ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સિરીઝની પ્રથમ મેચ ડ્રો રહી છે. વરસાદના કારણે 5મા દિવસે એકપણ બોલની રમત રમાઈ નહોતી. અંતિમ દિવસે વરસાદના કારણે અમ્પાયર્સે છેવટે મેચ ન રમવાનો નિર્ણય કર્યો હતો. મહત્ત્વની વાત તો એ રહી કે ઈન્ડિયા પાસે 9 વિકેટ પણ હતી અને આખા દિવસ દરમિયાન માત્ર 157 રન જ કરવાના હતા. પરંતુ વરસાદે પહેલી ટેસ્ટ મેચ પર પાણી ફેરવી દીધું હતું. હવે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 12 ઓગસ્ટે લોર્ડ્સ ખાતે રમાશે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો.....
ટેસ્ટ મેચ- ક્લોઝ ઓફ પ્લે (દિવસનો અંત)
ચોથા દિવસની હાઇલાઇટ્સ......
ઇંગ્લેન્ડ બીજી ઈનિંગમાં 303 રને ઓલઆઉટ
બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહની ધારદાર બોલિંગનાં પરિણામે ઇંગ્લિશ ટીમ 303 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. બુમરાહે બીજી ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી.
ઈન્ડિયાને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેના જવાબમાં ઈન્ડિયાએ કે.એલ.રાહુલની પહેલી વિકેટ ગુમાવી દીધી છે.
2 દિવસ વરસાદને કારણે ગેમ રોકવી પડી
ICC ટેસ્ટ રેન્કિંગ, મેન્સ ટીમ (અંતિમ અપડેટ 12 જુલાઈ 2021)
રેન્ક | ટીમ | રેટિંગ |
1 | ન્યૂઝીલેન્ડ | 126 |
2 | ઈન્ડિયા | 119 |
3 | ઓસ્ટ્રેલિયા | 108 |
4 | ઇંગ્લેન્ડ | 107 |
5 | પાકિસ્તાન | 94 |
પહેલી ટેસ્ટ મેચ, વેધર રિપોર્ટ
નોટિંગહામનાં ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમમાં આ મેચ રમાઈ રહી છે. સ્થાનિક હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે પહેલા દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે બીજા અને પાંચમા દિવસે વરસાદ પડવાની શક્યાતાઓ રહેલી છે.
પિચ રિપોર્ટ
પાંચેય દિવસ વાદળછાયું અને બેજવાળુ વાતાવરણ રહેવાથી સ્પિન બોલર્સને પણ સહાયતા મળશે. આ મેચમાં આઉટફિલ્ડ પણ ધીમી હોવાથી હાઇસ્કોરિંગ મેચ રમાવાની આશા પણ નહિવત્ છે.
બંને ટીમ
ઈન્ડિયા: રોહિત શર્મા, કે.એલ.રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ
ઇંગ્લેન્ડઃ ડોમિનિક સિબલી, રોરી બર્ન્સ, જૈક ક્રાઉલી, જો રૂટ (કેપ્ટન), જોની બેયરસ્ટો, ડેનિયલ લોરેન્સ, જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન અને ઓલી રોબિન્સન
પહેલી ટેસ્ટ મેચ, ટ્રેન્ટ બ્રિજ સ્ટેડિયમ
ટોસ | ઇંગ્લેન્ડ, બેટિંગ પસંદ કરી હતી |
સિરીઝ | ઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડ |
પહેલી ટેસ્ટ મેચ (DAY-5) મેચનું શિડ્યૂલ | 3:30 વાગ્યે શરૂ થઈ હતી લંચ બ્રેક - 5:30 PM - 6:10 PM 4,5,6,7,8 ઓગસ્ટ 2021- |
અમ્પાયર્સ | માઇકલ ગફ અને રિચર્ડ કેટલબ્રો |
ટીવી અમ્પાયર | રિચર્ડ ઇલિંગવર્થ |
રિઝર્વ અમ્પાયર | ડેવિડ મિલ્ન્સ |
મેચ રેફરી | ક્રિસ બ્રોડ |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.