તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતે ઓસ્ટ્રેલિયાને 11 રને હરાવ્યું:જાડેજાને બોલ વાગવાનું ભારતને ફળ્યું, ચહલ આવ્યો ને ત્રણ વિકેટ ખાઈ ગયો, ટીમ ઇન્ડિયા સીરિઝમાં 1-0થી આગળ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતે ત્રણ T-20 સીરિઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને કેનબરા ખાતે 11 રને હરાવ્યું છે. 162 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયન ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 150 રન જ કરી શકી હતી. તેમના માટે આરોન ફિન્ચે 35, ડાર્સી શોર્ટ 34 અને મોઝેઝ હેનરિક્સે 30 રન કર્યા. કોઈપણ બેટ્સમેન શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યો નહીં. ભારત માટે ટી. નટરાજન અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી. આ જીત સાથે જ ટીમ ઇન્ડિયા ત્રણ T-20ની સીરિઝમાં 1-0થી આગળ છે.

જાડેજાના રિપ્લેસમેન્ટ તરીકે આવેલા ચહલે 3 વિકેટ લીધી
જાડેજાના કન્કશન સબ્સ્ટિટયૂટ તરીકે બોલિંગ કરવા આવેલા યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ લીધી. તેણે મેથ્યુ વેડ, આરોન ફિન્ચ અને સ્ટીવ સ્મિથને આઉટ કરીને મેચ ભારતની તરફેણમાં લાવી દીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

ગ્લેન મેક્સવેલ ટી. નટરાજનની બોલિંગમાં LBW થયો હતો. ગ્રાઉન્ડ અમ્પાયરે નોટઆઉટ આપતા ટીમ ઇન્ડિયાએ રિવ્યૂ લઈને મેક્સવેલને પેવેલિયન ભેગો કર્યો હતો. તેણે 3 બોલમાં 2 રન કર્યા હતા. તે પછી ડાર્સી શોર્ટ 34 રને નટરાજનની બોલિંગમાં લોન્ગ-ઓન પર હાર્દિકના હાથે કેચ આઉટ થયો હતો.

ચહલે સ્મિથ અને ફિન્ચને આઉટ કર્યા
આરોન ફિન્ચ યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં લોન્ગ-ઓફ પર હાર્દિક પંડ્યા દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 26 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 35 રન કર્યા હતા. તે પછી સ્ટીવ સ્મિથ પણ ચહલની જ બોલિંગમાં ડીપ મિડવિકેટ પર સેમસનના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 9 બોલમાં 12 રન કર્યા હતા.

જાડેજાના કન્કશન સબ્સ્ટિટયૂટ તરીકે ચહલ મેદાનમાં, લેન્ગરે વાંધો ઉઠાવ્યો
BCCIએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે રવિન્દ્ર જાડેજાને ઇનિંગ્સની અંતિમ ઓવરમાં માથા પર બોલ વાગ્યો હતો. તેના કન્કશન સબ્સ્ટિટયૂટ તરીકે યુઝવેન્દ્ર ચહલ સેકન્ડ ઇનિંગ્સમાં મેદાન પર આવ્યો છે. ઓરિજિનલ પ્લેઈંગ-11નો ભાગ ન હોવા છતાં તે હવે બોલિંગ પણ કરી શકશે.

ભારતે 162 રનનો ટાર્ગેટ આપ્યો
ભારતે ખાતે 20 ઓવરમાં 7 વિકેટે 161 રન કર્યા છે. ભારત માટે લોકેશ રાહુલે પોતાના T-20 કરિયરની 12મી ફિફટી ફટકારતા 51 રન કર્યા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપતા 23 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 44* રન કર્યા. વિરાટ કોહલી, શિખર ધવન, મનીષ પાંડે નિષ્ફ્ળ રહ્યા હતા. ત્રણેયે મળીને માત્ર 12 રન કર્યા. કાંગારું માટે મોઝેઝ હેનરિક્સે 3, મિચેલ સ્ટાર્કે 2, જ્યારે એડમ ઝામ્પા અને મિચ સ્વેપ્સને 1-1 વિકેટ લીધી.

સાતમા ક્રમે એક ઇનિંગ્સમાં સૌથી વધુ રનનો રેકોર્ડ જાડેજાના નામે
ભારત માટે T-20માં સાતમા ક્રમે એક જ ઇનિંગ્સમાં સૌથી વધુ રનનો રેકોર્ડ હવે રવિન્દ્ર જાડેજાના નામે છે. તેણે આજે 44* રન કર્યા, આ પહેલાં એમએસ ધોનીએ 2012માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 38 રન કર્યા હતા.

હેનરિક્સે 3 વિકેટ લીધી
ઓસ્ટ્રેલિયા માટે મીડિયમ પેસર મોઝેઝ હેનરિક્સે પોતાના ઇન્ટરનેશનલ T-20 કરિયરનો શ્રેષ્ઠ દેખાવ કરતા 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેણે લોકેશ રાહુલ, સંજુ સેમસન અને હાર્દિક પંડ્યાને પેવેલિયન ભેગા કર્યા હતા. પંડ્યા હેનરિક્સની બોલિંગમાં લોન્ગ-ઓફ પર સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 15 બોલમાં 1 સિક્સની મદદથી 16 રન કર્યા હતા.

રાહુલની T-20માં 12મી ફિફટી
લોકેશ રાહુલે પોતાના T-20 કરિયરની 12મી ફિફટી ફટકારતા 40 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 51 રન કર્યા હતા. તે હેનરિક્સની બોલિંગમાં લોન્ગ-ઓન પર એબોટ દ્વારા કેચ આઉટ થયો હતો. તે પહેલાં મનીષ પાંડે 2 રને ઝામ્પાની બોલિંગમાં શોર્ટ થર્ડમેન પર હેઝલવુડ દ્વારા કેચ આઉટ થયો હતો. જ્યારે સંજુ સેમસન 23 રને મોઝેઝ હેનરિક્સની બોલિંગમાં એક્સ્ટ્રા કવર પર સ્વેપ્સનના હાથે કેચ આઉટ થયો હતો

શિખર ધવન અને વિરાટ કોહલીએ નિરાશ કર્યા
ઓપનર શિખર ધવન ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફ્ળ રહ્યો હતો. તે મિચેલ સ્ટાર્કની બોલિંગમાં બોલ્ડ થયો હતો. સ્ટાર્કે 144 કિલોમીટરની ઝડપે નાખેલા ફૂલબોલમાં શિખર આઉટ થયો. તેણે 6 બોલમાં 1 રન કર્યો હતો. તે પછી ભારતીય કપ્તાન પણ સસ્તામાં પેવેલિયન ભેગો થયો હતો. કોહલી લેગ સ્પિનર સ્વેપ્સનની બોલિંગમાં રિટર્ન કેચ આપી બેઠો હતો. તેણે 9 બોલમાં 9 રન કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ લીધી
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ભારત સામે 3 T-20 સીરિઝની પહેલી મેચમાં કેનબરા ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં ડાર્સી શોર્ટ ઓપનિંગ કરશે. જ્યારે મેથ્યુ વેડ ત્રીજા ક્રમે બેટિંગ કરશે. ભારત માટે ડાબોડી ફાસ્ટ બોલર ટી. નટરાજન T-20માં ડેબ્યુ કરી રહ્યો છે. તેમજ સંજુ સેમસન, મનીષ પાંડે, વી. સુંદર અને દિપક ચહરને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે

ભારતની પ્લેઈંગ 11: શિખર ધવન, લોકેશ રાહુલ (વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટન), મનીષ પાંડે, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, દિપક ચહર, મોહમ્મદ શમી અને ટી. નટરાજન

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: આરોન ફિન્ચ (કેપ્ટન), ડાર્સી શોર્ટ, મેથ્યુ વેડ (વિકેટકીપર), સ્ટીવ સ્મિથ, મોઝેઝ હેનરિક્સ, ગ્લેન મેક્સવેલ. સીન એબોટ, મિચેલ માર્શ, મિચ સ્વેપ્સન, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ

ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ 1868ની પોતાની ટીમના સન્માનમાં નવી જર્સી સાથે રમી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ સારો
ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. બંને વચ્ચે અહીં રમાયેલી 9માંથી 5 T-20 ભારતે જીતી છે. ગઈ વખતે બંને ટીમ સિડનીમાં સામસામે થઇ હતી, ત્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. બંને દેશો વચ્ચે કુલ 21 T-20 મેચ રમાઈ છે. તેમાંથી ભારતે 11 અને ઓસ્ટ્રેલિયાએ 8 મેચ જીતી છે. 2 મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો