ટીમ ઈન્ડિયા આજની તારીખ ભૂલવા માગશે:એડિલેડમાં ટેસ્ટ ઈતિહાસનો સૌથી ઓછો નોંધાવ્યો હતો, પહેલી ઈનિંગમાં રાજા તો બીજીમાં રંક જેવી સ્થિતિ ઊભી થઈ; જાણો વિગતવાર માહિતી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવુડે 5 ઓવરમાં 8 રન આપીને 3 વિકેટ લીધી હતી

ઈન્ડિયન ક્રિકેટ ટીમ આજના દિવસ એટલે 19 ડિસેમ્બરને ક્યારેય પણ યાદ કરવા માગશે નહીં. આજે ગત વર્ષે ઓસ્ટ્રેલિયા ટૂરમાં એડિલેડમાં રમાયેલી પહેલી ટેસ્ટની બીજી ઈનિંગમાં ઈન્ડિયન ટીમે ધબડકો કર્યો હતો. આ દરમિયાન ભારતના 11 ખેલાડી મળીને માત્ર 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે આ પહેલી ટેસ્ટમાં મળેલી હાર પછી ભારતીય ટીમે 2-1થી ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી ઈતિહાસ રચ્યો હતો.

વિરાટે પહેલી ઈનિંગમાં સૌથી વધુ રન કર્યા હતા
ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસની પહેલી ટેસ્ટ એડિલેડમાં 17 થી 19 ડિસેમ્બર દરમિયાન રમાઈ હતી. ભારતીય ટીમે પહેલા દાવમાં 244 રન કર્યા હતા. જેમાં કેપ્ટન વિરાટ કોહલી સૌથી વધુ 74 રન કરી ટીમને સન્માનજનક સ્કોર સુધી દોરી ગયો હતો.

વિરાટ કોહલીએ પહેલી ઈનિંગમાં સૌથી વધુ 74 રન કર્યા હતા
વિરાટ કોહલીએ પહેલી ઈનિંગમાં સૌથી વધુ 74 રન કર્યા હતા

જોકે આ દરમિયાન ચેતેશ્વર પૂજારાએ 43 અને અજિંક્ય રહાણેએ 42 રન કર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 191 રનમાં સમેટાઈ જતા ભારતને 53 રનની મહત્ત્વપૂર્ણ લીડ પણ મળી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન ટિમ પેને 73 રન કર્યા હતા અને ઈન્ડિયન ટીમના સ્ટાર ઓફ સ્પિનર ​​આર અશ્વિને 4 વિકેટ લીધી હતી. જ્યારે ઉમેશ યાદવે 3 અને જસપ્રિત બુમરાહે 2 વિકેટ ઝડપી હતી.

ટેસ્ટમાં ભારતના 6 લોએસ્ટ ટોટલ (ઈનિંગમાં)

લોએસ્ટ ટોટલવિરુદ્ધઓવરગ્રાઉન્ડવર્ષ
36/9*ઓસ્ટ્રેલિયા21.2એડિલેડ19 ડિસેમ્બર, 2020
42ઇંગ્લેન્ડ17લોર્ડ્સ20 જૂન, 1974
58ઓસ્ટ્રેલિયા21.3બ્રિસ્બેન28 નવેમ્બર, 1947
58ઇંગ્લેન્ડ21.4માનચેસ્ટર17 જુલાઈ, 1952
66દક્ષિણ આફ્રિકા34.1ડરબન26 ડિસેમ્બર, 1996
67ઓસ્ટ્રેલિયા24.2મેલબર્ન6 ફેબ્રુઆરી, 1948

બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાનો ધબડકો
જોકે, 19 ડિસેમ્બરે જ્યારે ભારતીય ટીમ મેચના ત્રીજા દિવસે બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરી ત્યારે એકપણ ખેલાડી ડબલ ફિગર સુધી પહોંચી શક્યો નહોતો. આખી ટીમ 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી મયંક અગ્રવાલે (9) સૌથી વધુ રન કર્યા હતા. જ્યારે હનુમા વિહારી બીજા નંબરનો ટોપ સ્કોરર રહ્યો હતો. તેણે 22 બોલમાં 8 રન કર્યા હતા. તેવામાં ટીમના 3 ખેલાડી ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે અને આર અશ્ચિન એકપણ રન કર્યા વિના પેવેલિયન ભેગા થયા હતા.

ભારતની બીજી ઈનિંગ

બેટરરનબોલ
પૃથ્વી શો44
મયંક અગ્રવાલ940
જસપ્રીત બુમરાહ217
ચેતેશ્વર પુજારા08
વિરાટ કોહલી48
અજિંક્ય રહાણે04
હનુમા વિહારી822
રિદ્ધિમાન સાહા415
રવિચંદ્રન અશ્વિન01
ઉમેશ યાદવ45
મોહમ્મદ શમી14

એકપણ એક્સ્ટ્રા રન ન મળ્યો
ટેસ્ટ ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું કે જ્યારે 11 બેટર આઉટ થયા અને તેમને એક પણ એક્સ્ટ્રા રન ન મળ્યો.

જોશ હેઝલવુડે 5 વિકેટ લીધી
ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવુડે 5 ઓવરમાં 8 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેણે 5 ઓવરમાં 3 ઓવર મેડન્સ ફેંકી હતી. તે જ સમયે, પેટ કમિન્સે 10.2 ઓવરમાં 21 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવર મેડન્સ ફેંકી હતી.

ઓસ્ટ્રેલિયાએ સરળતાથી સ્કોર ચેઝ કર્યો
ઓસ્ટ્રેલિયાએ ભારતની બીજી ઇનિંગના આધારે 90 રનનો ટાર્ગેટ બે વિકેટના નુકસાને ચેઝ કરી લીધો હતો. આ ઈનિંગમાં મેથ્યુ વેડે 53 બોલમાં 33 રન કર્યા હતા. જ્યારે જો બર્ન્સે 63 બોલમાં 51 રન કરી ટીમને જીત સુધી દોરી હતી. આ મેચમાં ભારતની બીજી ઈનિંગમાં ખરાબ બેટિંગના પરિણામે ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટે વિરાટ સેનાની હરાવી સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી હતી. જો કે, ભારતે 4 ટેસ્ટ મેચની શ્રેણી 2-1થી જીતીને વળતો જવાબ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...