• Gujarati News
  • Sports
  • Cricket
  • India Vs England 2nd Test LIVE Score; Joe Root Virat Kohli Rishabh Pant | (IND VS ENG) Today Match Day 5 Latest News And Update

લોર્ડ્સમાં 'વિરાટ જીત':ઈન્ડિયા 151 રનથી જીત્યું; બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડની ટીમ 120 રનમાં ઓલઆઉટ, સિરાજે 4 વિકેટ લીધી

2 વર્ષ પહેલા
  • ટીમ ઇન્ડિયાએ અગાઉ 2014માં લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડને 95 રનથી હરાવ્યું હતું
  • 5 ટેસ્ટ મેચની સિરીઝમાં ઈન્ડિયન ટીમ 1-0થી આગળ

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સિરીઝ રમાઈ રહી છે, જેની લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી મેચ ટીમ ઈન્ડિયાએ જીતી લીધી છે. આ મેચમાં ઈન્ડિયન ટીમે 151 રનથી ઇંગ્લેન્ડને હરાવ્યું છે. ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 272 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ઇંગ્લિશ ટીમ 120 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં જેમ્સ એન્ડરસનની વિનિંગ વિકેટ સાથે સિરાજે 4 મહત્ત્વપૂર્ણ વિકેટ પણ પોતાને નામ કરી હતી. બીજી ઈનિંગમાં મોહમ્મદ શમીએ લોર્ડ્સમાં 56 રનની અણનમ ઈનિંગ રમી બુમરાહ સાથે 89* રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો.....

જુઓ એન્ડરસનની વિનિંગ વિકેટ

ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રેકોર્ડ

  • રેકોર્ડની વાત કરીએ તો ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યારસુધીમાં કુલ 128 ટેસ્ટ રમાઈ છે, જેમાંથી ટીમ ઇન્ડિયા માત્ર 30 મેચ જીતી શકી છે, જ્યારે ઇંગ્લિશ ટીમે 48 મેચ જીતી છે.
  • ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યારસુધી કુલ 50 મેચ ડ્રો રહી હતી.
  • ભારતે ઈંગ્લેન્ડમાં 64 ટેસ્ટ રમી છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 8 અને ઈંગ્લેન્ડે 34 મેચ જીતી છે તો વળી 22 ટેસ્ટ ડ્રો રહી હતી.

2014 પછી લોર્ડ્સમાં પ્રથમ જીત

  • લોર્ડ્સમાં બંને ટીમ વચ્ચે રમાયેલી 19 ટેસ્ટમાં ઈંગ્લેન્ડે 12 અને ઈન્ડિયાએ 3 ટેસ્ટ જીતી છે, જ્યારે 4 મેચ ડ્રો રહી હતી.
  • ઇંગ્લિશ ટીમે 2018મા રમાયેલી છેલ્લી મેચમાં ભારતને એક ઇનિંગ અને 159 રને હરાવ્યું હતું.
  • ટીમ ઇન્ડિયાએ અગાઉ 2014માં લોર્ડ્સમાં જીત મેળવી હતી. જેમા ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 95 રનથી હરાવ્યું.
  • ઈંગ્લેન્ડમાં પ્રથમ બેટિંગ કરતા સમયે ઈન્ડિયાએ 300થી વધુ રન કર્યા પછી એકપણ મેચ હારી નથી.

સિરાજે 2 બોલમાં 2 વિકેટ લીધી

  • રોરી બર્ન્સ શૂન્ય પર પેવેલિયન ભેગો, બુમરાહે મોહમ્મદ સિરાજને હાથે કેચ આઉટ કરાવ્યો.
  • ત્યારપછી જોમ સિબલી પણ 0 રન પર પેવેલિયન ભેગો થયો હતો. મોહમ્મદ શમીએ એને વિકેટકીપર પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
  • હસીબ હમીદને ઈશાંત શર્માએ LBW કર્યો, તે 9 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.
  • ત્યારપછી ઈશાંત શર્માએ જોની બેયરસ્ટોને તથા બુમરાહે જો રૂટને આઉટ કર્યો હતો.
  • સિરાજે 39મી ઓવરમાં સતત 2 બોલ પર 2 વિકેટ લીધી હતી, તેણે મોઇન અલી અને સેમ કરનને પેવેલિયન ભેગા કર્યા.
  • 120 રન પર ઇંગ્લેન્ડની 8મી વિકેટ પડી હતી, જસપ્રીત બુમરાહે ઓલી રોબિન્સનને LBW કર્યો હતો.
  • ઈનિંગની છઠ્ઠી ઓવરમાં રોહિત શર્માએ હસીબ હમીદનો કેચ ડ્રોપ કર્યો હતો. આ સમયે સ્લિપમાં મોહમ્મદ શમીની બોલિંગ દરમિયાન રોહિત શર્માએ કેચ છોડ્યો હતો.
  • 16 ઓગસ્ટ 2021ના દિવસે લોર્ડ્સ ખાતે રમાઈ પહેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના બંને ઓપનર્સ શૂન્યના સ્કોર પર પેવેલિયન ભેગા થયા હતા.
  • ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની વાત કરીએ તો ઈન્ડિયા વિરૂદ્ધ ઇંગ્લેન્ડ પહેલી વાર આવી સ્થિતિમાં આવ્યું છે કે જ્યારે એણે 0ના સ્કોર પર બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હોય.
વિરાટ કોહલીએ 298/8ના સ્કોર પર બીજી ઈનિંગ ડિક્લેર કરી દીધી હતી, ઇંગ્લેન્ડને 272 રનનો ટાર્ગેટ આપ્યો.
વિરાટ કોહલીએ 298/8ના સ્કોર પર બીજી ઈનિંગ ડિક્લેર કરી દીધી હતી, ઇંગ્લેન્ડને 272 રનનો ટાર્ગેટ આપ્યો.

બુમરાહ અને શમીએ પોતાના અંગત બેસ્ટ સ્કોરનો રેકોર્ડ તોડ્યો
મોહમ્મદ શમીએ સિક્સ મારી ફિફ્ટી પૂરી કરી. 106મી ઓવર દરમિયાન મોઇન અલીના બોલ પર શમીએ 92 મીટર સિક્સ મારીને ફિફ્ટી પૂરી કરી હતી. આ એની બીજી ટેસ્ટ ફિફ્ટી છે. આની સાથે શમીએ પોતાનો છેલ્લો હાઇએસ્ટ સ્કોર 51 રનનો પણ રેકોર્ડ તોડ્યો હતો. વળી બુમરાહે પણ છેલ્લો હાઇએસ્ટ સ્કોર 28 રનનો રેકોર્ડ પણ તોડ્યો છે.

1982 બાદ લોર્ડ્સમાં 9મી વિકેટ માટે ઈન્ડિયન ટીમની 50+ રનની પાર્ટનરશિપનો રેકોર્ડ હવે મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને નામ થયો છે. આની પહેલા 1982મા કપિલ દેવ અને મદન લાલ વચ્ચે 9મી વિકેટ માટે 66 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.

પોતાના ખરાબ ફોર્મથી કેપ્ટન કોહલી નારાજ
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી પોતાના ખરાબ ફોર્મ અને પ્રદર્શનથી નારાજ જોવા મળ્યો હતો. તેણે મેચના ચોથા દિવસે આઉટ થયા પછી ડ્રેસિંગ રૂમની બારી પર ટોવેલ ફેંક્યો હતો. વિરાટે પહેલી ઈનિંગમાં 42 રન તથા બીજીમાં માત્ર 20 જ રન કર્યા હતા.

DAY-5, ઈન્ડિયન ટીમનું 1st સેશન

ઓવરરનવિકેટરન રેટ
2610524.4

13 વર્ષમાં પછી 9મી વિકેટ માટે 50+ રનની પાર્ટનરશિપ
પાંચમા દિવસે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી વચ્ચે 50+ રનની પાર્ટનરશિપ થઈ છે. જે 13 વર્ષમાં પહેલીવાર ઈન્ડિયન બેટ્સમેન્સે 9મી વિકેટ માટે SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ,ઓસ્ટ્રેલિયા) દેશોમાં 50+ રનની પાર્ટનરશિપ કરી છે. આની પહેલાં વર્ષ 2008ના પર્થ ટેસ્ટમાં 9મી વિકેટ માટે લક્ષ્મણ અને આર.પી.સિંહ વચ્ચે 50+ રનની પાર્ટનરશિપ થઈ હતી.

માર્ક વુડનો બોલ બુમરાહની હેલ્મેટ પર વાગ્યો હતો.
માર્ક વુડનો બોલ બુમરાહની હેલ્મેટ પર વાગ્યો હતો.

ઓલી રોબિન્સને 5મા દિવસે ટીમ ઈન્ડિયાની 2 વિકેટ લીધી. એણે પહેલા રિષભ પંત અને ઈશાંત શર્માને પેવેલિયન ભેગો કર્યો હતો. પંતે 22 રન કરી આઉટ થયો હતો. વળી ઈશાંત શર્મા 24 બોલમાં 16 રન કરી આઉટ થયો હતો, એણે રોબિન્સને LBW કર્યો હતો.

માર્ક વુડ રવિવારે ઈજાગ્રસ્ત થયો હતો, જેથી પાંચમા દિવસે તે ગ્રાઉન્ડ પર ટ્રેનિંગ કરતો નજરે પડ્યો હતો.
માર્ક વુડ રવિવારે ઈજાગ્રસ્ત થયો હતો, જેથી પાંચમા દિવસે તે ગ્રાઉન્ડ પર ટ્રેનિંગ કરતો નજરે પડ્યો હતો.

પાંચમા દિવસે રોમાંચક ટેસ્ટ ક્રિકેટ જોવા મળશે
લોર્ડ્સમા પાંચમા દિવસની ગેમ અત્યંત રોમાંચક રહેશે, આજે ઇંગ્લેન્ડને મેચમાં પકડ બનાવવા માટે 4 વિકેટની જરૂર છે તો બીજી બાજુ રિષભ પંત અને ઈશાંત શર્મા પર બધાની નજર રહેશે. પાંચમા દિવસે ઇંગ્લેન્ડની ટીમ ઓછી લીડ મેળવી ગેમ પહેલા 2 સેશનમાં જીતવાની રણનીતિથી મેદાનમાં ઉતરી શકે છે.

પૂજારા અને રહાણેની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ
બીજી ઈનિંગમાં એક સમયે ઈન્ડિયન ટીમનો સ્કોર 55/3 હતો. આવા સમયે ચેતેશ્વર પૂજારા અને વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેએ ચોથી વિકેટ માટે 100 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. પૂજારાએ 206 બોલમાં 45 રન અને રહાણેએ 146 બોલમાં 61 રનની ઈનિંગ રમીને ફોર્મમાં વાપસી કરી હતી.

બંને ટીમની પહેલી ઇનિંગ

  • પહેલી ઈનિંગમાં ઈન્ડિયન ટીમ 126.1 ઓવરમાં 364 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં કે.એલ.રાહુલે 129 રનની ઈનિંગ રમી ઈન્ડિયન ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.
  • પહેલી ઈનિંગમાં ઇંગ્લિશ ટીમ 128 ઓવરમાં 391 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં જો રૂટે મહત્ત્વપૂર્ણ 180* રનની ઈનિંગ રમી ટીમનો એક એન્ડ સંભાળી રાખ્યો હતો.

બંને ટીમની પ્લેઇંગ-11
ઈન્ડિયાઃ
રોહિત શર્મા, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.

ઇંગ્લેન્ડઃ જો રૂટ (કેપ્ટન), ડોમિનિક સિબલી, રોરી બર્ન્સ, મોઇન અલી, જોની બેયરસ્ટો, ડેનિયલ લોરેન્સ, જોસ બટલર (વિકેટકિપર), સેમ કરન, માર્ક વુડ, શાકિબ મહમૂદ અને ઓલી રોબિન્સન

બીજી ટેસ્ટ મેચ, લોર્ડ્સ- લંડન

ટોસઇંગ્લેન્ડ, બોલિંગ પસંદ કરી હતી
સિરીઝઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડ
બીજી ટેસ્ટ મેચ (DAY-5)
મેચનું શિડ્યૂલ

3:30 વાગ્યે શરૂ થઈ હતી

લંચ બ્રેક - 5:30 PM - 6:10 PMTEA
બ્રેક -
8:10 PM - 8:30 PM PM
(સમયમાં ફેરફાર થઈ શકે છે)

12,13,14,15,16 ઓગસ્ટ 2021- (પાંચ દિવસીય ટેસ્ટ મેચ)

અમ્પાયર્સ

માઇકલ ગફ અને રિચર્ડ ઇલિંગવર્થ

ટીવી અમ્પાયર

રિચર્ડ કેટલબ્રો

રિઝર્વ અમ્પાયરએલેક્સ વ્હાર્ફ
મેચ રેફરીક્રિસ બ્રોડ
અન્ય સમાચારો પણ છે...