ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં નિશ્ચિત:ભારતે રસાકસીભરી મેચમાં બાંગ્લાદેશને 5 રને હરાવ્યું, અર્શદીપ સિંહે શાનદાર બોલિંગ કરી

એક મહિનો પહેલા

એડિલેડમાં ભારત અને બાંગ્લાદેશની સુપર-12ની મેચ રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 5 રને પરાજય આપ્યો હતો. આ જીત સાથે જ ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી લગભગ નક્કી થઈ ગઈ છે. હવે ભારતે ઝિમ્બાબ્વેને રવિવારે હરાવવાનું રહેશે. આ જીત સાથે જ ભારતીય ટીમ ગ્રુપ-2માં ટૉપ પર આવી ગઈ છે.

ગ્રુપ-2નું પોઇન્ટ્સ ટેબલ

ટીમમેચજીતહારNRRપોઇન્ટ્સ
ભારત431+0.7306
સાઉથ આફ્રિકા320+2.7725
બાંગ્લાદેશ422-1.2764
ઝિમ્બાબ્વે412-0.3133
પાકિસ્તાન312+0.7652
નેધરલેન્ડ્સ413-1.2332

ટીમ ઈન્ડિયાએ આપેલા 185 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી બાંગ્લાદેશની ટીમે ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે મળેલા 16 ઓવરમાં 151 રનના ટાર્ગેટની સામે 6 વિકેટે 145 રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ લિટોન દાસે 27 બોલમાં જ 60 રન બનાવ્યા હતા. તો નુરુલ હસને 14 બોલમાં 25 રન કર્યા હતા. અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી હતી, તો મોહમ્મદ શમીને 1 વિકેટ મળી હતી.

અગાઉ બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 185 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા, જેમાં આજે ફરી વિરાટ કોહલીએ 44 બોલમાં 64 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. તો કેએલ રાહુલે 50 રન કર્યા હતા. સૂર્યાએ પણ 16 બોલમાં જ 30 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 3 અને શાકિબે 2 વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશની ઇનિંગની હાઈલાઈટ્સ

  • ટીમ ઈન્ડિયાએ આપેલા 185 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી બાંગ્લાદેશની ટીમે જબરદસ્ત શરૂઆત કરતા પાવરપ્લેમાં જ વિના વિકેટે 60 રન બનાવી લીધા હતા. જેમાં લિટોન દાસે તોફાની બેટિંગ કરી હતી, અને 21 બોલમાં જ ફિફ્ટી ફટકારી દીધી હતી.
  • આ જ સમયે વરસાદ પડ્યો હતો, ત્યારે ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે બાંગ્લાદેશ ભારત કરતાં 17 રન આગળ હતું.
  • આ પછી વરસાદ બંધ થયો, ત્યારે બાંગ્લાદેશને ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે રિવાઇઝ્ડ ટાર્ગેટ 16 ઓવરમાં 151 રનનો મળ્યો હતો.
  • આ પછી લિટોન દાસ 27 બોલમાં 60 રન બનાવીને કેએલ રાહુલના શાનદાર થ્રોમાં રનઆઉટ થયો હતો.
  • તો અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ એક જ ઓવરમાં 2-2 વિકેટ ઝડપીને બાંગ્લાદેશની ઇનિંગને બ્રેક લગાવી દીધી હતી.
  • ત્યારે હવે બાંગ્લાદેશને જીતવા માટે છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી, અને અર્શદીપ સિંહ બોલિંગ કરી રહ્યો હતો.
  • ત્યારે છેલ્લી ઓવરમાં અર્શદીપે જોરદાર બોલિંગ કરતા માત્ર 14 રન જ દીધા હતા, અને ટીમ ઈન્ડિયા 5 રને જીતી ગઈ હતી.

T20 વર્લ્ડ કપમાં હવે ટૉપ સ્કોરર

ટીમ ઈન્ડિયાના કિંગ વિરાટ કોહલી હવે T20 વર્લ્ડ કપમાં પણ કિંગ બની ગયો છે. તેણે બાંગ્લાદેશની સામે 44 બોલમાં 64 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. આ મેચમાં વર્લ્ડ કપમાં હાઈએસ્ટ રન સ્કોરર બનવા માટે કોહલીને 16 રનની જરૂરી હતી. તેણે 16 રન બનાવતાં જ શ્રીલંકાના મહેલા જયવર્ધનેને પાછળ છોડીને હવે T20 વર્લ્ડ કપમાં ટૉપ સ્કોરર બની ગયો છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર) , અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.

બાંગ્લાદેશ: શાકિબ અલ હસન (કેપ્ટન), નઝમિલ હુસૈન શાન્તો, લિટન દાસ, અફિફ હુસૈન, યાસીર અલી, મોસાદ્દેક હુસૈન, નુરુલ હસન (વિકેટકીપર), તસ્કીન અહેમદ, હસન મહમૂદ, શોરિફુલ ઈસ્લામ અને મુસ્તફિઝુર રહેમાન.

ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો હતો. દીપક હુડાની જગ્યાએ અક્ષર પટેલ પ્લેઇંગ-11માં પરત ફર્યો હતો.

સાઉથ આફ્રિકાની સામે છેલ્લી મેચ હાર્યા પછી ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં કરો યા મરોની સ્થિતિમાં આવી ગઈ છે. આ જ કારણે બાંગ્લાદેશની સામે આજે એડિલેડમાં સુપર-12ની મેચ ખૂબ જ મહત્ત્વની થઈ ગઈ છે. આ સ્ટોરીમાં આપણે જીત અને હારના ભારતીય ટીમનાં સમીકરણો વિશે જાણીશું અને સાથે પિચ રિપોર્ટ અને બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 વિશે જાણીશું...

સૌથી પહેલાં બન્ને ટીમના હેડ ટુ હેડ જોઈ લો...

હવે મેચના પરિણામની શી અસર થશે એ જાણી લઈએ...
અત્યારે ટીમ ઈન્ડિયા 3 મેચમાં બે જીત અને એક હાર સાથે 4 પોઇન્ટ્સ સાથે ગ્રુપ-2માં બીજા સ્થાને છે. તો બાંગ્લાદેશની ટીમ પણ 3 મેચમાં 4 પોઇન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે. ટીમ ઈન્ડિયા સારા નેટ રનરેટના કારણે બાંગ્લાદેશની ટીમ કરતાં આગળ છે.

આ મેચ જીતીને ભારત માટે સેમીફાઈનલમાં પ્રવેશવું ખૂબ જ આસાન બની જશે. આ સાથે જ બાંગ્લાદેશ હારની સ્થિતિમાં લગભગ બહાર થઈ જશે. આ મેચ પછી રવિવારે બાંગ્લાદેશની છેલ્લી મેચ પાકિસ્તાન સાથે છે અને ભારતે ઝિમ્બાબ્વે સામે રમવાનું છે.

જો ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે હારી જશે તો તેમનો સેમિફાઈનલનો રસ્તો મુશ્કેલ બની જશે. આ સ્થિતિમાં ભારત છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વે સામેની જીત છતાં મહત્તમ 6 પોઈન્ટ જ મેળવી શકશે. આવી સ્થિતિમાં જો પાકિસ્તાન તેની છેલ્લી બે મેચ જીતે છે તો તેના પણ 6 પોઈન્ટ થઈ જશે. ત્યારે વધુ સારી નેટ રનરેટ ધરાવતી ટીમને ફાયદો થશે.

ભારતની હારની સ્થિતિમાં બાંગ્લાદેશની તક પણ નોંધપાત્ર રીતે વધી જશે. જો તે ભારત બાદ પાકિસ્તાનને હરાવશે તો તેને 8 પોઈન્ટ મળશે.

આ તમામ સ્થિતિઓને જોતાં એમ કહી શકાય કે ભારત માટે આ મેચ એક રીતે નોકઆઉટ સમાન છે. હારની સ્થિતિમાં ભારત માટેનો રસ્તો ઘણો સીમિત થઈ શકે છે.

હવે હવામાન વિશે જાણી લો...
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ભારત-બાંગ્લાદેશની મેચ સમયે વરસાદની સંભાવના 30-60% સુધી કરવામાં આવી છે. જોકે ઓસ્ટ્રેલિયામાં વાતાવરણ ઘણી ઝડપથી બદલાય છે. એટલે વરસાદની સંભાવના વધુ પણ છે અને ઓછી પણ છે.

પિચ બેટિંગ ફ્રેન્ડલી હોય શકે છે
આ વર્લ્ડ કપમાં અત્યારે તો એડિલેડમાં કોઈ જ મેચ રમાઈ નથી. જો ઓસ્ટ્રેલિયાની T20 લીગ બિગ બૈશનો આધાર બનાવીને માનીએ આ એક હાઈ સ્કોરિંગ ગ્રાઉન્ડ છે. અહીં રાતમાં રમાતી મેચમાં પહેલી બેટિંગ કરનારી ટીમનો એવરેજ સ્કોર 170 રનનો છે.

ટીમ ઈન્ડિયા માટે સારી વાત એ છે કે આ ગ્રાઉન્ડમાં ટીમે રમેલી એકમાત્ર T20 મેચમાં જીતી મેળવી છે. ભારતે 2016માં અહીં ઓસ્ટ્રેલિયાને 37 રનથી હરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...