્વનો નંબર-1 ટેસ્ટ બોલર બની ગયો છે. ઈન્ડિયન ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન 856 પોઇન્ટ સાથે બીજા સ્થાન પર છે. ન્યૂઝીલેન્ડનો ટિમ સાઉદી 824 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે.

બંને ટીમની પ્લેઇંગ-11
ઈન્ડિયાઃ
રોહિત શર્મા, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટ કીપર), રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ

ઇંગ્લેન્ડઃ જો રૂટ (કેપ્ટન), ડોમિનિક સિબલી, રોરી બર્ન્સ, મોઇન અલી, જોની બેયરસ્ટો, ડેનિયલ લોરેન્સ, જોસ બટલર (વિકેટકિપર), સેમ કરન, માર્ક વુડ, શાકિબ મહમૂદ અને ઓલી રોબિન્સન

બીજી ટેસ્ટ મેચ, લોર્ડ્સ- લંડન

ટોસઇંગ્લેન્ડ, બોલિંગ પસંદ કરી હતી
સિરીઝઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડ
બીજી ટેસ્ટ મેચ (DAY-1)
મેચનું શિડ્યૂલ

3:30 વાગ્યે શરૂ થઈ હતી

લંચ બ્રેક - 5:30 PM - 6:10 PM
TEA બ્રેક - 8:10 PM - 8:30 PM PM(
સમયમાં ફેરફાર થઈ શકે છે)

12,13,14,15,16 ઓગસ્ટ 2021- (પાંચ દિવસીય ટેસ્ટ મેચ)

અમ્પાયર્સ

માઇકલ ગફ અને રિચર્ડ ઇલિંગવર્થ

ટીવી અમ્પાયર

રિચર્ડ કેટલબ્રો

રિઝર્વ અમ્પાયરએલેક્સ વ્હાર્ફ
મેચ રેફરીક્રિસ બ્રોડ
અન્ય સમાચારો પણ છે...