ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. મેચમાં પિચ કેવી હશે, તેને લઇને સસ્પેન્સ બનેલું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં પહોંચવાની દૃષ્ટિએ ભારત માટે અમદાવાદ ટેસ્ટ જીતવી ખૂબ જ જરૂરી છે.
અમદાવાદ ટેસ્ટ જીતી ગયા પછી ભારત WTCના ફાઇનલમાં પહોંચી જશે અને તેને ન્યૂઝીલેન્ડ-શ્રીલંકાની વચ્ચે થનારી ટેસ્ટ સીરિઝના પરિણામોની રાહ જોવી પડશે નહીં. છેલ્લી 3 ટેસ્ટમાં BCCIએ સ્પિન ફ્રેન્ડલી પિચ બનાવી હતી, એવું પણ જોવાનું રહેશે કે ચોથી ટેસ્ટની પિચ કેવી હશે.
ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના અધિકારીઓએ કહ્યું કે તેમણે ભારતીય ટીમના મેનેજમેન્ટથી પિચ માટે કોઈ આદેશ મળ્યા નથી. પિચ ક્યૂરેટર એક સામાન્ય પિચ તૈયાર કરવામાં લાગ્યા છે. એવામાં પિચ બિલકુલ એવી હશે, જેવી રણજી ટ્રોફી મેચ દરમિયાન હતી. આગળ સ્ટોરીમાં અમે જાણીશું કે અમદાવાદની પિચ કેવી હશે અને આ મેદાન ઉપર ભારતનો ટેસ્ટ રેકોર્ડ કેવો રહ્યો છે.
ત્રીજી ટેસ્ટની પિચ ઉપર સવાલ ઊભા થયા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમવામાં આવેલી ત્રીજી ટેસ્ટ ત્રીજા દિવસે જ ખતમ થઈ ગઈ હતી. 15 સેશનની રમત 7 સેશન જ ચાલી શકી. મેચમાં 31 વિકેટ પડી, જેમાંથી 26 સ્પિનર્સે લીધી. તે પછી ક્રિકેટ એક્સપર્ટ્સ અને ફેન્સે પિચ ઉપર સવાલ ઊભા કર્યાં. બીજી અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ સ્ટેડિયમની પિચને 'પુઅર' એટલે ખરાબ રેટિંગ પણ આપી.
તેનું મુખ્ય કારણ હતું કે પિચ ઉપર સ્પિનર્સે ખૂબ જ વધારે મદદ મળી. અહીં બેટર અને બોલર વચ્ચે બરાબરનો મુકાબલો થયો નહીં. પહેલાં દિવસથી બોલ અટકી રહ્યો હતો. ત્યાં જ, તેના ઉપર કોઈપણ પ્રકારની સ્વિંગ કે સીમ મૂવમેન્ટ પણ જોવા મળી નહીં. આ જ કારણનો લીધે ઇન્દોર ટેસ્ટની પિચ ઉપર સવાલ ઊભો થયો.
હવે અમદાવાદની વાત કરીએ...
ટીમ ઇન્ડિયા અમદાવાદમાં 6 મેચ જીતી
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 2021માં બનીને તૈયાર થયું. અહીં ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી 2 જ ટેસ્ટ મેચ રમી. આ સ્ટેડિયમ પહેલાં અમદાવાદના મોટેરામાં સરદાર પટેલ સ્ટેડિયમ હતું. જેને તોડીને નવું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. જૂના સ્ટેડિયમમાં ભારત 12 ટેસ્ટ મેચ રમી હતી.
અમદાવાદ સ્ટેડિયમમાં ભારતે પહેલી મેચ વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ 1983માં રમી હતી. ઓવરઓલ ટીમ ઇન્ડિયાએ અમદાવાદમાં 14 મેચ રમી. 6 જીતી અને 2માં ટીમનો પરાજય થયો. આ શહેરમાં 6 મેચ ડ્રો પણ રહી. આ મેદાન ઉપર સૌથી વધારે રન રાહુલ દ્રવિડના નામે છે. તેમણે અહીં 7 મેચમાં 771 રન બનાવ્યા છે. જ્યારે, અનિલ કુંબલેએ સૌથી વધારે (36) વિકેટ લીધી છે.
2021માં છેલ્લીવાર ટેસ્ટ મેચ રમવામાં આવી હતી
ભારતે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 2021માં 4 ટેસ્ટ મેચની સીરિઝ રમી હતી. 4માંથી 2 ટેસ્ટ અમદાવાદમાં રમવામાં આવી. તે સંપૂર્ણ સીરિઝમાં ભારતને સ્પિન એડવાન્ટેજ મળ્યું. અમદાવાદમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતે બંને ટેસ્ટ જીતી. અમદાવાદમાં રમવામાં આવેલી પહેલી ટેસ્ટ 3 દિવસમાં પૂરી થઈ ગઈ હતી. ત્યાં જ, બીજી ટેસ્ટ તો 2 જ દિવસમાં પૂરી થઈ ગઈ. બંને જ ટેસ્ટમાં સ્પિનર્સની બોલબાલા રહી, ખાસ કરીને અક્ષર પટેલે તો ઇગ્લિશ બેટર્સને હેરાન કરી દીધો હતો.
અમદાવાદની પિચ કેવી હશે?
PTIના જણાવ્યા પ્રમાણે, પિચ ક્યૂરેટર ડોમેસ્ટિક સીઝનમાં ઉપયોગમાં આવેલી મેચ જેવી પિચ જ ભારત-ઓસ્ટ્રેલિયા મેચ માટે પણ બનાવી શકે છે. અમદાવાદ સ્ટેડિયમમાં છેલ્લો દાવ 24 જાન્યુઆરી 2023 રણજી ટ્રોફી માટે થયો હતો. જેમાં રેલવે અને ગુજરાતની ટીમ સામસામે હતી.
રણજી ટ્રોફી મેચ દરમિયાન પિચ બેટર્સ માટે વધારે કારગર સાબિત થઈ. પહેલાં બેટીંગ કરતાં રેલવેએ પ્રથમ ઈનિંગમાં 508 રન ફટકાર્યાં હતાં. ત્યારબાદ કુલ 30માંથી 12 વિકેટ પેસર્સને મળી હતી. જો રણજી મેચની જેમ ચોથી ટેસ્ટ માટે પીચ મળે તો બંને ટીમ પાસે આ વખતે વધુ રન બનાવવાની તક રહેશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.