• Gujarati News
  • Sports
  • Cricket
  • Team India Will Take To The Field Today With The Intention Of Winning, Rain May Disrupt The Match; Bumrah's Place In The Team Is Almost Certain

ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વર્ષ પછી ઘરમાં હરાવ્યું:ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે જીત મેળવી, કેપ્ટન રોહિત શર્માએ ધમાકેદાર 46 રન ફટકાર્યા; ઝામ્પાએ 3 વિકેટ ઝડપી

11 દિવસ પહેલા

નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશનમાં રમાયેલી સિરીઝની બીજી મેચમાં ભારતે 6 વિકેટે શાનદાર જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા 91 રનના ટાર્ગેટને 7.2 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાની આ શાનદાર જીતનો હીરો કેપ્ટન રોહિત શર્મા રહ્યો હતો. તેણે 20 બોલમાં 46 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેની આ તોફાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ એડમ ઝામ્પાએ 3 વિકેટ ઝડપી હતી. તો પેટ કમિન્સે 1 વિકેટ લીધી હતી. રોહિત શર્માને તેની આ ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

અગાઉ ઓસ્ટ્રેલિયાએ 8 ઓવરમાં 5 વિકેટે 90 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ મેથ્યુ વેડે માત્ર 20 બોલમાં 43 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેની સ્ટ્રાઈક રેટ 215ની રહી હતી. કેપ્ટન ફિંચે 15 બોલમાં 31 રન માર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહને 1 વિકેટ મળી હતી.

કેપ્ટન રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને પોતાની શાનાદાર ઇનિંગથી જીત અપાવી હતી.
કેપ્ટન રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને પોતાની શાનાદાર ઇનિંગથી જીત અપાવી હતી.

બીજી T20 મેચની હાઈલાઈટ્સ

  • ટીમ ઈન્ડિયાએ બીજી T20 મેચમાં 6 વિકેટે જીતી લીધી હતી.
  • ટીમના હિટમેને માત્ર 20 બોલમાં જ 46 રન ફટકારી દીધા હતા. તેની સ્ટ્રાઈક રેટ 230ની રહી હતી.
  • એડમ ઝામ્પાએ 2 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે કેએલ રાહુલ, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવને આઉટ કર્યા હતા.
  • ઓસ્ટ્રેલિયાએ 8 ઓવરમાં 5 વિકેટે 90 રન કર્યા હતા.
  • મેથ્યુ વેડે ધમાકેદાર 20 બોલમાં 43 રન ફટકારી દીધા હતા.
  • અક્ષર પટેલે 2 ઓવરમાં 13 રનમાં 2 વિકેટ ઝડપી હતી.
અક્ષર પટેલે ફરી એકવાર શાનદાર બોલિંગ કરતા મેચમાં 2 વિકેટ ઝડપી હતી.
અક્ષર પટેલે ફરી એકવાર શાનદાર બોલિંગ કરતા મેચમાં 2 વિકેટ ઝડપી હતી.
વિરાટ કોહલીએ શાનદાર થ્રો કરીને પહેલી મેચના હિરો કેમરુન ગ્રીનને રનઆઉટ કર્યો હતો.
વિરાટ કોહલીએ શાનદાર થ્રો કરીને પહેલી મેચના હિરો કેમરુન ગ્રીનને રનઆઉટ કર્યો હતો.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, દિનેશ કાર્તિક (વિકેટકિપર), હર્ષલ પટેલ, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ.

ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ (કેપ્ટન), સ્ટિવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ (વિકેટકિપર), ટિમ ડેવિડ, કેમરુન ગ્રીન, ડેનિયલ સેમ્સ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, સીન એબોટ, એડમ ઝામ્પા.

ટીમમાં બે બદલાવ કરવામાં આવ્યા હતા. જસપ્રીત બુમરાહ અને રિષભ પંતને પ્લેઇંગ-11માં લેવામાં આવ્યા હતા.

ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

મેચ 2 કલાક મોડી શરૂ થઈ

ટૉસ પહેલા 6:30 વાગે થવાનો હતો. પરંતુ વેટ આઉટફિલ્ડના કારણે ટૉસ 9:15 વાગે થયો હતો. મેચમાં અંપાયર્સે કુલ ત્રણવાર આઉટફિલ્ડ ચેક કરી હતી. જેમાં પહેલા બે વખત તો તેઓ આઉટફિલ્ડને લઈને ખુશ નહોતા. પરંતુ ત્રીજીવારના ચેકિંગમાં તેઓ રમાડવા માટે તૈયાર હતા. વેટ આઉટફિલ્ડના કારણે મેચ મોડી શરૂ થતા હવે 8-8 ઓવરની મેચ રમાશે. એટલે કે બોલર 2 ઓવર નાખી શક્શે.

બન્ને ટીમના કેપ્ટન ઓનફિલ્ડ અંપાયર સાથે આઉટફિલ્ડ વિશે ચર્ચા કરતા નજરે આવ્યા હતા.
બન્ને ટીમના કેપ્ટન ઓનફિલ્ડ અંપાયર સાથે આઉટફિલ્ડ વિશે ચર્ચા કરતા નજરે આવ્યા હતા.
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ મેચ જોવા આવ્યા હતા.
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ મેચ જોવા આવ્યા હતા.
મેચ શરૂ થતા પહેલા RCBના પ્લેયર્સ એકબીજાને મળ્યા હતા.
મેચ શરૂ થતા પહેલા RCBના પ્લેયર્સ એકબીજાને મળ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...