તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને મેલબર્નમાં રમાયેલી બોક્સિંગ-ડે ટેસ્ટમાં 8 વિકેટથી હરાવ્યું છે. એમાં ઈન્ડિયાના કેપ્ટન અજિંક્ય રહાણેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો છે. એની સાથે જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(CA)એ રહાણેને મુલાગ મેડલથી સન્માનિત કર્યો છે. CAએ ટેસ્ટ પહેલાં જ પ્લેયર ઓફ ધ મેચને મુલાગ મેડલ આપવાની જાહેરાત કરી હતી.
રહાણેએ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 223 બોલમાં 112 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 12 ચોકા લગાવ્યા હતા. એ પછી બીજી ઈનિંગમાં રહાણેએ 40 બોલમાં 27 રન બનાવ્યા અને ટીમને જીત અપાવી. મેચમાં ઓસ્ટ્રેલિયાએ 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
🏏 112
— ICC (@ICC) December 29, 2020
🏏 27*
India captain Ajinkya Rahane has been adjudged as the Player of the Match after leading from the front in the second #AUSvIND Test 💥
How impressed are you with his performance? pic.twitter.com/JV6FBVWAcS
ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 4 ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. સિરીઝની પ્રથમ મેચ એડિલેડમાં ડે-નાઈટ રમાઈ હતી, એમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચની બીજી ઈનિંગમાં ભારતીય ટીમે ટેસ્ટ ઈતિહાસના સૌથી ઓછા 36 રનનો સ્કોર બનાવ્યો હતો.
મેડલનું નામ 152 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રહેલા જોની મુલાગના નામ પરથી રાખવામાં આવ્યું. મુલાગ 1868માં પ્રથમવાર વિદેશપ્રવાસે જનારી ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન હતા. ટીમનો એ ઈંગ્લેન્ડ પ્રવાસ હતો. મુલાગે 45 ટેસ્ટની 71 ઈનિંગમાં 1698 રન બનાવ્યા. તેમણે 1877 ઓવર બોલિંગ પણ કરી. આ દરમિયાન 831 મેડન ઓવર નાખી. તેમણે 257 વિકેટ લીધી. મુલાગે 1866માં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક બોક્સિંગ-ડે ટેસ્ટ પણ રમી હતી .
26 ડિસેમ્બરથી રમાય છે બોક્સિંગ-ડે ટેસ્ટ
દર વર્ષ 26થી 30 ડિસેમ્બર સુધી થનારી મેચને બોક્સિંગ-ડે ટેસ્ટ કહેવામાં આવે છે. બોક્સિંગ-ડે વાસ્તવમાં ક્રિસમસ બોક્સ પરથી બનેલો શબ્દ છે. ક્રિસમસના આગળના દિવસે મોટા ભાગના દેશમાં રજાઓ હોય છે. આ દિવસે ક્રિસમસ બોક્સ ગિફ્ટ કરવાનો પણ રિવાજ છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.