• Gujarati News
  • Sports
  • Cricket
  • The Three match T20 Series Begins Today, With Both Teams Going Into The Field With The Intention Of Winning In Mohali.

ઓસ્ટ્રેલિયાએ ભારતને રગદોળ્યું:ટીમ ઈન્ડિયાને 4 વિકેટે હરાવ્યું, કેમરુન ગ્રીને 61 અને મેથ્યુ વેડે 45 રન ફટકાર્યા; અક્ષરે 3 વિકેટે ઝડપી

5 દિવસ પહેલા

મોહાલીમાં રમાયેલી પહેલી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 4 વિકેટે હરાવ્યું હતુ. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ કેમરુન ગ્રીને 30 બોલમાં 61 રન ફટકાર્યા હતા. તો મેથ્યુ વેડે ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેણે માત્ર 21 બોલમાં 45 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી. સ્ટિવ સ્મિથે 35 રન કર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ અક્ષર પટેલે 3 વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવે 2 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 1 વિકેટ લીધી હતી. કેમરુન ગ્રીનને તેની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

અગાઉ ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 208 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ હાર્દિક પંડ્યાએ 30 બોલમાં 71 રન ફટકાર્યા હતા. કેએલ રાહુલે 55 રન કર્યા હતા. તો સૂર્યકુમાર યાદવે 46 રનનું યોગદાન આપ્યુ હતુ. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ નેથન એલિસે 3 વિકેટ ઝડપી હતી. જોસ હેઝલવુડને 2 વિકેટ મળી હતી. તો કેમરુન ગ્રીને 1 વિકેટ લીધી હતી.

પહેલી T20 મેચની હાઈલાઈટ્સ

  • ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટે હરાવ્યું હતુ. આ ચેઝ ભારત સામેની સૌથી સફળ ચેઝ રહી છે.
  • કેમરુન ગ્રીને ધમાકેદાર 30 બોલમાં 61 રન માર્યા હતા. તેની આ ઇનિંગમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા.
કેમરુન ગ્રીને 30 બોલમાં 203.33ની સ્ટ્રાઈક રેટથી 61 રન બનાવ્યા હતા.
કેમરુન ગ્રીને 30 બોલમાં 203.33ની સ્ટ્રાઈક રેટથી 61 રન બનાવ્યા હતા.
  • મેથ્યુ વેડે પણ તોફાની ઇનિંગ રમી હતી. તેણે માત્ર 21 બોલમાં 45 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. તેની આ ઇનિંગની મદદથી ટીમે જીત મેળવી હતી.
  • આ હાઈસ્કોરિંગ મેચમાં પણ અક્ષર પટેલે 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
અક્ષરે આ હાઈસ્કોરિંગ મેચમાં માત્ર 17 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
અક્ષરે આ હાઈસ્કોરિંગ મેચમાં માત્ર 17 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
  • અક્ષર પટેલ સિવાય ભારતના અન્ય 5 બોલરોની 11થી પણ વધુની ઇકોનોમી રહી હતી.
  • હાર્દિક પંડ્યાએ શાનદાર 30 બોલમાં 71 રન ફટકાર્યા હતા.
  • કેએલ રાહુલે પણ 55 રન કર્યા હતા, તો સૂર્યાએ 46 રન કર્યા હતા.
  • નેથન એલિસે 3 વિકેટ ઝડપી હતી, અને જોસ હેઝલવુડે 2 વિકેટ લીધી હતી.

હાર્દિક પંડ્યાની ધમાકેદાર ઇનિંગ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વધુ એકવાર શાનદાર ઇનિંગ રમી હતી. તેણે નંબર 5 ઉપર આવીને માત્ર 30 બોલમાં 71 રન ફટકારીને ટીમને સંગીન સ્થિતિમાં પહોંચાડ્યું હતુ. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 208 રન કર્યા હતા.

કેએલ રાહુલના T20 ઈન્ટરનેશનલમાં 2000 રન પૂરા

ટીમ ઈન્ડિયાના સ્ટાઈલિશ ઓપનર કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી T20 મેચમાં 18મી ફિફ્ટી ફટકારી હતી. તેણે 35 બોલમાં 55 રન કર્યા હતા. આ સાથે જે તેણે T20 ઈન્ટરનેશનલમાં 2000 રન પૂરા કરી દીધા હતા. તે આવું કરનારો રોહિત શર્મા અને વિરાટ કોહલી પછી ત્રીજો ભારતીય બની ગયો છે.

સૂર્યકુમાર યાદવની તોફાની ઇનિંગ

સૂર્યકુમાર યાદવે પણ તોફાની ઇનિંગ રમી હતી. તેણે 25 બોલમાં 184ની સ્ટ્રાઈક રેટથી 46 રન ફટકાર્યા હતા. તેની આ ધમાકેદાર ઇનિંગ દરમિયાન 2 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા.

કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ વચ્ચે મહત્ત્વની પાર્ટનરશિપ થઈ હતી.
કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવ વચ્ચે મહત્ત્વની પાર્ટનરશિપ થઈ હતી.
નેથન એલિસે 3 વિકેટ ઝડપી હતી.
નેથન એલિસે 3 વિકેટ ઝડપી હતી.
કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો, અને તે 11 રન આઉટ થયો હતો.
કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો, અને તે 11 રન આઉટ થયો હતો.
પહેલી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
પહેલી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

બંને ટીમની પ્લેઇંગ ઈલેવન

ભારત- રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, ઉમેશ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ.

ઓસ્ટ્રેલિયા- એરોન ફિન્ચ (કેપ્ટન), જોશ ઇંગ્લિસ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકિપર), કેમરુન ગ્રીન, નેથન એલિસ, એડમ ઝામ્પા, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ.

અગાઉ ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયામાંથી જસપ્રીત બુમરાહ અને રિષભ પંત પ્લેઇંગ-11ની બહાર થઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી ટિમ ડેવિડે ડેબ્યૂ કર્યું હતું.

મેચમાં ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ હાજર રહ્યા હતા.
મેચમાં ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...