તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રીજી ટેસ્ટ:સિડની ટેસ્ટમાં ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં:103/2, ભારતથી 197 રન આગળ

11 દિવસ પહેલા
 • કૉપી લિંક
અશ્વિને વોર્નરને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 10 વાર આઉટ કર્યો છે. તેના પછી ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન એલિસ્ટર કુકનો નંબર આવે છે, જે 9 વાર અશ્વિનનો શિકાર થયો છે. - Divya Bhaskar
અશ્વિને વોર્નરને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 10 વાર આઉટ કર્યો છે. તેના પછી ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન એલિસ્ટર કુકનો નંબર આવે છે, જે 9 વાર અશ્વિનનો શિકાર થયો છે.
 • સિડની ટેસ્ટમાં ત્રીજા દિવસે કુલ 251 રન બન્યા અને 10 વિકેટ પડી
 • આ પહેલાં ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે પ્રથમ ઇનિંગ્સમાં લીડ મેળવીને મેચ હાર્યું હોય તેવું 2008-09માં પર્થ ખાતે સાઉથ આફ્રિકા સામે થયું હતું, ત્યારે પણ કાંગારુંને 94 રનની જ લીડ મળી હતી

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 વિકેટે 103 રન કર્યા છે. તેમને ફર્સ્ટ ઇનિંગ્સમાં 94 રનની લીડ મળી હતી અને અત્યારે ભારતથી 197 રન આગળ છે. સ્ટીવ સ્મિથ 29 રને અને માર્નસ લબુશેન 47 રને અણનમ છે. આજના દિવસમાં કુલ 251 રન બન્યા અને 10 વિકેટ પડી. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

અશ્વિને ટેસ્ટમાં જે બેટ્સમેનને સૌથી વધુ વખત આઉટ કર્યા:

 • 10 વખત: ડેવિડ વોર્નર
 • 9 વખત: એલિસ્ટર કુક
 • 7 વખત: એડ કોવન/ બેન સ્ટોક્સ

ઓસ્ટ્રેલિયન ઓપનર્સ સસ્તામાં પેવેલિયન ભેગા થયા
વિલ પુકોવ્સ્કી 10 રને મોહમ્મદ સિરાજની બોલિંગમાં કીપર રિદ્ધિમાન સાહાના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી ડેવિડ વોર્નર 13 રને અશ્વિનની બોલિંગમાં LBW થયો હતો. તેણે રિવ્યૂ લીધો હતો પરંતુ અમ્પાયરના નિર્ણયને ફેરવી શક્યો નહોતો.

પંતની જગ્યાએ સાહા વિકેટકીપિંગ કરી રહ્યો છે
ઋષભ પંતની જગ્યાએ રિદ્ધિમાન સાહા વિકેટકીપિંગ કરી રહ્યો છે. પંતને કમિન્સનો બોલ કોણીમાં વાગ્યો હતો. તે શોર્ટ બોલને પુલ કરવા ગયો પરંતુ બોલ ધાર્યા કરતા ઓછો બાઉન્સ થયો હતો. 2 મિનિટ માટે મેચ અટકી હતી અને પંતે મેજિક સ્પ્રેનો ઉપયોગ કર્યા બાદ બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું. અત્યારે તેને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

ભારત 244 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાને 94 રનની લીડ મળી
ભારત પ્રથમ દાવમાં 244 રનમાં ઓલઆઉટ થયું છે. ઓસ્ટ્રેલિયા (338)ને ફર્સ્ટ ઇનિંગ્સમાં 94 રનની લીડ મળી છે. ભારત માટે ચેતેશ્વર પૂજારા અને શુભમન ગિલે સર્વાધિક 50 રન કર્યા હતા. ઋષભ પંતે 36, રવિન્દ્ર જાડેજાએ 28* અને રોહિત શર્માએ 26 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઇન્ડિયાએ અંતિમ 6 વિકેટ 49 રનમાં ગુમાવી.195/4થી 244 રનમાં ઓલઆઉટ. ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિન્સે 4, જોશ હેઝલવુડે 2 અને મિચેલ સ્ટાર્કે 1 વિકેટ લીધી છે.

રવિન્દ્ર જાડેજાને બેટિંગ દરમિયાન મિચેલ સ્ટાર્કનો શોર્ટ ડાબા હાથના અંગુઠામાં વાગ્યો હતો.

પૂજારાના ટેસ્ટ કરિયરની સૌથી ધીમી ફિફટી

 • ચેતેશ્વર પૂજારાએ આજે પોતાના ટેસ્ટ કરિયરની સૌથી ધીમી ફિફટી મારી છે. તેણે 50 રન પૂરા કરવા માટે 174 બોલ લીધા હતા.
 • આ પહેલાં તેણે 2018માં સૌથી આફ્રિકા સામે જોહાનિસબર્ગ ખાતે 173 બોલમાં ફિફટી મારી હતી.
 • જોકે, ક્રિઝ પર આટલો સમય પસાર કરીને 50ના માઈલસ્ટોન સુધી પહોંચ્યા બાદ પૂજારા તરત જ આઉટ થઇ ગયો હતો.
 • તે પેટ કમિન્સની બોલિંગમાં કીપર પેનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે પોતાના ટેસ્ટ કરિયરની 26મી ફિફટી મારી અને આ ઇનિંગ્સ દરમિયાન પાંચ ફોર ફટકારી.

પહેલીવાર ફર્સ્ટ ઇનિંગ્સમાં ભારતના ત્રણ બેટ્સમેન રનઆઉટ થયા

 • ભારતીય ઇનિંગ્સમાં હનુમા વિહારી, રવિચંદ્રન અશ્વિન અને જસપ્રીત બુમરાહ રનઆઉટ થયા.
 • ઓવરઓલ ભારતના ટેસ્ટ ઇતિહાસમાં આજે 7મી વખત એવું થયું જ્યારે ત્રણ બેટ્સમેન એક જ ઇનિંગ્સમાં રનઆઉટ થયા હોય.
 • જો કે, પહેલી ઇનિંગ્સમાં જ ભારતના ત્રણ બેટ્સમેન રનઆઉટ થયા હોય તેવું પ્રથમવાર બન્યું છે.
 • છેલ્લે ત્રણ બેટ્સમેન રનઆઉટ થયું હોય તેવું 2008-09માં ઇંગ્લેન્ડ સામે મોહાલી ખાતે થયું હતું.
 • ત્યારે વિરેન્દ્ર સહેવાગ, વીવીએસ લક્ષ્મણ અને યુવરાજ સિંહ રનઆઉટ થયા હતા.

ઋષભ પંત 36 રને હેઝલવુડની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં વોર્નર દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે પૂજારા સાથે પાંચમી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી.

પંતને કમિન્સનો બોલ કોણીમાં વાગ્યો હતો. તે શોર્ટ બોલને પુલ કરવા ગયો પરંતુ બોલ ધાર્યા કરતા ઓછો બાઉન્સ થયો હતો. 2 મિનિટ માટે મેચ અટકી હતી અને પંતે મેજિક સ્પ્રેનો ઉપયોગ કર્યા બાદ બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું.

80 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાએ તરત જ નવો બોલ લઈ લીધો છે.

પંતના નામે નવો રેકોર્ડ

 • ઋષભ પંત ઓસ્ટ્રેલિયામાં સતત 9 ઇનિંગ્સમાં 25થી વધુ રન કરનાર પહેલો વિઝિટિંગ બેટ્સમેન બન્યો છે. તેની પહેલાં વેલી હેમોન્ડ, વિવ રિચાર્ડ્સ અને રુસી સૂરતીએ સતત 8 ઇનિંગ્સમાં 25+ રન કર્યા હતા.
 • પંતના ઓસ્ટ્રેલિયામાં સ્કોર: 25, 28, 36, 30, 39, 33, 159*, 29, 26* (આજે)

રહાણે અને વિહારી મોટો સ્કોર ન કરી શક્યા

 • અજિંક્ય રહાણે પેટ કમિન્સની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 70 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 22 રન કર્યા હતા.
કમિન્સનો શોર્ટ બોલ ધાર્યા કરતા ઓછો બાઉન્સ થતા રહાણે કટ એન્ડ બોલ્ડ થયો હતો.
કમિન્સનો શોર્ટ બોલ ધાર્યા કરતા ઓછો બાઉન્સ થતા રહાણે કટ એન્ડ બોલ્ડ થયો હતો.
 • તે પછી હનુમા વિહારી લાયનની બોલિંગમાં મીડ-ઓફ પર શોટ મારીને દોડવા લાગ્યો હતો, હેઝલવુડે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ડાયરેક્ટ થ્રો મારીને વિહારીને 4 રને પેવેલિયન ભેગો કર્યો હતો.

પિન્ક ટેસ્ટ શા માટે રમવામાં આવે છે?

 • ખરેખર, પિંક ટેસ્ટનો સંબંધ ઓસ્ટ્રેલિયન લીજેન્ડ ગ્લેન મેકગ્રા અને તેની પત્ની જેન સાથે છે. ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ 'જેન મેક્ગ્રા ડે' તરીકે ઓળખાય છે.
 • જેનનું બ્રેસ્ટ કેન્સરથી 2008માં અવસાન થયું હતું. આ પછી બ્રેસ્ટ કેન્સર વિશે લોકોને જાગૃત કરવા પિંક ટેસ્ટ કરાવવામાં આવે છે. આ મેક્ગ્રાનું હોમ ગ્રાઉન્ડ છે.

જે પણ લાભ મળશે તે મેક્ગ્રા ફાઉન્ડેશનને દાન કરાશે

 • આ મેચમાંથી જે પણ લાભ મળે છે તે મેક્ગ્રા ફાઉન્ડેશનને દાન કરવામાં આવે છે.
 • ફાઉન્ડેશનની સ્થાપના ગ્લેન અને તેની પત્ની જેન દ્વારા 2005માં કરવામાં આવી હતી, પરંતુ જેનનું 3 વર્ષ પછી અવસાન થયું.
 • આ જાગૃતિ અભિયાનને ટેકો આપવા માટે ચાહકો ગુલાબી રંગના કપડાં પહેરે છે.
 • મેક્ગ્રા ફાઉન્ડેશન એક ચેરિટી છે જે બ્રેસ્ટ કેન્સરવાળા દર્દીઓને મદદ કરે છે.

ઓસ્ટ્રેલિયાએ 2 રિવ્યૂ ગુમાવ્યા

 • ઋષભ પંત 14 રને રમી રહ્યો હતો ત્યારે લબુશેનની બોલિંગમાં કીપર/કેપ્ટન ટિમ પેને કોટ બિહાઇન્ડ માટે રિવ્યૂ લીધો હતો, તેના સિવાય કોઈએ અપીલ પણ નહોતી કરી, રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ પંતના ગ્લવ્સ કે બેટને અડ્યો નથી.
 • ચેતેશ્વર પૂજારા 14 રને રમી રહ્યો હતો ત્યારે નેથન લાયનની બોલિંગમાં બેટ/પેડ માટે રિવ્યૂ લીધો હતો પરંતુ રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ બેટને અડ્યો નથી, તે બાદ એલબીડબ્લ્યુ પણ ચેક કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાને સફળતા નહોતી મળી.

ગિલે ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફટી મારી, રોહિત સાથે 70 રનની પાર્ટનરશિપ

 • રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમને શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી.
 • જોશ હેઝલવુડે પોતાની જ બોલિંગમાં રોહિતનો રિટર્ન કેચ પકડ્યો હતો. હેઝલવુડે પોતાના 30મા જન્મદિવસે રોહિતને આઉટ કરીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી.
 • રોહિતે 77 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 26 રન કર્યા હતા. તેની આ વિદેશમાં ઓપનર તરીકે પ્રથમ ઇનિંગ્સ હતી.
 • એશિયાની બહાર 92 ઇનિંગ્સ પછી ભારતીય ઓપનિંગ જોડી ક્રિઝ પર 20 ઓવરથી વધુ સમય ઊભી રહી છે. આ પહેલાં ડિસ્મેબર 2010માં ગંભીર અને સહેવાગે સેન્ચુરીયન ખાતે 29.3 ઓવર બેટિંગ કરી હતી. આજે રોહિત અને ગિલે 27 ઓવર બેટિંગ કરી.
 • શુભમન ગિલે ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફટી ફટકારતા 101 બોલમાં 8 ફોરની મદદથી 50 રન કર્યા હતા. તે કમિન્સની બોલિંગમાં ગલીમાં કેમરૂન ગ્રીન દ્વારા કેચ આઉટ થયો હતો.

ઓસ્ટ્રેલિયાએ 338 રનમાં ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા ભારત સામે પ્રથમ ઇનિંગ્સમાં 338 રનમાં ઓલઆઉટ થયું છે. સ્ટીવ સ્મિથે પોતાના ટેસ્ટ કરિયરની 27મી સદી ફટકારતા 226 બોલમાં 16 ફોરની મદદથી 131 રન કર્યા હતા. ભારત માટે રવિન્દ્ર જાડેજાએ 4, જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈનીએ 2-2, જ્યારે મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી છે.

સ્મિથ સિવાય માર્નસ લબુશેને 91, વિલ પુકોવ્સ્કીએ 62 અને મિચેલ સ્ટાર્કે 24 રનનું યોગદાન આપ્યું. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શક્યો નહોતો, પાંચ કાંગારું બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા. જાડેજાએ ડાયરેક્ટ થ્રો મારીને સ્મિથને રનઆઉટ કર્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser