તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અશ્વિને મુરલીધરનનો રેકોર્ડ તોડ્યો:સૌથી વધુ વખત ડાબોડી બેટ્સમેનને આઉટ કર્યા, વોર્નર-કુકને 9-9 વખત આઉટ કર્યા

મેલબર્ન2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતે ઓસ્ટ્રેલિયાની સામે મેલબર્નમાં રમાયેલી બીજી ટેસ્ટ 8 વિકેટથી જીતી લીધી છે. એની સાથે જ સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. આ જીતમાં મહત્ત્વની ભૂમિકા નિભાવનાર રવિચંદ્રન અશ્વિને મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન જોશ હેજલવૂડને આઉટ કરીને શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરનનો રેકોર્ડ તોડ્યો. અશ્વિને ટેસ્ટમાં રેકોર્ડ 192મી વખત ડાબોડી બેટ્સમેનને આઉટ કર્યા.

આ પહેલાં રેકોર્ડ મુરલીધરનના નામે હતો, જેણે કુલ 191 વખત ડાબોડી બેટ્સમેનને આઉટ કર્યા હતા. હેજલવૂડની વિકેટ અશ્વિન માટે ટેસ્ટમાં ઓવરઓલ 375મી વિકેટ હતી, જ્યારે મુરલીધરને પોતાના ટેસ્ટ કરિયરમાં 800 વિકેટ લીધી હતી.

અશ્વિને ડાબોડી બેટ્સમેનોમાં વોર્નર-કુકને સૌથી વધુ 9-9 વખત પેવેલિયન ભેગા કર્યા

ડાબોડી બેટ્સમેનદેશકેટલી વખત આઉટ કર્યાઈનિંગ્સ
ડેવિડ વોર્નરઓસ્ટ્રેલિયા926
અલિસ્ટેયર કુકઈંગ્લેન્ડ927
એડ કોવનઓસ્ટ્રેલિયા713
બેન સ્ટોક્સઈંગ્લેન્ડ716
મોર્ને મોર્કલસાઉથ આફ્રિકા611
કિરન પોવેલવેસ્ટ ઈન્ડીઝ612
ઈવેન બ્રાવોવેસ્ટઈન્ડીઝ617
ડીન અલ્ગરસાઉથ આફ્રિકા617
મિચેલ સ્ટાર્કઓસ્ટ્રેલિયા615
વાન જિલસાઉથઆફ્રિકા55
ફિલ હ્યુજઓસ્ટ્રેલિયા58
લાહિરુ થિરિમાનેશ્રીલંકા59
રંગના હૈરાથશ્રીલંકા513
દેવેન્દ્ર બિશુવેસ્ટ ઈન્ડીઝ515
કગિસો રબાડાસાઉથ આફ્રિકા515
દિમુથ કરુણારત્નેશ્રીલંકા517
મૈથ્યુ વેડઓસ્ટ્રેલિયા518
શોન માર્શઓસ્ટ્રેલિયા520

એન્ડરસન લિસ્ટમાં ત્રીજા નંબરે
આ લિસ્ટમાં ત્રીજા નંબરે ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન છે. એન્ડરસને કુલ 186મી વખત ડાબોડી બેટ્સમેનને આઉટ કર્યો હતો. તેમણે પોતાના ટેસ્ટ કરિયરમાં 600 વિકેટ લીધી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ગ્લેન મેક્ગ્રાએ 172 વખત ડાબોડી બેટ્સમેનને આઉટ કરીને આ લિસ્ટમાં ચોથું સ્થાન મેળવ્યું છે. મેક્ગ્રાના નામે ટેસ્ટ મેચમાં 563 વિકેટ છે.

વોર્ન ચોથા અને કુંબલે 5મા નંબરે
આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર શેન વોર્ન 5મા નંબરે છે. તેણે 172 વખત લેફ્ટ હેન્ડ બેટ્સમેનને આઉટ કર્યા છે. વોર્નના નામે ટેસ્ટ ક્રિકેટમાં 708 ક્રિકેટ છે. અનિલ કુંબલે આ લિસ્ટમાં છઠ્ઠા સ્થાને છે. કુંબલેએ ટેસ્ટ કરિયરમાં 167 વખત ડાબોડી બેટ્સમેનને આઉટ કર્યા છે. કુંબલેના નામે ટેસ્ટમાં 619 વિકેટ છે. અને અત્યારસુધીના ભારતના સૌથી સફળ ટેસ્ટ બોલર છે.
ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ બોક્સિંગ-ડે ટેસ્ટમાં અશ્વિને પ્રથમ ઈનિંગમાં 3 અને બીજી ઈનિંગમાં 2 વિકેટ સહિત કુલ 5 વિકેટ લીધી છે. એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પણ તેણે 5 વિકેટ લીધી હતી. એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પણ તેણે 5 વિકેટ લીધી હતી. આ સિરીઝમાં અત્યારસુધીમાં તે કુલ 10 વિકેટ લઈ ચૂક્યા છે. સિરીઝની અગામી ટેસ્ટ 7 જાન્યુઆરીથી રમાશે. માનવામાં આવી રહ્યું છે કે આ ટેસ્ટ સિડનીની જગ્યાએ મેલબર્નમાં રમાશે

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો