તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રીજી ટેસ્ટ:પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 166/2, માર્નસ લબુશેન અને વિલ પુકોવ્સ્કી ફિફટી મારી, સિરાજ-સૈનીએ 1-1 વિકેટ લીધી

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
બેટિંગ દરમિયાન માર્નસ લબુશેન. - Divya Bhaskar
બેટિંગ દરમિયાન માર્નસ લબુશેન.

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમ દિવસના અંતે 2 વિકેટે 166 રન કર્યા છે. માર્નસ લબુશેન 67 રને અને સ્ટીવ સ્મિથ 31 રને અણનમ છે. લબુશેને પોતાના ટેસ્ટ કરિયરની નવમી ફિફટી મારી છે અને સ્મિથ સાથે ત્રીજી વિકેટ માટે 60* રનની ભાગીદારી કરી છે. ભારત માટે મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈનીએ 1-1 વિકેટ લીધી. ​ મેચનું સ્કોર્ડકાર્ડ જોવા માટે અહીં ક્લિક કરો...

પુકોવ્સ્કીએ ડેબ્યુમાં ફિફટી મારી, લબુશેન સાથે 100 રનની ભાગીદારી કરી
ઓસ્ટ્રેલિયન ઓપનર વિલ પુકોવ્સ્કીએ પોતાની ડેબ્યુ ઇનિંગ્સમાં સારું પ્રદર્શન કરતા ફિફટી મારી હતી. તેણે 110 બોલમાં 4 ફોરની મદદથી 62 રન કર્યા હતા. તે નવદીપ સૈનીની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેણે માર્નસ લબુશેન સાથે બીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી છે.

ડેબ્યુ મેચમાં ડેબ્યુટન્ટને આઉટ કરનાર સૈની પાંચમો ભારતીય બન્યો:

 • વિજય હઝારે - એવી બેડસર, લોર્ડ્સ 1946
 • એસજી શિંદે- જેટી ઇન્કિન, લોર્ડ્સ 1946
 • અર્ષદ આયૂબ- ડબ્લ્યુકેએમ બેન્જામિન, દિલ્હી 1987-88
 • ઝહીર ખાન- મહેરાબ હોસેન, ઢાકા 2000-01
 • નવદીપ સૈની- વિલ પુકોવ્સ્કી, સિડની 2020-21

પંતે 2 કેચ છોડ્યા

 • વિલ પુકોવ્સ્કી 26 રને રમી રહ્યો હતો ત્યારે રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં કીપર ઋષભ પંતે તેનો સરળ કેચ છોડ્યો હતો.
 • તે પછી સિરાજની બોલિંગમાં પણ પંતે પુકોવ્સ્કીનો જ કેચ છોડ્યો હતો, તે સમયે ઓસ્ટ્રેલિયન ઓપનર 32 રને રમી રહ્યો હતો.

આજનો રિવાઇઝ્ડ શેડ્યૂલ

 • 9:30 વાગે મેચ ફરી શરૂ થશે, આજે કુલ 55 ઓવર નાખવામાં આવશે, વરસાદના લીધે 3.5 કલાક મેચ અટકી હતી
 • 11:10 વાગે ટી બ્રેક લેવામાં આવશે
 • 11:30થી 1 વાગ્યા સુધી અંતિમ સેશન રમાશે (30 મિનિટ વધારે ચાલી શકે છે)

ડેવિડ વોર્નર સસ્તામાં પેવેલિયન ભેગો થયો
ઓસ્ટ્રેલિયા ઓપનર ડેવિડ વોર્નર સસ્તામાં આઉટ થયો હતો. તે મોહમ્મદ સિરાજની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં પૂજારાના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 8 બોલમાં 5 રન કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડી

 • બીજી ટેસ્ટમાં: જો બર્ન્સ અને મેથ્યુ વેડ
 • ત્રીજી ટેસ્ટમાં: વિલ પુકોવ્સ્કી અને ડેવિડ વોર્નર
 • ઓસ્ટ્રેલિયાએ સતત બે ટેસ્ટમાં ચાર અલગ-અલગ બેટ્સમેનનો ઉપયોગ કર્યો હોય તેવું આ પહેલાં 1985-86માં બન્યું હતું.
 • ન્યૂઝીલેન્ડ સામેની એ સીરિઝમાં એન્ડ્રુ હિલ્ડિચ અને કેપ્લર વેસલ્સે પર્થ ખાતે અને તે પછી રોબી કેર અને વેઇન ફિલિપ્સે સિડની ખાતે ઇનિંગ્સની શરૂઆત કરી હતી.

એક જ સીરિઝમાં 23 વર્ષથી ઓછી ઉંમરના બે ખેલાડીઓનું ડેબ્યુ
કાંગારું માટે આ સીરિઝમાં કેમરૂન ગ્રીન (21 વર્ષ 197 દિવસ) પછી આજે વિલ પુકોવ્સ્કી (22 વર્ષ 339 દિવસ)એ ડેબ્યુ કર્યું છે. આ પહેલાં ઓસ્ટ્રેલિયા માટે એક જ સીરિઝમાં 23 વર્ષથી ઓછી ઉંમરના બે ખેલાડીઓએ ડેબ્યુ કર્યું હોય તેવું 2011-12માં બન્યું હતું. ન્યૂઝીલેન્ડ સામેની એ સીરિઝમાં મિચેલ સ્ટાર્ક ( ત્યારે 21 વર્ષ 305 દિવસ) અને જેમ્સ પેટિન્સન (ત્યારે 21 વર્ષ 212 દિવસ) એ ડેબ્યુ કર્યું હતું.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ લીધી
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને ભારત સામે ટોસ જીતીને બેટિંગ લીધી છે. સીરિઝ અત્યારે 1-1ની બરાબરી પર છે. ભારતે પોતાની પ્લેઈંગ-11માં 2 ફેરફાર કર્યા છે. રોહિત શર્મા અને નવદીપ સૈનીને ટીમમાં સ્થાન મળ્યું છે. મયંક અગ્રવાલને ડ્રોપ કરાયો છે. જ્યારે ઈજાગ્રસ્ત ઉમેશને રિપ્લેસ કરીને નવદીપ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરી રહ્યો છે.

બીજી તરફ, ઓસ્ટ્રેલિયા માટે ઓપનર વિલ પુકોવ્સ્કી ડેબ્યુ કરી રહ્યો છે. તે ડેવિડ વોર્નરની સાથે ઓપનિંગ કરશે. વોર્નર ઇજાના લીધે પ્રથમ બે ટેસ્ટમાં રમી શક્યો નહોતો. આ બંનેને ટીમમાં જો બર્ન્સ અને ટ્રેવિસ હેડની જગ્યાએ સ્થાન મળ્યું છે.

ભારતની પ્લેઇંગ 11: અજિંક્ય રહાણે (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈની (ડેબ્યુ)

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર, વિલ પુકોવ્સ્કી, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરૂન ગ્રીન, ટિમ પેન (વિકેટકીપર/કેપ્ટન), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ

દર્શકો માટે માસ્ક ફેરવો ફરજિયાત, ન પહેરવા પર ઓન ધ સ્પોટ 200 ડોલરનો દંડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 ડિસેમ્બરે બીજી ટેસ્ટ જોવા મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર પહોંચેલા એક પ્રેક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓસ્ટ્રેલિયન અખબાર સિડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલ મુજબ, આ દર્શક જે સ્ટેન્ડમાં બેઠો હતો ત્યાં આવેલા બધા લોકોને આઇસોલેટ કરાયા છે. આ સાથે જ આજથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં આવનારા પ્રેક્ષકોએ માસ્ક ફરજિયાત પહેરવાં પડશે. બીજી ટેસ્ટ મેલબર્નમાં 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર દરમિયાન રમાઈ હતી. જ્યારે આ ટેસ્ટ રમાઈ ત્યારે દર્શકો માટે માસ્ક જરૂરી નહોતાં. જે દર્શકને કોરોના થયો તે બીજા દિવસે મેચ જોવા આવ્યો હતો.

સ્ટેડયિમમાં જો કોઈ દર્શક માસ્ક વગર દેખાશે તો ઓન ધ સ્પોટ 200 ડોલરનો દંડ ફટકારવામાં આવશે.
સ્ટેડયિમમાં જો કોઈ દર્શક માસ્ક વગર દેખાશે તો ઓન ધ સ્પોટ 200 ડોલરનો દંડ ફટકારવામાં આવશે.

ફક્ત 25% દર્શકોને ત્રીજી ટેસ્ટમાં પ્રવેશ મળશે

 • સિડનીમાં કોરોનાના વધતા જતા કેસોને જોતાં એનએસડબ્લ્યુ સરકારે ત્રીજી ટેસ્ટ માટે દર્શકોની સંખ્યા મર્યાદિત કરી છે.
 • ત્રીજી ટેસ્ટમાં ફક્ત 25% લોકોને પ્રવેશ આપવામાં આવશે. સિડની સ્ટેડિયમની કુલ ક્ષમતા 38 હજાર લોકોની છે. ફક્ત 9500 દર્શકોને દૈનિક પ્રવેશ મળશે.
 • આ અગાઉ ડિસેમ્બરમાં ભારત અને ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં 2 વનડે અને ટી 20 મેચ પણ રમી હતી.
 • વનડેમાં 18 હજાર અને ટી-20માં 30 હજારથી વધુ દર્શકોને એન્ટ્રી આપવામાં આવી હતી. એ સમયે સિડનીમાં કોરોનાના ઓછા કેસ હતા.

પિન્ક ટેસ્ટ છે, બંને ટીમના ખેલાડીઓ ગુલાબી રંગમાં જોવા મળશે
બંને ટીમો આ મેચમાં ગુલાબી રંગમાં નજર આવશે. ખરેખર, 2009થી સિડનીમાં રમવામાં આવનાર ટેસ્ટ પિન્ક મેચ કહેવાય છે. 2019ની પિન્ક ટેસ્ટ પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ રમાઈ હતી, જે ડ્રો રહી હતી. તેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પિન્ક ગ્લવ્ઝ અને બેટ પર પિન્ક ગ્રીપ ચઢાવીને રમ્યો હતો. આ મેચનું નામ પિન્ક ટેસ્ટ છે, પરંતુ તે રેડ બોલથી જ રમવામાં આવે છે. પિન્ક બોલનો ઉપયોગ માત્ર ડે-નાઈટ ટેસ્ટમાં થાય છે. જોકે, પિન્ક ટેસ્ટમાં સ્ટમ્પથી લઈને ગ્લવ્ઝ, બેટ ગ્રીપ, બ્રાન્ડ લોગો, હોર્ડિંગ, કેપ અને દર્શકોના ગેટઅપ સુધી બધું પિન્ક જ હોય છે.

પિન્ક ટેસ્ટ શા માટે રમવામાં આવે છે?

 • ખરેખર, પિંક ટેસ્ટનો સંબંધ ઓસ્ટ્રેલિયન લીજેન્ડ ગ્લેન મેકગ્રા અને તેની પત્ની જેન સાથે છે. ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ 'જેન મેક્ગ્રા ડે' તરીકે ઓળખાય છે.
 • જેનનું બ્રેસ્ટ કેન્સરથી 2008માં અવસાન થયું હતું. આ પછી બ્રેસ્ટ કેન્સર વિશે લોકોને જાગૃત કરવા પિંક ટેસ્ટ કરાવવામાં આવે છે. આ મેક્ગ્રાનું હોમ ગ્રાઉન્ડ છે.

જે પણ લાભ મળશે તે મેક્ગ્રા ફાઉન્ડેશનને દાન કરાશે

 • આ મેચમાંથી જે પણ લાભ મળે છે તે મેક્ગ્રા ફાઉન્ડેશનને દાન કરવામાં આવે છે.
 • ફાઉન્ડેશનની સ્થાપના ગ્લેન અને તેની પત્ની જેન દ્વારા 2005માં કરવામાં આવી હતી, પરંતુ જેનનું 3 વર્ષ પછી અવસાન થયું.
 • આ જાગૃતિ અભિયાનને ટેકો આપવા માટે ચાહકો ગુલાબી રંગના કપડાં પહેરે છે.
 • મેક્ગ્રા ફાઉન્ડેશન એક ચેરિટી છે જે બ્રેસ્ટ કેન્સરવાળા દર્દીઓને મદદ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો