તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત 6 વિકેટે જીત્યું:અંતિમ ઓવરમાં 14 રનની જરૂર હતી, પંડ્યાએ 2 બોલ બાકી રાખીને મેચ જિતાડી, ભારતે સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી

4 મહિનો પહેલા
હાર્દિકે 22 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 42* રન કર્યા. - Divya Bhaskar
હાર્દિકે 22 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 42* રન કર્યા.

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ T-20 સિરીઝની બીજી મેચમાં સિડની ખાતે 195 રનનો પીછો કરતા 19.4 ઓવરમાં 4 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો. ભારત માટે શિખર ધવને 56, હાર્દિક પંડ્યાએ 42* અને વિરાટ કોહલીએ 40 રનનું યોગદાન આપ્યું. આ મેચ જીતીને ભારતે સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ​​​​

મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

અંતિમ ઓવરમાં 14 રનની જરૂર હતી, પંડ્યાએ 2 બોલ બાકી રાખીને મેચ જિતાડી
ભારતને રનચેઝમાં અંતિમ ઓવરમાં 14 રનની જરૂર હતી, હાર્દિકે પ્રથમ બોલે 2 રન, બીજા અને ચોથા બોલે સિક્સ મારીને ભારતને મેચ જિતાડી. હાર્દિકે પોતાની 22 બોલની ઇનિંગ્સ દરમિયાન 2 ફોર અને 3 સિક્સની મદદથી 44* રન કર્યા. સામે છેડે ઐયર 5 બોલમાં 12 રન સાથે અણનમ રહ્યો.

સતત સૌથી વધુ T-20 જીતનાર દેશ:

 • 12 અફઘાનિસ્તાન (2018-19)
 • 11 અફઘાનિસ્તાન (2016-17)
 • 09 પાકિસ્તાન (2018)
 • 09 ભારત (2020) *

ઓસ્ટ્રેલિયામાં T-20માં સૌથી સફળ રનચેઝ:

 • 198 ઇન્ડિયા vs ઓસ્ટ્રેલિયા, સિડની 2016
 • 195 ઇન્ડિયા vs ઓસ્ટ્રેલિયા, સિડની 2020 *
 • 174 શ્રીલંકા vs ઓસ્ટ્રેલિયા, જિલોન્ગ 2017
 • 169 શ્રીલંકા vs ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન 2017

વિરાટ કોહલી ડેનિયલ સેમ્સની બોલિંગમાં કીપર વેડના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 24 બોલમાં 2 ફોર અને 2 સિક્સની મદદથી 40 રન કર્યા હતા. કોહલી ઇન્ટરનેશનલ T-20માં સેમ્સનો પ્રથમ શિકાર બન્યો છે. તે પહેલાં સંજુ સેમસન સ્વેપ્સનની બોલિંગમાં લોન્ગ-ઓફ પર સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 10 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 15 રન કર્યા હતા.

ધવનની T-20માં 11મી ફિફટી
શિખર ધવને પોતાના T-20 કરિયરની 11મી ફિફટી ફટકારતા 36 બોલમાં 4 ફોર અને 2 સિક્સની મદદથી 52 રન કર્યા હતા. તે એડમ ઝામ્પાની બોલિંગમાં ડીપમાં સ્વેપ્સન દ્વારા કેચ આઉટ થયો હતો. તે પહેલાં લોકેશ રાહુલ એન્ડ્રુ ટાઈની બોલિંગમાં ડીપ પોઇન્ટ પર સ્વેપ્સનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 22 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 30 રન કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ 195 રનનો ટાર્ગેટ આપ્યો
ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 194 રન કર્યા છે. કાંગારું માટે કેપ્ટન મેથ્યુ વેડે 58, સ્ટીવ સ્મિથે 46, મોઝેઝ હેનરિક્સે 26 અને ગ્લેન મેક્સવેલે 22 રન કર્યા. ભારત માટે ટી. નટરાજને 2 વિકેટ, જ્યારે શાર્દુલ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી.

વેડની T-20માં બીજી ફિફટી મેથ્યુ વેડે પોતાના T-20 ઇન્ટરનેશનલ કરિયરની બીજી ફિફટી ફટકારતા 32 બોલમાં 10 ફોર અને 1 સિક્સની મદદથી 58 રન કર્યા હતા. સુંદરની બોલિંગમાં કોહલીએ કવર પર તેનો સરળ કેચ છોડ્યો હતો, જોકે વેડ ક્રિઝની બહાર હોવાથી તે કોહલી/રાહુલ દ્વારા રનઆઉટ થયો હતો.

ગ્લેન મેક્સવેલ શાર્દુલ ઠાકુરની બોલિંગમાં પોઇન્ટ પર સુંદરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 2 સિક્સની મદદથી 22 રન કર્યા હતા. જ્યારે સ્ટીવ સ્મિથ યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં લોન્ગ-ઓફ પર હાર્દિકના હાથે કેચ આઉટ. સ્મિથે 38 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 46 રન કર્યા હતા.

મિસ્ડ ચાન્સ: વેડ 39 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ઠાકુરની બોલિંગમાં હાર્દિક પંડ્યાએ ડીપ મિડવિકેટ પર તેનો કેચ છોડ્યો હતો.

શોર્ટ સસ્તામાં આઉટ થયો
ડાર્સી શોર્ટ નટરાજનની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર શ્રેયસ ઐયરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 9 બોલમાં 1 ફોરની મદદથી 9 રન કર્યા હતા.

ભારતે ટોસ જીતીને બોલિંગ લીધી
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે. રવિન્દ્ર જાડેજા, મનીષ પાંડે અને મોહમ્મદ શમીની જગ્યાએ યુઝવેન્દ્ર ચહલ, શ્રેયસ ઐયર અને શાર્દુલ ઠાકુર રમી રહ્યા છે.

જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં નિયમિત કેપ્ટન હિપ ઇન્જરીને લીધે રમી રહ્યો નથી, તેની જગ્યાએ મેથ્યુ વેડ કપ્તાની કરી રહ્યો છે. કાંગારુંએ ટીમમાં 3 ફેરફાર કર્યા છે. મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને ફિન્ચની જગ્યાએ માર્કસ સ્ટોઈનિસ, ડેનિયલ સેમ્સ અને એન્ડ્રુ ટાઈ રમી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: માર્કસ સ્ટોઈનિસ, ડાર્સી શોર્ટ, મેથ્યુ વેડ (કેપ્ટન/વિકેટકીપર), સ્ટીવ સ્મિથ, મોઝેઝ હેનરિક્સ, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ સેમ્સ, સીન એબોટ, મિચ સ્વેપ્સન, એડમ ઝામ્પા અને એન્ડ્રુ ટાઈ

ભારતની પ્લેઈંગ 11: શિખર ધવન, લોકેશ રાહુલ (વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, દિપક ચહર, શાર્દુલ ઠાકુર અને ટી. નટરાજન

ભારત છેલ્લા 12 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં કોઈ બાઈલેટરલ T-20 સીરિઝ હાર્યું નથી. જો ભારત આજની મેચ જીતે તો ઓસ્ટ્રેલિયા સામે ઓવરઓલ 9માંથી ચોથી સીરિઝ જીતશે.

4 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાનો તેના ઘરઆંગણે વ્હાઇટવોશ કર્યો હતો
ભારત છેલ્લે 2008માં ઓસ્ટ્રેલિયામાં બાઈલેટરલ સીરિઝ હાર્યું હતું. ગઈ વખતે 2018માં ભારત ઓસ્ટ્રેલિયા સામે તેના ઘરઆંગણે રમ્યું હતું, ત્યારે સીરીઝ 1-1થી ડ્રો રહી હતી. જ્યારે 4 વર્ષ પહેલાં ટીમ ઇન્ડિયાએ કાંગારુંનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો.

હેડ-ટુ-હેડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ 9મી T-20 સીરિઝ છે. ગઈ 8 સીરિઝમાંથી ભારતે 3 અને ઓસ્ટ્રેલિયાએ 2 સીરિઝ જીતી, જ્યારે 3 ડ્રો રહી હતી. ઓસ્ટ્રેલિયામાં બંને ટીમો વચ્ચે આ ચોથી સીરિઝ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1 સીરિઝ જીત્યા છે. 2 સીરિઝ ડ્રો થઇ છે.

ઓવરઓલ મેચની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 21 T-20 રમાઈ છે. તેમાંથી ભારત 12 અને ઓસ્ટ્રેલિયા માત્ર 8 જ જીત્યું છે, જ્યારે એક મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું, ઓસ્ટ્રેલિયામાં બંને ટીમો 10 વાર સામસામે થઇ છે, જેમાંથી ટીમ ઇન્ડિયાએ 6 T-20 જીતી અને 3 હારી છે. એક મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું.

વેધર અને પિચ રિપોર્ટ
સિડનીમાં આકાશ સાફ રહશે. મેક્સિમમ તાપમાન 30 ડિગ્રી અને મિનિમમ 17 ડિગ્રી રહેશે તેવી સંભાવના છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પિચ બેટ્સમેનોને મદદ કરશે. ટોસ જીતનાર ટીમ પ્રથમ બોલિંગ કરવા માગશે. અહીં ચેઝ કરનાર ટીમનો સક્સેસ રેટ 50% છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો