ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ લોર્ડ્સ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પહેલી ઈનિંગમાં 364 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડે બીજા દિવસની ગેમના અંત સુધી પહેલી ઈનિંગમાં 3 વિકેટે 119 રન બનાવ્યા હતા. અત્યારે જોની બેયરસ્ટો 6 રન અને જો રૂટ 48 રન સાથે ક્રિઝ પર છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો
રૂટ ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બીજા નંબરનો ખેલાડી બની ગયો છે. તેણે ગ્રેહામ ગૂચ (8900 રન)ને પાછળ છોડી દીધા છે. રૂટ આ ઈનિંગ પહેલા ગુચથી 13 રન પાછળ હતો. એલિસ્ટર કૂક 12,472 રન સાથે પ્રથમ સ્થાને છે.
સિરાજે 2 બોલમાં 2 વિકેટ લીધી
મોહમ્મદ સિરાજે 15મી ઓવરમાં સતત 2 બોલમાં 2 વિકેટ લીધી હતી. તેણે બીજા બોલ પર ડોમ સિબલીને અને પછીના બોલ પર હસીબ હમીદને પેવેલિયન ભેગો કર્યો હતો. સિરાજે સિબલીને 11 રનના વ્યક્તિગત સ્કોર પર લોકેશ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યારબાદ સિરાજે હમીદને પણ ક્લીન બોલ્ડ કર્યો હતો.
ઓવર | રન | વિકેટ |
26 | 70 | 4 |
DAY-1ના રોમાંચક કિસ્સા તસવીરોમાં જોવા માટે અહીં ક્લિક કરો: વરસાદ અને WTC વચ્ચે 36નો આંકડો
પહેલા 2 દિવસનો વેધર રિપોર્ટ
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં પહેલા અને બીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. જોકે બપોરે ક્યારેક ક્યારેક વરસાદ પડવાની પણ સંભાવના રહેશે.
ગુરુવારે સવારે લંડનમાં વરસાદ પડ્યો હોવાથી એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે આજે ગુરુવારે પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીએ પ્લેઇંગ-11મા ફેરફાર કરતા ઈજાગ્રસ્ત શાર્દૂલના સ્થાને ઈશાંત શર્માને સામેલ કર્યો છે.
બંને ટીમની પ્લેઇંગ-11
ઈન્ડિયાઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટ કીપર), રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ
ઇંગ્લેન્ડઃ જો રૂટ (કેપ્ટન), ડોમિનિક સિબલી, રોરી બર્ન્સ, મોઇન અલી, જોની બેયરસ્ટો, ડેનિયલ લોરેન્સ, જોસ બટલર (વિકેટકિપર), સેમ કરન, માર્ક વુડ, શાકિબ મહમૂદ અને ઓલી રોબિન્સન
બીજી ટેસ્ટ મેચ, લોર્ડ્સ- લંડન
ટોસ | ઇંગ્લેન્ડ, બોલિંગ પસંદ કરી હતી |
સિરીઝ | ઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડ |
બીજી ટેસ્ટ મેચ (DAY-2) મેચનું શિડ્યૂલ | 3:30 વાગ્યે શરૂ થઈ હતી લંચ બ્રેક - 5:30 PM - 6:10 PM 12,13,14,15,16 ઓગસ્ટ 2021- (પાંચ દિવસીય ટેસ્ટ મેચ) |
અમ્પાયર્સ | માઇકલ ગફ અને રિચર્ડ ઇલિંગવર્થ |
ટીવી અમ્પાયર | રિચર્ડ કેટલબ્રો |
રિઝર્વ અમ્પાયર | એલેક્સ વ્હાર્ફ |
મેચ રેફરી | ક્રિસ બ્રોડ |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.