ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે પહેલો વનડે પોર્ટ ઑફ સ્પેનના ક્વિંસ પાર્ક ઓવલ ખાતે રમાઈ રહ્યો છે. વેસ્ટઈન્ડીઝના કેપ્ટન નિકોલસ પૂરને ટૉસ જીતીને પહેલા ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલને ટીમમાં સ્થાન મળ્યુ છે. તો શુભમન ગિલ અને સંજૂ સેમસનને પણ પ્લેઇંગ 11માં સ્થાન મળ્યુ છે.
ભારતની પ્લેઈંગ-11- શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), દીપક હુડ્ડા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, યુઝવેંદ્ર ચહલ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.
વેસ્ટઈન્ડીઝની પ્લેઈંગ-11- શાઈ હોપ (વિકેટકીપર), બ્રેન્ડન કિંગ, શમર બ્રુક્સ, નિકોલસ પૂરન (કેપ્ટન), રોમેન પોલેવ, જેસન હોલ્ડર, રોમારિયા શેફર્ડ, કિમો પોલ, અકીલ હુસૈન, ગુડાકેશ મોતી અને અલ્ઝારી જોસેફ.
બન્ને ટીમે અત્યારસુધીમાં 136 મેચ જીતી છે. ભારતને 67 મેચમાં જીત મળી છે, જ્યારે 63 મેચમાં હાર. બે મેચ ટાઈ રહી છે. 4 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી.
અહીં તમને પિચ, હવામાન વિશે જણાવીશું....
વેસ્ટઈન્ડીઝમાં 16 વર્ષથી ભારત હાર્યું નથી
વેસ્ટઇન્ડીઝને ભારતને છેલ્લે 2006માં વન-ડે સિરીઝમાં હરાવ્યું હતું. આ પછી ભારતે ચાર વાર વેસ્ટઈન્ડીઝનો પ્રવાસ કર્યો છે અને દરેક વખતે જીત મેળવી છે. બન્ને ટીમ વચ્ચે કુલ નવ વન-ડે સિરીઝ રમાઈ છે, જેમાંથી ભારતને પાંચમાં જીત મળી છે.
પિચ કેવી છે?
પિચ રિપોર્ટની વાત કરી એ તો ક્વિન્સ પાર્ક ઓવલ પર બોલરોને વધારે મદદ મળી શકે છે. પિચ પર બોલ બાઉન્સ થવાની સાથે ટર્ન પર કરશે. આવામાં બેટ્સમેને સંઘર્ષ કરવો પડી શકે છે. રમત જેમ આગળ વધશે તેમ પિચ બેટ્સમેન માટે સરળ બનતી જશે. શુક્રવારે વેસ્ટઈન્ડીઝનું વાતાવરણ સારું રહેશે. વરસાદની સંભાવના નથી. તાપમાન 25થી 31 ડીગ્રીની આસપાસ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.