• Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs England 2nd Test LIVE Score; Rohit Sharma KL Rahul | (IND VS ENG) Today Match Day 4 Latest News And Update

IND v/s ENG 2nd ટેસ્ટ 'DAY-4 સ્ટમ્પ્સ':ઈન્ડિયન ટીમનો સ્કોર 181/6, ત્રીજા સેશન દરમિયાન 20 રન કરવામાં 3 વિકેટ ગુમાવી; 154 રનથી આગળ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોઇન અલીએ રહાણે અને જાડેજાને પેવેલિયન ભેગા કર્યા - Divya Bhaskar
મોઇન અલીએ રહાણે અને જાડેજાને પેવેલિયન ભેગા કર્યા
  • ભૂતપૂર્વ ઈન્ડિયન કેપ્ટન ધોનીએ ગત વર્ષે 15 ઓગસ્ટ 2020ના દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ લોર્ડ્સમાં રમાઈ રહી છે. જેના ચોથા દિવસે સ્ટમ્પ્સ સુધી ઈન્ડિયન ટીમે 6 વિકેટના નુકસાને 181 રન કર્યા હતા. અત્યારે રિષભ પંત અને ઈશાંત શર્મા નોટઆઉટ રહ્યા છે. આજના દિવસે વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે અને પુજારા વચ્ચે 100 રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપે બીજી ઈનિંગ જીવંત રાખી હતી. ઈન્ડિયન ટીમે અંતિમ સેશનમાં 20 રન કરવામાં 3 વિકેટ ગુમાવી હતી. અત્યારે ઈન્ડિયા 154 રનથી આગળ છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો......

DAY-4 ઈન્ડિયન ટીમનું 3rd સેશન

ઓવરરનવિકેટરન રેટ
297632.62
માર્ક વુડ બાઉન્ડરી લાઇન પાસે ડાઇવ મારવા જતા ઈજાગ્રસ્ત થયો હોવાથી ડ્રેસિંગ રૂમ ગયો હતો.
માર્ક વુડ બાઉન્ડરી લાઇન પાસે ડાઇવ મારવા જતા ઈજાગ્રસ્ત થયો હોવાથી ડ્રેસિંગ રૂમ ગયો હતો.
  • માર્ક વુડે પૂજારાને જો રૂટના હાથે કેચ આઉટ કરાવ્યો. રહાણે અને પુજારાએ ચોથી વિકેટની ભાગીદારીમાં 100 રન જોડ્યા.
  • રહાણે પોતાની ટેસ્ટ કારકિર્દીની 24મી અડધી સદી ફટકારી મોઇન અલીની ઓવરમાં આઉટ થયો. પાંચમા સ્ટમ્પની લાઇનના બોલને મારવા જતા ઈન્ડિયન ટીમના વાઇસ કેપ્ટન પેવેલિયન ભેગા.
  • મોઇન અલીએ ક્લાસિકલ ઓફ સ્પિન બોલ પર જાડેજાને પેવેલિયન ભેગો કર્યો, મિડલ સ્ટમ્પની લાઇનનો બોલ ટર્ન થતા જાડેજા એને ડિફેન્ડ કરી શક્યો નહીં અને ક્લિન બોલ્ડ થયો હતો.

DAY-4 ઈન્ડિયન ટીમનું 2nd સેશન

ઓવરરનવિકેટરન રેટ
284901.75
  • પહેલા સેશનમાં વિરાટ કોહલી સહિત બંને ઓપનર્સ ગુમાવ્યા બાદ પુજારા અને રહાણેએ મેચ સેવિંગ ઈનિંગ રમી હતી.
  • લંચ પછીના બીજા સેશનમાં પુજારા અને રહાણેએ 177થી વધુ બોલ રમી 50+ રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.
  • આ સેશનમાં ઈન્ડિયન ટીમે 28 ઓવરમાં 1.75ની રન-રેટ સાથે 49 રન કર્યા હતા.
DAY-4 ઈન્ડિયન ટીમનું 1st સેશન
ઓવરરનવિકેટરન રેટ
255632.24
પુજારાએ 35મા બોલ પર પહેલો રન કર્યો, સ્ટેડિયમમાં દર્શકોએ પણ તાળિઓ વગાડી અભિનંદન પાઠવ્યા
પુજારાએ 35મા બોલ પર પહેલો રન કર્યો, સ્ટેડિયમમાં દર્શકોએ પણ તાળિઓ વગાડી અભિનંદન પાઠવ્યા
વિરાટ કોહલી અને જેમ્સ એન્ડરસન વચ્ચે ચાલુ મેચમાં બોલાચાલી થઈ
વિરાટ કોહલી અને જેમ્સ એન્ડરસન વચ્ચે ચાલુ મેચમાં બોલાચાલી થઈ
  • વુડે રાહુલને વિકેટકીપર જોસ બટલરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે જ સમયે, તેણે રોહિતને પણ પુલ શોટ મારવા લલચાવી મોઇન અલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જોકે રોહિતે આ જ શોટ પર તેણે વુડના બોલ પર સિક્સર પણ ફટકારી હતી.
  • લંચ બ્રેકની 5 મિનિટ પહેલા સેમ કરનની ઓવરમાં વિરાટ કોહલી ફ્રન્ટ ફુટ શોટ મારવા જતા આઉટ થયો હતો
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર દિપ્તી શર્માએ લોર્ડ્સ ખાતે 5 મિનિટ સુધી પારંપરિક બેલ વગાડીને ચોથા દિવસની શરૂઆત કરી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર દિપ્તી શર્માએ લોર્ડ્સ ખાતે 5 મિનિટ સુધી પારંપરિક બેલ વગાડીને ચોથા દિવસની શરૂઆત કરી હતી.

સ્વતંત્રતા દિવસે વિરાટ કોહલી એન્ડ ટીમે ધ્વજવંદન કર્યું, BCCIએ વીડિયો શેર કર્યો

મેચના ત્રીજા દિવસે ઈન્ડિયન ફાસ્ટ બોલર્સે ઇંગ્લેન્ડની ટીમને 391 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 364 રન કર્યા હતા. જેના કારણે ઇંગ્લિશ ટીમે ઈન્ડિયા પર 27 રનની લીડ મેળવી હતી.

ધોનીએ 15 ઓગસ્ટ 2020ના દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, જેને એક વર્ષ પૂરા થયા છે
ધોનીએ 15 ઓગસ્ટ 2020ના દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, જેને એક વર્ષ પૂરા થયા છે

ત્રીજા દિવસે રૂટની બેવડી સદીનું સપનું રોળાયું
ઇંગ્લેન્ડની પહેલી ઈનિંગ ત્રીજા દિવસના છેલ્લા બોલ પર સમાપ્ત થઈ ગઈ હતી. અદભુત સદી ફટકારનાર કેપ્ટન જો રૂટ 180 રન બનાવીને અણનમ રહ્યો હતો.

  • બીજા દિવસે સિબલી અને હમીદ બેક ટુ બેક આઉટ થયા પછી બર્ન્સ પણ DAY-2ના સ્ટમ્પ્સ પહેલા આઉટ થઈ ગયો હતો. આવા સમયમાં રૂટે એક એન્ડ સંભાળી રાખ્યો હતો.
  • આજે ત્રીજા દિવસે પણ મોઈન અને સેમ કરન પણ ઈશાંતની ઓવરના 2 બોલ પર પેવેલિયન ભેગા થઈ ગયા હતા. આવી કપરી પરિસ્થિતિમાં પણ રૂટે આક્રમક બેટિંગ કરીને સાબિત કરી દીધું છે કે તેને કેમ ફેબ-4 બેટ્સમેનની યાદીમાં સામેલ કરવામાં આવે છે.
  • ઇનિંગ્સના અંતે રૂટે T-20 બેટ્સમેનની જેમ રિવર્સ લેપ શોટ અને અન્ય વિવિધ આક્રમક શોટ રમીને ટીમનું સ્કોરબોર્ડ ચલાવ્યું હતું. પરંતુ જેમ્સ એન્ડરસનના આઉટ થવાની સાથે જ તેને 180 નોટઆઉટના સ્કોર સાથે પેવેલિયન ભેગા થવું પડ્યું હતું.

અંગ્રેજો નહીં સુધરે: ફિલ્ડીંગ કરતા રાહુલ પર શેમ્પેઇન બોટલનાં ઢાંકણા ફેંકાયા
ઇંગ્લેન્ડના દર્શકોએ પહેલી મેચની જેમ બીજી મેચમાં પણ ઈન્ડિયન ક્રિકેટર્સને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઈન્ડિયન ટીમનો ઓપનર કે.એલ.રાહુલ બાઉન્ડરી પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન કેટલાક દર્શકોએ તેના પર શેમ્પેઇન બોટલના ઢાંકણા ફેંક્યા હતા. એના સિવાય ચાલુ મેચમાં એક ઇંગ્લેન્ડનો દર્શક, સુરક્ષાકર્મીને અવગણી ગ્રાઉન્ડમાં ધસી આવ્યો હતો.

બંને ટીમની પ્લેઇંગ-11
ઈન્ડિયાઃ
રોહિત શર્મા, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટ કીપર), રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ

ઇંગ્લેન્ડઃ જો રૂટ (કેપ્ટન), ડોમિનિક સિબલી, રોરી બર્ન્સ, મોઇન અલી, જોની બેયરસ્ટો, ડેનિયલ લોરેન્સ, જોસ બટલર (વિકેટકિપર), સેમ કરન, માર્ક વુડ, શાકિબ મહમૂદ અને ઓલી રોબિન્સન

બીજી ટેસ્ટ મેચ, લોર્ડ્સ- લંડન

ટોસઇંગ્લેન્ડ, બોલિંગ પસંદ કરી હતી
સિરીઝઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડ
બીજી ટેસ્ટ મેચ (DAY-4)
મેચનું શિડ્યૂલ

3:30 વાગ્યે શરૂ થઈ હતી

લંચ બ્રેક - 5:30 PM - 6:10 PM

TEA બ્રેક - 8:10 PM - 8:30 PM PM
(સમયમાં ફેરફાર થઈ શકે છે)

12,13,14,15,16 ઓગસ્ટ 2021- (પાંચ દિવસીય ટેસ્ટ મેચ)

અમ્પાયર્સ

માઇકલ ગફ અને રિચર્ડ ઇલિંગવર્થ

ટીવી અમ્પાયર

રિચર્ડ કેટલબ્રો

રિઝર્વ અમ્પાયરએલેક્સ વ્હાર્ફ
મેચ રેફરીક્રિસ બ્રોડ
અન્ય સમાચારો પણ છે...