તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IND vs AUS બીજી ટેસ્ટ:બીજા દિવસે ભારતનો સ્કોર 277/5, ઓસ્ટ્રેલિયા પર 82 રનની સરસાઈ; રહાણેની 12મી સદી, સચિનના રેકોર્ડની બરોબરી કરી

મેલબોર્ન2 મહિનો પહેલા
 • કૉપી લિંક
રહાણેની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી સેન્ચુરી છે. વિદેશમાં રહાણેની આ 8મી સેન્ચુરી છે. - Divya Bhaskar
રહાણેની ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી સેન્ચુરી છે. વિદેશમાં રહાણેની આ 8મી સેન્ચુરી છે.

મેલબર્નમાં રમાઈ રહેલી બોક્સિંગ-ડે ટેસ્ટમાં બીજો દિવસ પૂરો થવા સુધીમાં ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 277 રન બનાવી લીધા છે. આ સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયા પર 82 રનની સરસાઈ મેળવી લીધી છે. આ બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે ભારતીય કપ્તાન અજિંક્ય રહાણેએ પોતાની ટેસ્ટ કેરિયરની 12મી સદી ફટકારી છે. જ્યારે, ઓસ્ટ્રેલિયન જમીન પર આ તેની બીજી સેન્ચુરી છે. આ અગાઉ તેણે 2014માં બોક્સિંગ ડે ટેસ્ટમાં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર 147 રનની ઈનિંગ રમી હતી. રહાણેએ 21 મેચ પહેલા સચિન તેન્ડુલકરના રેકોર્ડની બરોબરી કરી છે. તે સચિન મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય કેપ્ટન તરીકે સદી મારનાર બીજો ભારતીય બન્યો છે.

વરસાદના કારણે અમ્પાયર્સે બીજા દિવસની રમત સમય અગાઉ ખતમ કરવાની ઘોષણા કરી. રહાણે 104 રન (200 બોલ) અને રવિન્દ્ર જાડેજા 40 રન (104 રન) બનાવીને અણનમ રહ્યા. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 194 બોલ પર 104 રનની પાર્ટનરશીપ પણ થઈ ચૂકી છે.

રહાણે ઓસ્ટ્રેલિયામાં સદી કરનાર 5મો ભારતીય કપ્તાન
રહાણે ટેસ્ટમાં સેન્ચુરી લગાવનાર 12મો ભારતીય કપ્તાન છે. જ્યારે, ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં સદી લગાવનાર 5મો ભારતીય કપ્તાન છે. રહાણેએ MCGમાં 2 સદી ફટકારી છે. તે એવું કરનાર બીજો ભારતીય બેટ્સમેન છે. આ અગાઉ પૂર્વ ક્રિકેટર વિનુ માંકડે આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી.

કપ્તાનરનગ્રાઉન્ડવર્ષ
મોહમ્મદ અઝહરુદ્દીન106એડિલેડ1991/92
સચિન તેંડુલકર116મેલબર્ન1999/00
સૌરવ ગાંગુલી144ગાબા2003/04
વિરાટ કોહલી115 અને 141એડિલેડ2014/15
વિરાટ કોહલી147સિડની2014/15
વિરાટ કોહલી123પર્થ2018/19

રહાણેને જીવતદાન
મેચની 81મી ઓવરમાં ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કના બોલ પર સ્ટીવ સ્મિથે રહાણેનો કેચ છોડી દીધો. એ સમયે રહાણે 73 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો.

પંત 29 રન બનાવીને આઉટ થયો, રહાણેએ ટેસ્ટ કેરિયરની 23મી ફિફ્ટી લગાવી
આ પહેલા રહાણેએ કેપ્ટન ઈનિંગ રમીને પોતાની ટેસ્ટ કેરિયરની 23મી ફિફ્ટી ફટકારી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રહાણેની આ 5મી ફિફ્ટી છે. વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત 40 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો. મિચેલ સ્ટાર્કના બોલમાં તેનો કેચ વિકેટકીપર ટિમ પેને ઝડપી લીધો હતો. રહાણે અને પંતે પાંચમી વિકેટ માટે 57 રનની પાર્ટનરશીપ કરી. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને કમિન્સે 2-2- વિકેટ લીધી. જ્યારે, લિયોનને 1 વિકેટ મળી.

સ્ટાર્કની 250 વિકેટ પૂરી
સ્ટાર્કે 250 વિકેટ લેવાની સાથે જ એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. તે ઓસ્ટ્રેલિયાનો સૌથી ઓછા બોલમાં 250 વિકેટ લેનાર બોલર બન્યો. આ અગાઉ આ રેકોર્ડ મિચેલ જોનસનના નામે હતો.

બોલર250 વિકેટ લેવા માટે બોલ ફેંક્યા
મિચેલ સ્ટાર્ક11976
મિચેલ જોનસન12578
ડેનિસ લીલી12722
બ્રેટ લી12961
ગ્લેન મેકગ્રા13015

સૌથી ઓછી ટેસ્ટમાં 150 શિકાર કરનારો વિકેટકીપર બન્યો પેન
ઓસ્ટ્રેલિયાના કપ્તાન ટિમ પેન સૌથી ઓછી ટેસ્ટમાં 150 શિકાર કરનારો વિકેટકીપર બન્યો છે. તેણે 33 ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી. આ અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકના નામે હતો.

વિકેટકીપર150 શિકાર માટે ટેસ્ટ રમી
ટીમ પેન33 મેચ
ક્વિન્ટન ડી કોક34 મેચ
એડમ ગિલક્રિસ્ટ36 મેચ
માર્ક બાઉચર38 મેચ
રૉડ માર્શ39 મેચ

પુજારા 70 બોલ પર 17 રન બનાવીને આઉટ થયો. ટિમ પેને તેનો શાનદાર કેચ લીધો. જ્યારે, ડેબ્યુ મેચ રમી રહેલા શુભમન ગિલે 65 બોલ પર 45 રનની ઈનિંગ રમી. શુભમન અને પુજારા વચ્ચે બીજી વિકેટ માટે 61 રનની પાર્ટનરશીપ થઈ. જ્યારે, ઓપનર મયંક અગ્રવાલ (0)ને પ્રથમ દિવસે ફાસ્ટ બોલક મિચેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો.

શુભમનના નામે આ રેકોર્ડ
શુભમન ઓસ્ટ્રેલિયામાં ડેબ્યુ કરીને સૌથી વધુ રન બનાવનાર ત્રીજો ભારતીય પ્લેયર છે. ડેબ્યુ મેચની પ્રથમ ઈનિંગમાં તેણે 45 રન બનાવ્યા. સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ મયંક અગ્રવાલના નામે છે. તેમણે 2018-19માં 76 રન બનાવ્યા હતા.

બેટ્સમેનરનવયમેદાનવર્ષ
મયંક અગ્રવાલ7627મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ2018
દત્તુ ફડકર5122સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ1947
શુભમન ગિલ4521મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ2020

ઓસ્ટ્રેલિયાએ શુભમનના 2 કેચ ડ્રોપ કર્યા
શુભમનને મેચમાં બે જીવતદાન મળ્યા. શનિવારે પ્રથમ દિવસે ચોથી ઓવરમાં કમિન્સના બોલ પર લાબુશેને શુભમનનો કેચ ડ્રોપ કર્યો. એ સમયે તે 4 રન પર બેટિંગ કરી રહ્યો હતો. તેના પછી આજે 13મી ઓવરમાં હેઝલવુડના બોલ પર પેને તેનો કેચ છોડ્યો. એ સમયે શુભમન 28 રન પર બેટિંગ કરી રહ્યો હતો.

બીજા દિવસના પ્રથમ બોલ પર ઓસ્ટ્રેલિયાએ રિવ્યુ ગુમાવ્યો
બીજા દિવસના પ્રથમ બોલ પર જ પુજારા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયન ટીમે રિવ્યુ લીધો. જો કે, બેટ અને બોલ વચ્ચે કોઈ સંપર્ક નહીં હોવાના કારણે ઓસ્ટ્રેલિયાએ આ રિવ્યુ ગુમાવી દીધો હતો.

પ્રથમ ઈનિંગમાં ભારત વતિ બુમરાહે 4 વિકેટ, અશ્વિને 3 વિકેટ, સિરાજે 2 વિકેટ અને જાડેજાએ એક વિકેટ લીધી હતી. પ્રથમ દિવસના અંતે ભારતે એક વિકેટના નુકસાને 36 રન બનાવી લીધા હતા.

બંને ટીમોઃ

ભારતઃ અજિંક્ય રહાણે (કપ્તાન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયાઃ જો બર્ન્સ, મેથ્યુ વેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરુન ગ્રીન, ટિમ પેન (વિકેટકીપર અને કપ્તાન), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન અને જોશ હેજલવૂડ.

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 100મી ટેસ્ટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યારસુધીમાં કુલ 99 ટેસ્ટ મેચ રમાઈ છે. તેમાં ભારતે 28 અને ઓસ્ટ્રેલિયાએ 43 મેચ જીતી છે. 27 મેચ ડ્રો અને 1 ટાઈ રહી હતી. ઓસ્ટ્રેલિયામાં બંને વચ્ચે 49 મેચ રમાઈ હતી. તેમાંથી ભારતે માત્ર 7 અને ઓસ્ટ્રેલિયાએ 30 મેચોમાં જીત હાંસલ કરી. 12 મેચ ડ્રો રહી.

સિરીઝમાં જળવાઈ રહેવા માટે ભારતે જીતવું જરૂરી
સિરીઝમાં જીતની દોડમાં યથાવત રહેવા માટે ભારતીય ટીમે આ મેચ જીતવી પણ જરૂરી છે. પહેલી મેચમાં ભારતને 8 વિકેટથી હરાવીને ઓસ્ટ્રેલિયા સિરીઝમાં 1-0માં આગળ છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી બે સિરીઝ જીતી ચૂકી છે. એવામાં તે આ સિરીઝને પણ જીતીને ઈતિહાસ રચવા માગશે. ટીમ ઈન્ડિયા અત્યારસુધી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સતત 3 સિરીઝ નથી જીતી શકી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો