તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IND vs AUS બીજી ટેસ્ટ:ત્રીજા દિવસે 6 વિકેટ ગુમાવીને માત્ર 2 રનની લીડ લઈ શક્યું ઓસ્ટ્રેલિયા, જાડેજાનું ઓલરાઉન્ડ પર્ફોર્મન્સ

મેલબર્ન4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ 4 ટેસ્ટની સિરિઝની બીજી મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. મેલબર્નમાં રમાતી બોક્સિંગ-ડે ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં 6 વિકેટ ગુમાવીને 133 રન જ બનાવી શકી. ટીમ ઈન્ડિયાની વિરુદ્ધ માત્ર 2 રનની સરસાઈ લીધી. હાલમાં, કેમરુન ગ્રીન અને પેટ કમિન્સ અણનમ છે. રવિન્દ્ર જાડેજા અત્યાર સુધીની મેચનો હીરો રહ્યો. તેણે પ્રથમ ઈનિંગમાં ફિફ્ટી લગાવી. તેના પછી બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની 2 વિકેટ પણ લીધી.

મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 195 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેચમાં 326 રન બનાવીને 131 રનની સરસાઈ લીધી હતી. હવે ભારતીય ટીમની કોશિશ ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાને ઓછા સ્કોર પર ઓલઆઉટ કરીને જલદી મેચ જીતવાની રહેશે.

બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત
યજમાન ઓસ્ટ્રેલિયન ટીમની બીજી ઈનિંગમાં શરૂઆત ખરાબ રહી. ઈનિંગની ચોથી ઓવરમાં જો બર્ન્સ 4 રન બનાવીને પેવેલિયનમાં પાછો ફર્યો. તેના પછી મેથ્યુ વેડ અને માર્નસ લાબુશેને 38 રનની પાર્ટનરશીપ કરીને ઈનિંગ સંભાળવાની કોશિશ કરી. ટીમ માટે ત્રીજા દિવસે આ જ સૌથી મોટી પાર્ટનરશીપ પણ રહી. તેના પછી સતત પડતી વિકેટના કારણે મિડલ ઓર્ડર સંપૂર્ણપણે ઢેર થયો. ઓસ્ટ્રેલિયાએ 100 રનની અંદર જ 6 વિકેટ ગુમાવી દીધી. ભારત માટે જાડેજા ઉપરાંત જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિનને 1-1 વિકેટ મળી.

જાડેજાએ 2 વિકેટ ઝડપી
રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓને પેવેલિયનમાં મોકલ્યા. તેણે મેથ્યુ વેડને 40 રનમાં LBW કર્યો. તેના પછી કપ્તાન ટિમ પેન (1)ને વિકેટકીપર ઋષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો.

બુમરાહના બાઉન્સરથી વેડનું હેલ્મેટ ડેમેજ
બીજી ઈનિંગની 35મી ઓવરનો ચોથો બોલ મેથ્યુ વેડના હેલમેટમાં વાગ્યો. આ બાઉન્સર બુમરાહનો હતો. બોલ એટલો ફાસ્ટ હતો કે હેલ્મેટ ડેમેજ થઈ ગયું. આ કારણથી મેથ્યુ વેડને હેલ્મેટ તરત બદલવી પડી. સારી વાત એ છે કે વેડને તેનાથી કોઈ ઈજા પહોંચી નહોતી.

સ્ટિવ સ્મિથ સતત બીજી ઈનિંગમાં ફ્લોપ રહ્યો. તે 8 રન બનાવીને આઉટ થયો. તેને જસપ્રીત બુમરાહે ક્લીન બોલ્ડ કર્યો હતો.

સ્મિથે કરિયરમાં બીજીવાર એક ટેસ્ટમાં સૌથી ઓછા રન બનાવ્યા
સ્ટીવ સ્મિથ સતત બીજી ઈનિંગમાં ફ્લોપ રહ્યો. તે 0 રન બનાવીને આઉટ થયો. તેને જસપ્રીત બુમરાહે ક્લીન બોલ્ડ કર્યો. પ્રથમ ઈનિંગમાં તે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ટેસ્ટ કેરિયરમાં તેનો એક મેચમાં આ બીજો સૌથી ઓછો સ્કોર છે. આ અગાઉ તેણે 2013માં લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની વિરુદ્ધ 3(2 અને 1) રન બનાવ્યા હતા.

માર્નસ લાબુશેન 28 રન બનાવીને પેવેલિયનમાં પરત ફર્યો છે. રવિચંદ્રન અશ્વિનના બોલમાં અજિંક્ય રહાણેએ સ્લીપમાં તેનો કેચ પકડ્યો. ઉમેશ યાદવે ઓસ્ટ્રેલિયાને પ્રથમ આંચકો આપ્યો. તેણે જો બર્ન્સને 4 રનમાં આઉટ કર્યો. વિકેટકીપર ઋષભ પંતે બર્ન્સનો કેચ ઝડપ્યો હતો.

ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગની 8મી ઓવરમાં ઘાયલ થઈને મેદાનમાંથી બહાર નીકળી ગયો છે. તેણે પગમાં પીડાની ફરિયાદ કરી. ઉમેશ 3.3 ઓવર જ બોલિંગ કરી શક્યો અને એક વિકેટ લીધી. તેની ઓવર મોહમ્મદ સિરાજે પૂરી કરી.

ટીમ ઈન્ડિયાએ સિરિઝની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં પણ સરસાઈ લીધી હતી. આ મુજબ ભારતે 35 વર્ષ જૂના એક રેકોર્ડની બરાબરી કરી લીધી છે. 1985-86માં ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સતત બે ટેસ્ટની ઈનિંગમાં સરસાઈ મેળવી હતી. પ્રથમ એડિલેડ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા દ્વારા કરાયેલા 381 રનના જવાબમાં ભારતે 520 રન બનાવ્યા હતા. જ્યારે મેલબર્નમાં રમાયેલી આ સિરિઝની બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના 262 સ્કોરના જવાબમાં 445 રન બનાવ્યા હતા. જો કે બંને મેચ ડ્રો થઈ હતી.

કપ્તાન રહાણેની સદી
પ્રથમ ઈનિંગમાં ભારતીય કપ્તાન અજિંક્ય રહાણેએ 223 બોલમાં સૌથી વધુ 112 અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 159 બોલ પર 57 રન બનાવ્યા. શુભમન ગિલ 45 રનની ઈનિંગ રમીને ડેબ્યુ મેચમાં ફિફ્ટીથી ચૂકી ગયો હતો. ઓસ્ટ્રેલિયા માટે મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 3 વિકેટ લીધી. તેના સિવાય પેટ કમિન્સ અને નાથન લિયોનને 2-2 સફળતા મળી.

પ્રથમ ઓવરમાં વિકેટ ગુમાવી
સિરિઝની પ્રથમ ટેસ્ટની જેમ આ મેચમાં પણ ભારતની પ્રથમ ઈનિંગની શરૂઆત સારી રહી નહોતી. મયંક અગ્રવાલ ઈનિંગની પ્રથમ ઓવરમાં જ ખાતુ ખોલાવ્યા વિના જ પેવેલિયનમાં પરત ગયો હતો. તેના પછી ડેબ્યુ મેચ રમી રહેલા શુભમને ચેતેશ્વર પુજારા સાથે 61 રનની પાર્ટનરશીપ કરીને ઈનિંગને સંભાળી. અહીં 64 રન પર ટીમે બે વિકેટ વધારે ગુમાવી દીધી. શુભમન અને પુજારા પણ આઉટ થયા.

રહાણે ટેસ્ટ કેરિયરમાં પ્રથમ વાર રનઆઉટ
રહાણેએ ટેસ્ટ કેરિયરની 12મી સદી ફટકારી. તે પોતાની ટેસ્ટ કેરિયરમાં પ્રથમવાર રનઆઉટ થયો. તેણે જાડેજા સાથે છઠ્ઠી વિકેટ માટે 245 બોલમાં 121 રનની પાર્ટનરશીપ કરી. જાડેજાએ પણ ટેસ્ટ કેરિયરની 15મી ફિફ્ટી લગાવી. ઓસ્ટ્રેલિયન જમીન પર રહાણેની આ બીજી સદી રહી. આ અગાઉ 2014માં બોક્સિંગ-ડે ટેસ્ટમાં તેણે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર જ 147 રનની ઈનિંગ રમી હતી.

રહાણે ઓસ્ટ્રેલિયામાં સદી કરનાર 5મો ભારતીય કપ્તાન
રહાણે ટેસ્ટમાં સેન્ચુરી લગાવનાર 12મો ભારતીય કપ્તાન છે. જ્યારે, ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં સદી લગાવનાર 5મો ભારતીય કપ્તાન છે. રહાણેએ MCGમાં 2 સદી ફટકારી છે. તે એવું કરનાર બીજો ભારતીય બેટ્સમેન છે. આ અગાઉ પૂર્વ ક્રિકેટર વિનુ માંકડે આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.

કપ્તાનરનગ્રાઉન્ડવર્ષ
મોહમ્મદ અઝહરુદ્દીન106એડિલેડ1991/92
સચિન તેંડુલકર116મેલબર્ન1999/00
સૌરવ ગાંગુલી144ગાબા2003/04
વિરાટ કોહલી115 અને 141એડિલેડ2014/15
વિરાટ કોહલી147સિડની2014/15
વિરાટ કોહલી123પર્થ2018/19

બંને ટીમોઃ

ભારતઃ અજિંક્ય રહાણે (કપ્તાન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયાઃ જો બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરુન ગ્રીન, ટિમ પેન (વિકેટકીપર અને કપ્તાન), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન અને જોશ હેજલવૂડ.

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 100મી ટેસ્ટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યારસુધીમાં કુલ 99 ટેસ્ટ મેચ રમાઈ છે. તેમાં ભારતે 28 અને ઓસ્ટ્રેલિયાએ 43 મેચ જીતી છે. 27 મેચ ડ્રો અને 1 ટાઈ રહી હતી. ઓસ્ટ્રેલિયામાં બંને વચ્ચે 49 મેચ રમાઈ હતી. તેમાંથી ભારતે માત્ર 7 અને ઓસ્ટ્રેલિયાએ 30 મેચોમાં જીત હાંસલ કરી. 12 મેચ ડ્રો રહી.

સિરીઝમાં જળવાઈ રહેવા માટે ભારતે જીતવું જરૂરી
સિરીઝમાં જીતની દોડમાં યથાવત રહેવા માટે ભારતીય ટીમે આ મેચ જીતવી પણ જરૂરી છે. પહેલી મેચમાં ભારતને 8 વિકેટથી હરાવીને ઓસ્ટ્રેલિયા સિરીઝમાં 1-0માં આગળ છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી બે સિરીઝ જીતી ચૂકી છે. એવામાં તે આ સિરીઝને પણ જીતીને ઈતિહાસ રચવા માગશે. ટીમ ઈન્ડિયા અત્યારસુધી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સતત 3 સિરીઝ નથી જીતી શકી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો