તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રીજી ટેસ્ટ:બીજા દિવસના અંતે ભારત 96/2, ઓસ્ટ્રેલિયાથી 242 રન પાછળ, શુભમન ગિલે કરિયરની પ્રથમ ફિફટી મારી

13 દિવસ પહેલા
 • કૉપી લિંક
શુભમન ગિલે પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફટી ફટકારતા 101 બોલમાં 8 ફોરની મદદથી 50 રન કર્યા હતા. - Divya Bhaskar
શુભમન ગિલે પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફટી ફટકારતા 101 બોલમાં 8 ફોરની મદદથી 50 રન કર્યા હતા.

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 વિકેટે 96 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 338 રન કર્યા હતા અને ટીમ ઈન્ડિયા હજી તેનાથી 242 રન પાછળ છે. બીજા દિવસના અંતે ચેતેશ્વર પૂજારા 9 અને અજિંક્ય રહાણે 5 રને અણનમ છે. પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે 1-1 વિકેટ લીધી છે. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

ગિલે ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફટી મારી, રોહિત સાથે 70 રનની પાર્ટનરશિપ

 • રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમને શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી.
 • જોશ હેઝલવુડે પોતાની જ બોલિંગમાં રોહિતનો રિટર્ન કેચ પકડ્યો હતો. હેઝલવુડે પોતાના 30મા જન્મદિવસે રોહિતને આઉટ કરીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી.
 • રોહિતે 77 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 26 રન કર્યા હતા. તેની આ વિદેશમાં ઓપનર તરીકે પ્રથમ ઇનિંગ્સ હતી.
 • એશિયાની બહાર 92 ઇનિંગ્સ પછી ભારતીય ઓપનિંગ જોડી ક્રિઝ પર 20 ઓવરથી વધુ સમય ઊભી રહી છે. આ પહેલાં ડિસ્મેબર 2010માં ગંભીર અને સહેવાગે સેન્ચુરીયન ખાતે 29.3 ઓવર બેટિંગ કરી હતી. આજે રોહિત અને ગિલે 27 ઓવર બેટિંગ કરી.
 • શુભમન ગિલે ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફટી ફટકારતા 101 બોલમાં 8 ફોરની મદદથી 50 રન કર્યા હતા. તે કમિન્સની બોલિંગમાં ગલીમાં કેમરૂન ગ્રીન દ્વારા કેચ આઉટ થયો હતો.

રિવ્યૂ લઈને બચ્યો રોહિત
રોહિત 24 રને રમી રહ્યો હતો ત્યારે તેને સ્પિનર નેથન લાયનની બોલિંગમાં કેચ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. રોહિતે રિવ્યૂનો ઉપયોગ કર્યો અને રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ તેના બેટને અડ્યો નહોતો. સ્નિકો મીટરમાં કોઈ મુવમેન્ટ જોવા મળી નહીં. રિવ્યૂ લઈને રોહિત બચ્યો.

ઓસ્ટ્રેલિયાએ 338 રનમાં ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા ભારત સામે પ્રથમ ઇનિંગ્સમાં 338 રનમાં ઓલઆઉટ થયું છે. સ્ટીવ સ્મિથે પોતાના ટેસ્ટ કરિયરની 27મી સદી ફટકારતા 226 બોલમાં 16 ફોરની મદદથી 131 રન કર્યા હતા. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ 4, જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈનીએ 2-2, જ્યારે મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી છે.

સ્મિથ સિવાય માર્નસ લબુશેને 91, વિલ પુકોવ્સ્કીએ 62 અને મિચેલ સ્ટાર્કે 24 રનનું યોગદાન આપ્યું. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શક્યો નહોતો, પાંચ કાંગારું બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા. જાડેજાએ ડાયરેક્ટ થ્રો મારીને સ્મિથને રનઆઉટ કર્યો.

જાડેજાએ બોલ સાથે મહત્ત્વનું યોગદાન આપતા 4 શિકાર કર્યા.
જાડેજાએ બોલ સાથે મહત્ત્વનું યોગદાન આપતા 4 શિકાર કર્યા.

સૌથી ઝડપી 27 ટેસ્ટ સદી મારનાર ખેલાડીઓ:

 • ડોન બ્રેડમેન: 70 ઇનિંગ્સ
 • સ્ટીવ સ્મિથ: 136 ઇનિંગ્સ
 • વિરાટ કોહલી: 141 ઇનિંગ્સ
 • સચિન તેંડુલકર: 141 ઇનિંગ્સ
 • સુનિલ ગાવસ્કર: 154 ઇનિંગ્સ

ભારત વિરુદ્ધ ટેસ્ટમાં સૌથી વધુ સદી:

 • 8 સદી: સ્ટીવ સ્મિથ (25 ઇનિંગ્સ)
 • 8 સદી: ગેરી સોબર્સ (30 ઇનિંગ્સ)
 • 8 સદી: વિવિયન રિચાર્ડસ (41 ઇનિંગ્સ)
 • 8 સદી: રિકી પોન્ટિંગ (51 ઇનિંગ્સ)

6 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાના કોઈ બેટ્સમેને ઘરઆંગણે ભારત વિરુદ્ધ સદી મારી
ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને ભારતીય ટીમ વિરુદ્ધ ટેસ્ટમાં પોતાના જ ઘરઆંગણે સદી મારી હોય તેવું 6 વર્ષ પછી બન્યું છે. છેલ્લે કાંગારું વતી 6 જાન્યુઆરી 2015ના રોજ સ્ટીવ સ્મિથે જ સિડની ખાતે 117 રન કર્યા હતા. તે પછી છેલ્લા 6 વર્ષમાં ઓસ્ટ્રેલિયાના કોઈપણ ખેલાડીએ ભારત વિરુદ્ધ પોતાના જ ઘરઆંગણે સદી મારી નહોતી. આ દરમિયાન બંને દેશ વચ્ચે અત્યારે ચાલતી મેચ સહિત ઓસ્ટ્રેલિયામાં 7 ટેસ્ટ રમાઈ છે.

સ્મિથે 76મી ટેસ્ટમાં 27મી સદી મારી
સ્ટીવ સ્મિથે પોતાના ટેસ્ટ કરિયરની 27મી સદી મારી છે. સૌથી વધુ સદીના મામલે તેણે વેસ્ટ ઇન્ડિઝના ગેરી સોબર્સ (26 સદી)ને પાછળ છોડી દીધા છે. તે સાથે જ સ્મિથે વિરાટ કોહલી, એલેન બોર્ડર અને સાઉથ આફ્રિકાના પૂર્વ કપ્તાન ગ્રેમ સ્મિથની બરાબરી કરી લીધી છે. કોહલીએ 87, સ્મિથે 117 અને બોર્ડરે 156મી ટેસ્ટમાં 27મી સદી મારી હતી. જ્યારે સ્મિથે 76મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી છે.

લબુશેન 91 રને આઉટ થયો, સ્મિથ સાથે 100 રનની ભાગીદારી કરી

 • માર્નસ લબુશેને પોતાના ટેસ્ટ કરિયરની નવમી ફિફટી ફટકારતા 196 બોલમાં 11 ફોરની મદદથી 91 રન કર્યા હતા.
 • તેણે સ્ટીવ સ્મિથ સાથે ત્રીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી હતી. લબુશેન જાડેજાની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં રહાણેના હાથે કેચ આઉટ થયો હતો. રહાણેએ પોતાની જમણી મૂવ થઈને તેનો સારો કેચ પકડ્યો હતો.
 • તે પછી મેથ્યુ વેડ 13 રને જાડેજાની બોલિંગમાં મીડ-ઓન પર બુમરાહના હાથે કેચ આઉટ થયો હતો.
 • જ્યારે કેમરૂન ગ્રીન શૂન્ય રને બુમરાહની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો.

પુકોવ્સ્કીએ ડેબ્યુમાં ફિફટી મારી, લબુશેન સાથે 100 રનની ભાગીદારી કરી
ઓસ્ટ્રેલિયન ઓપનર વિલ પુકોવ્સ્કીએ પોતાની ડેબ્યુ ઇનિંગ્સમાં સારું પ્રદર્શન કરતા ફિફટી મારી હતી. તેણે 110 બોલમાં 4 ફોરની મદદથી 62 રન કર્યા હતા. તે નવદીપ સૈનીની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેણે માર્નસ લબુશેન સાથે બીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી છે.

ડેબ્યુ મેચમાં ડેબ્યુટન્ટને આઉટ કરનાર સૈની પાંચમો ભારતીય બન્યો:

 • વિજય હઝારે - એવી બેડસર, લોર્ડ્સ 1946
 • એસજી શિંદે- જેટી ઇન્કિન, લોર્ડ્સ 1946
 • અર્ષદ આયૂબ- ડબ્લ્યુકેએમ બેન્જામિન, દિલ્હી 1987-88
 • ઝહીર ખાન- મહેરાબ હોસેન, ઢાકા 2000-01
 • નવદીપ સૈની- વિલ પુકોવ્સ્કી, સિડની 2020-21

પંતે 2 કેચ છોડ્યા

 • વિલ પુકોવ્સ્કી 26 રને રમી રહ્યો હતો ત્યારે રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં કીપર ઋષભ પંતે તેનો સરળ કેચ છોડ્યો હતો.
 • તે પછી સિરાજની બોલિંગમાં પણ પંતે પુકોવ્સ્કીનો જ કેચ છોડ્યો હતો, તે સમયે ઓસ્ટ્રેલિયન ઓપનર 32 રને રમી રહ્યો હતો.

ડેવિડ વોર્નર સસ્તામાં પેવેલિયન ભેગો થયો
ઓસ્ટ્રેલિયા ઓપનર ડેવિડ વોર્નર સસ્તામાં આઉટ થયો હતો. તે મોહમ્મદ સિરાજની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં પૂજારાના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 8 બોલમાં 5 રન કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ લીધી
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને ભારત સામે ટોસ જીતીને બેટિંગ લીધી છે. સીરિઝ અત્યારે 1-1ની બરાબરી પર છે. ભારતે પોતાની પ્લેઈંગ-11માં 2 ફેરફાર કર્યા છે. રોહિત શર્મા અને નવદીપ સૈનીને ટીમમાં સ્થાન મળ્યું છે. મયંક અગ્રવાલને ડ્રોપ કરાયો છે. જ્યારે ઈજાગ્રસ્ત ઉમેશને રિપ્લેસ કરીને નવદીપ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરી રહ્યો છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયા માટે ઓપનર વિલ પુકોવ્સ્કી ડેબ્યુ કરી રહ્યો છે. તે ડેવિડ વોર્નરની સાથે ઓપનિંગ કરશે. વોર્નર ઇજાના લીધે પ્રથમ બે ટેસ્ટમાં રમી શક્યો નહોતો. આ બંનેને ટીમમાં જો બર્ન્સ અને ટ્રેવિસ હેડની જગ્યાએ સ્થાન મળ્યું છે.

ભારતની પ્લેઇંગ 11: અજિંક્ય રહાણે (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈની (ડેબ્યુ)

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર, વિલ પુકોવ્સ્કી, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરૂન ગ્રીન, ટિમ પેન (વિકેટકીપર/કેપ્ટન), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser