તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રિસ્બેનમાં સૌથી સફળ રનચેઝ:ભારતે પહેલીવાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવાની હેટ્રિક લગાવી; ઓસ્ટ્રેલિયા 32 વર્ષે ગાબામાં ટેસ્ટ હાર્યું

3 મહિનો પહેલા
 • BCCI સેક્રેટરી જય શાહે 5 કરોડનું બોનસ જાહેર કર્યું
 • બ્રિસ્બેનમાં આ પહેલાં સૌથી સફળ રનચેઝનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો, તેણે 1951માં વિન્ડીઝ વિરુદ્ધ 236 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો
 • ભારતે 328 રનનો પીછો કરતાં 3 વિકેટે મેચ જીતી, શ્રેણી 2-1એ પોતાના નામે કરી

ભારતે બ્રિસ્બેન ખાતે ચાર ટેસ્ટ સિરીઝની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવી 328 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. આ સાથે જ ટીમ ઇન્ડિયા શ્રેણી 2-1થી પોતાના નામે કરી છે. ભારતે પહેલીવાર સતત ત્રીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે. આ પહેલાં 2016-17માં આપણે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું, જ્યારે 2018-19માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરે જ 2-1થી માત આપી હતી. ભારત અગાઉ ક્યારેય બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સતત 3 સિરિઝ જીત્યું નહોતું. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

ભારતની જીતમાં શુભમન ગિલ, ઋષભ પંત અને ચેતેશ્વર પૂજારાનું યોગદાન અમૂલ્ય રહ્યું. ગિલે 91, પંતે 89* અને પૂજારાએ 56 રન કર્યા. આ જીત બાદ BCCI સેક્રેટરી જય શાહે 5 કરોડ રૂપિયાનું બોનસ જાહેર કર્યું છે.

ઓસ્ટ્રેલિયા 32 વર્ષ ગાબામાં ટેસ્ટ મેચ હાર્યું છે. આ પહેલાં તે 1988માં વેસ્ટ ઇન્ડીઝ સામે હારી હતીં. એ પછી અહીં 24 ટેસ્ટથી અપરાજિત હતી તેમજ આ બ્રિસ્બેનમાં સૌથી સફળ રનચેઝ છે. આ પહેલાં સૌથી સફળ રનચેઝનો રેકોર્ડ અહીં ઓસ્ટ્રેલિયાના નામે હતો, તેણે 1951માં વિન્ડીઝ વિરુદ્ધ 236 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

ભારત પાંચમી વખત પહેલી ટેસ્ટ હાર્યા પછી સિરીઝ જીત્યું:

 • 2-1 vs ઇંગ્લેન્ડ, 1972/72
 • 2-1 vsઓસ્ટ્રેલિયા, 2000/01
 • 2-1 vs શ્રીલંકા, 2015
 • 2-1 vs ઓસ્ટ્રેલિયા, 2016/17
 • 2-1 vs ઓસ્ટ્રેલિયા, 2020/21

પૂજારાએ પોતાના કરિયરની સૌથી ધીમી ફિફટી ફટકારતાં 211 બોલમાં 56 રન કર્યા. તે કમિન્સની બોલિંગમાં LBW આઉટ થયો હતો.

મિસ્ડ ચાન્સ: પંત 16 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ઓફ-સ્પિનર લાયનની બોલિંગમાં વિકેટકીપર પેને સ્ટમ્પિંગ કરવાની તક મિસ કરી હતી.

અજિંક્ય રહાણે 24 રને કમિન્સની બોલિંગમાં કીપર ટિમ પેન દ્વારા કેચ આઉટ થયો હતો.

પૂજારાને બેટિંગ દરમિયાન ચાર વાર બોલ વાગ્યો:

 • 33મી ઓવરનો પાંચમો બોલ ચેતેશ્વર પૂજારાને માથામાં વાગ્યો હતો. કમિન્સનો બાઉન્સર ધાર્યા જેટલો ઊછળ્યો નહોતો અને પૂજારાના હેલ્મેટના પાછળના ભાગમાં વાગ્યો હતો. કન્કશન ટેસ્ટ કરાયો હતો અને એ પછી પૂજારા રમવા માટે તૈયાર હતો.
 • એ પછી 45મી ઓવરમાં હેઝલવૂડનો બોલ પણ અપેક્ષા કરતાં ઓછો ઊછળ્યો હતો અને પૂજારાને હાથમાં વાગ્યો હતો. ટીમ ફિઝિયોએ મેજિક સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો અને પૂજારાએ બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું.
 • ત્યાર બાદ 49મી ઓવરમાં ફરીથી હેઝલવૂડનો બોલ પૂજારાને જમણા ગ્લવ્સમાં વાગ્યો હતો. ચેતેશ્વરે પેઈનકિલર્સ લઈને બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું.
 • 51મી ઓવરનો પાંચમો બોલ હેઝલવૂડે બાઉન્સર નાખ્યો હતો અને પૂજારાને માથામાં વાગ્યો હતો. તે ડક કરી શકે એવી પોઝિશનમાં નહોતો.

ગિલ 9 રન માટે સદી ચૂક્યો, પૂજારા સાથે 114 રનની ભાગીદારી કરી
શુભમન ગિલે રનચેઝમાં શાનદાર બેટિંગ કરતાં 146 બોલમાં 8 ફોર અને 2 સિક્સની મદદથી 91 રન કર્યા હતા. તે પોતાની મેડન સદી ફટકારવાથી 9 રન માટે ચૂકી ગયો હતો. તે નેથન લાયનની બોલિંગમાં સ્લિપમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો

સ્ટાર્કે 46મી ઓવરમાં 20 રન આપ્યા
મિચેલ સ્ટાર્કે ઇનિંગ્સની 46મી ઓવરમાં 20 રન આપ્યા હતા. આ તેના ટેસ્ટ કરિયરની સૌથી મોંઘી ઓવર હતી. આ ઓવરમાં ગિલે 2 ફોર અને 1 સિક્સ, જ્યારે પૂજારાએ 1 ફોર મારી હતી. તે ઉપરાંત એક સિંગલ અને એક રન નો-બોલનો આવ્યો હતો.

ગિલ ચોથી ઇનિંગ્સમાં ફિફટી મારનાર સૌથી યુવા ભારતીય ઓપનર બન્યો
શુભમન ગિલ (21 વર્ષ 133 દિવસ) ચોથી ઇનિંગ્સમાં ફિફટી મારનાર સૌથી યુવા ભારતીય ઓપનર બન્યો છે. અગાઉ આ રેકોર્ડ સુનિલ ગાવસ્કરના નામે હતો. ગાવસ્કરે 21 વર્ષ 243 દિવસની વયે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 1970/71માં પોર્ટ ઓફ સ્પેન ખાતે 67* રન કર્યા હતા.

આ સદીમાં ભારત માટે 100 બોલમાં સૌથી ઓછા રન કરનાર બેટ્સમેન:

 • હનુમા વિહારી 6* (100) v ઓસ્ટ્રેલિયા 2021
 • ચેતેશ્વર પૂજારા 11* (100) v ઓસ્ટ્રેલિયા 2021 (આજે)
 • રાહુલ દ્રવિડ 16* (100) v ઓસ્ટ્રેલિયા 2004
 • રાહુલ દ્રવિડ 16* (100) v ઓસ્ટ્રેલિયા 2007
 • ચેતેશ્વર પૂજારા 16* (100) v ઓસ્ટ્રેલિયા 2021

ઓસ્ટ્રેલિયાએ રિવ્યૂ લીધો, પરંતુ પૂજારાને પેવેલિયન ભેગો કરી શક્યા નહીં
ચેતેશ્વર પૂજારા 2 રને રમી રહ્યો હતો ત્યારે નેથન લાયનની બોલિંગમાં કાંગારૂએ LBW માટે અપીલ કરી હતી. અમ્પાયરે નોટઆઉટ આપતાં કેપ્ટન ટિમ પેને રિવ્યૂ લીધો. થર્ડ અમ્પાયરે કહ્યું, પૂજારાએ શોટ નથી રમ્યો એટલે ઈમ્પૅક્ટ જોવામાં આવશે નહીં. બોલ ટ્રેકિંગમાં બોલ લેગ સ્ટમ્પને 50% કરતાં ઓછો અડી રહ્યો હોવાથી ઓન-ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય યથાવત્ રહ્યો. કાંગારૂ પૂજારાને પેવેલિયન ભેગા કરી શક્યા નહીં.

શર્માએ છેલ્લા દિવસે નિરાશ કર્યા
328 રનનો પીછો કરતાં ભારતને પોતાના સિનિયર બેટ્સમેન રોહિત પાસેથી એક મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી. જોકે રોહિત સસ્તામાં પેવેલિયન ભેગો થયો હતો. તે 7 રને પેટ કમિન્સની બોલિંગમાં કીપર પેન દ્વારા કેચ આઉટ થયો હતો.પેને પોતાની જમણી બાજુ ડાઇવ લગાવીને સારો કેચ કર્યો.

બ્રિસ્બેનમાં 250થી વધુનો ટાર્ગેટ ક્યારેય ચેઝ થયો નથી
બ્રિસ્બેન ખાતે હજી સુધી ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં 250+ રનનો ટાર્ગેટ ચેઝ થયો નથી. અહીં સૌથી સફળ રનચેઝ 236 રનનો છે. ઓસ્ટ્રેલિયાએ નવેમ્બર 1951માં વેસ્ટ ઇન્ડીઝને 3 વિકેટે હરાવી આ ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ 328 રનનો ટાર્ગેટ આપ્યો
ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગ્સમાં 294 રનમાં ઓલઆઉટ થયું છે. કાંગારૂને ફર્સ્ટ ઇનિંગ્સમાં 33 રનની લીડ મળી હતી અને તેણે ભારતને મેચ જીતવા 328 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઇન્ડિયા માટે મોહમ્મદ સિરાજે 5, શાર્દૂલ ઠાકુરે 4 અને વી. સુંદરે 1 વિકેટ લીધી. સિરાજે પોતાના ટેસ્ટ કરિયરમાં પહેલીવાર એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી.

ઓસ્ટ્રેલિયા માટે બીજી ઇનિંગ્સમાં સ્ટીવ સ્મિથે 55, ડેવિડ વોર્નરે 48, માર્ક્સ હેરિસે 38 અને કેમરુન ગ્રીને 37 રનનું યોગદાન આપ્યું. ટિમ પેને 27 અને પેટ કમિન્સે 28 રન કરતા તેમણે છેલ્લી 3 વિકેટ માટે 52 રન ઉમેર્યા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો